અક્ષય કુમાર સાથે લગ્ન કરવા માટે ટ્વિન્કલે રાખી હતી આ વિચિત્ર શરત, એક ફિલ્મ પર ટક્યો હતો પૂરો નિર્ણય….સ્ટોરી વાંચો

0

અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના ની લવ સ્ટોરી કોઈ દિલચસ્પ કહાનીથી કમ નથી. મોટાભાગે એવું જોવામાં આવતું હોય છે કે લોકો પ્રેમમાં પડતા હોય છે અને પછી લગ્ન કરતા હોય છે, અક્ષય અને ટ્વીન્કલ ની લવ સ્ટોરી માં પણ ઘણી હદ સુધી આવું જ રહ્યું પણ એક શરત હાર્યા પછી જ આ બંને ના લગ્ન થઇ શક્યા. આજે અમે તમને જણાવિશુ કે આ શરત કઈ હતી અને કેવી રીતે બંને એ પોતાના સંબંધ ને લગ્નનું નામ આપ્યું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરતા પહેલા અક્ષય વેઈટર નું કામ કરતા હતા. અક્ષયે વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ‘સોગંધ’ દ્વારા કેરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 1990 સુધી અક્ષયે ખુદને ‘ખિલાડી’ હિન્દી સિનેમાજગત માં સ્ટેબલિશ કરી લીધા હતા. લગાતાર ફિલ્મો ના નામમાં ખિલાડી શબ્દ હોવાથી અક્ષય કુમાર ‘ખિલાડી કુમાર’ ના નામથી જણાવા લાગ્યા. અક્ષય પોતાની ઓળખ બનાવી ચુક્યા હતા જયારે ટ્વિંન્કલ ખન્ના એ વર્ષ 1995 માં બોબી દેઓલ ની સાથે બરસાત ફિલ્મ થી ડેબ્યું કર્યું હતું.
ટ્વિંન્કલ ની આ ફિલ્મ ઠીક ઠાક કમાણી કરી શકી હતી જ્યારે તે સમયે અક્ષય બૉલીવુડ ના ટોપ પર પહોંચી ચુક્યા હતા. અક્ષય અને ટ્વિંન્કલ ની પહેલી મુલાકાત ફિલ્મફેયર મૈંગેજીન ના ફોટોશૂટ ના દરમિયાન મુંબઈ માં થઇ હતી. પહેલી મુલાકાત માં અક્ષય ના દિલમાં ટ્વિંન્કલ ઘર કરી ગઈ હતી. આ ફોટોશુટ પછી અક્ષય અને ટ્વિંન્કલ એકસાથે પહેલીવાર ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડી માં આવ્યા હતા, જે વર્ષ 1999 માં રિલીઝ થઇ હતી. કહેવામાં આવે છે કે ફિલ્મની શૂટિંગ દરમિયાન જ બંને સ્ટાર્સ એક બીજાને દિલ આપી ચુક્યા હતા. એક ઇન્ટરવ્યૂ માં અક્ષયે એ વાત જાહેર કરી હતી કે તે ટ્વિંન્કલ ની સુંદરતા કરતા વધુ તેના સ્વભાવ ને લઈને વધુ આકર્ષિત થયા હતા. કરણ જોહર ના શો ‘કોફી વિદ કરણ’ માં બંને એકસાથે આવ્યા હતા. આ શો ના દરમિયાન અક્ષયે જણાવ્યું કે ટ્વિંન્કલ ‘મેલા’ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત હતી. ટ્વિંન્કલ ને વિશ્વાસ હતો કે આ ફિલ્મ ચોક્સ હિટ સાબિત થાશે. તેણે મને કહ્યું કે, ”જો આ ફિલ્મ હિટ નહિ જાય તો તે તેની સાથે લગ્ન કરી લેશે”. એવામાં ફિલ્મ કઈ ખાસ કમાલ ન દેખાડી શકી અને તેણે અક્ષય સાથે લગ્ન કરી લીધા. અક્ષય અને ટ્વિંન્કલ એ 7 જાન્યુઆરી 2001 ના રોજ લગ્ન કર્યા હતા. આ બંને એ અમુક નજીકના લોકો અને મિત્રોની હાજરી માં અબુ જાની અને સંદીપ ખોસલા ના ઘરે 50 લોકોની ઉપસ્થિતી માં લગ્ન કર્યા હતા. ટ્વિંન્કલનું કેરિયર અક્ષય ની તુલનામાં કઈ ખાસ ચાલી ન શક્યું. જેના લીધે તેણે લગ્ન પછી ફિલ્મોથી દુરી બનાવી લીધી. ફિલ્મો પછી ટ્વિંન્કલ એ ઇન્ટિરિયર ડિઝાઇન તરફ પોતાનું નસીબ આજમાવ્યુ અને આજે તેને એક સફળ ઇન્ટિરિયર ડિઝાઈનર ના રૂપે જાણવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here