અક્ષય કુમારનો દીકરો આરવ પણ કોઈ સ્ટાર થી ઓછો નથી, મમ્મી ટ્વીન્કલ ખન્ના ની સાથે આવી તસ્વીરો…

0

અક્ષય કુમાર બૉલીવુડ ના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંના એક છે અને એક પછી એક લગાતાર ફિલ્મો કરવા માટે જાણવામાં આવે છે. હાલના દિવસો માં રજનીકાંત સાથે ની તેની ફિલ્મ ‘2.0’ એ ધૂમ મચાવી રાખી છે. આજે અમે અક્ષય કુમાર ના દીકરા આરવ વિશે જણાવીશું. શનિવાર સાંજે આરવ પોતાની માં ટ્વીન્કલ ખન્ના સાથે કેમેરા માં કૈદ થયા હતા. આ તસ્વીરો માં જોઈ શકાય છે કે આરવ હવે પિતા અક્ષય કુમાર ની જેમ જ લાંબી હાઈટ વાળા અને હેન્ડસમ બની ગયા છે. જણાવી દઈએ કે 16 વર્ષ પછી આરવ પણ તમામ સ્ટાર કિડ્સ ની લિસ્ટ માં એક પોપ્પ્યુલર નામ છે અને મોટાભાગે ચર્ચા માં રહે છે. તેની લોકપ્રિયતા એક સ્ટાર ની જેમ જ છે અને તેની જબરદસ્ત પર્સનાલિટી પણ એક સ્ટાર ની જેમ જ છે.

જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના ના બે બાળકો છે. દીકરો આરવ અને દીકરી નિતારા. 15 સપ્ટેમ્બર, 2002 ના મુંબઈ માં જન્મેલા આરવ એ જુહુ સ્થિત એકૉલે મોંડીઅલે વર્લ્ડ સ્કૂલ થી અભ્યાસ કર્યો છે. આ તસ્વીર માં તમે જોઈ શકો છો કે આરવ ખુબ જ શાંત અને સહજ દેખાઈ રહ્યા છે. જો કે પહેલા ઘણીવાર જોવામાં આવ્યું છે કે કેમેરો જોતા જ આરવ પોતાનો ચેહરો છુપાવી લેતા હતા, ખાસ કરીને ત્યારે જયારે તે પોતાના મિત્રો ની સાથે હોય છે.અહીં તો તે પોતાની માં ટ્વીન્કલ ની સાથે છે માટે કેમેરા ની સામે પુરા જોશ માં નજરમાં આવી રહ્યા છે.આ સિવાય આરવ માર્શલ આર્ટ્સ માં પણ દિલચસ્પી રાખે છે અને ચાર વર્ષ ની ઉમર થી જ તે તેની પ્રેક્ટિસ કરતા રહ્યા છે. અક્ષય કુમાર ના દીકરા આરવ ને ‘કુડો ઓકિનાવા’ અને ‘ગુજૉ રયુ કરાટે ડો’ માં ‘ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ’ હાસિલ કર્યો છે. સાથે જ આરવ નિયમિત ચૈરીટેબલ ઇન્સ્ટિયૂટ માં કઈક ને કઈક ચૈરિટી પણ કરતા રહે છે. તે પોતાના કપડા થી લઈને રમકડાં સુધીની વસ્તુ ચૈરિટી માં ડોનેટ કરતા રહે છે.આ તસ્વીરો માં તમે જોઈ શકો છો કે આરવ ખુબ જ સ્માર્ટ છે અને તેમાં કોઈ મોટી વાત નથી કે તે પણ આવનારા સમયમાં સ્ક્રીન પર પિતા અક્ષય ની જેમ જ નજરમાં આવે. આરવ ની માં ટ્વીન્કલ ખન્ના પણ એક લોકપ્રિય અભિનેત્રી રહી છે અને હાલ તે બે બેસ્ટસેલર્સ પુસ્તક ની રાઇટર પણ છે. અક્ષય કુમાર ‘2.0’ ના સિવાય પોતાની આગળની ફિલ્મ ‘કેસરી’ માટે પણ ચર્ચા માં છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here