અળધી રાતે પૂરું થઇ ગયું પેટ્રોલ, મહિલા કાર માંથી ઉતરવાની હતી કે દૂર ઉભેલા ભિખારીએ કર્યો કારમાં બેસી રહેવાનો ઈશારો, જાણો આગળ શું થયું…

અમેરિકામાં ગયેલા વર્ષ નવેમ્બર માં એક બેઘર વ્યત્કિ દ્વારા મહિલાને કરવામાં આવેલી મદદ ની કહાની ખુબ જ ચર્ચામાં રહી હતી. અળધી રાત્રે રસ્તા વચ્ચે જ એક મહિલા ની ગાડી માં પેટ્રોલ પૂરું થઇ ગયું હતું. એવામાં રસ્તા પાસે બેસેલા એક ભિખારી એ પોતાની પાસે બચેલા બધા જ પૈસા આપીને તેને ઘરે પહોંચાડવાની મદદ કરી હતી. તેના પછી આ મહિલા અને તેના પાર્ટનરે મળીને આ બેઘર ભિખારી માટે ઓનલાઇન ફંડ એકઠો કર્યો. પણ બેઘર વ્યક્તિ નું કહેવું છે કે આ રકમ માંથી તેને અળધા પૈસા પણ નથી મળ્યા.અળધી રાતે મહિલાની કરી મદદ:

ફિલાડેલ્ફીયા માં ગયેલા વર્ષ નવેમ્બર માં આ ઘટના બની હતી, જયારે કેટ નામની આ મહિલા રાતે પોતાના ઘરે જઈ રહી હતી. વચ્ચે તેની ગાડી માં પેટ્રોલ પૂરું થઇ ગયું અને તેની પાસે પૈસા પણ ન હતા. કેટ હાઇવે પર પોતાની કાર રાખીને નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ માટે ચાલીને જવાની હતી કે આ ભિખારી તેની મદદ માટે આગળ આવ્યો. તેણે કેટ ને કારની અંદર જ લોક કરીને બેસી રહેવાનો ઈશારો કર્યો. તેના પછી તે ખુદ પેટ્રોલ પંપ ગયો અને પોતાની પાસે રહેલા પૈસા થી પેટ્રોલ લઈને કેટ ને આપ્યું, જેથી તે સલામત પોતાના ઘરે પહોંચી શકે. જો કે આ ભિખારી એ આ મદદ ના બદલામાં કઈ જ માંગ્યું ન હતું. તેની આ ઉદારતા જોઈને કેટનું દિલ ભરાઈ આવ્યું અને કેટ એ પણ તેની મદદ કરવાનો નિર્ણય કર્યો.મહિલાએ આવી રીતે કરી આ ભિખારી ની મદદ:

અમુક દિવસ પછી કેટે આ ભિખારી ને પેટ્રોલ ના પૈસા ચૂકવ્યા અને તેના માટે કપડા, ખાવાની વસ્તુ અને પાણી જેવી ચીજો લાવી, અને કેટ એ પોતાના પાર્ટનર સાથે મળીને ભિખારી માટે ફંડ જમા કરવા માટે गोफंडमी પેજ લોન્ચ કર્યું. આ ભિખારી ની મદદ ની કહાની એ દુનિયાભર ના લોકોને જાગૃત કર્યા છે, તેના માટે ડોનર્સ ના તરફથી 2 કરોડ 92 લાખ જેટલી રકમ જમા થઇ છે, જેમાં થી 21 લાખ આ પેજ ની ફી માં ચાલ્યા ગયા હતા.

બેઘર ભિખારી:અળધી રકમ પણ ના મળી:

હવે બેઘર ભિખારી એ આ રકમ માંથી ખુદ ને માત્ર 53 લાખ રૂપિયા મળવાની વાત કહી છે. એવામાં પેજ ઓર્ગેનાઈઝ કરનારી કંપની ના સ્પોક્સપર્સન ના પૈસા નો ખોટી રીતે ઉપીયોગ કરવાની શંકા જતાવી છે. તેનું કહેવું છે કે ભિખારી વ્યક્તિ ના નામ પર એકઠા કરવામાં આવેલી રકમ કેટ અને તેના પાર્ટનરે તેને નથી આપી, અને પોતાના કામ માટે ઉપીયોગમાં લઇ લીધી છે.

ભિખારી સાથે કેટ અને તેનો પાર્ટનર:Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!