2019 માં ખિલાડી કરશે બોક્સ ઓફિસ પર રાજ, 5 ફિલ્મો લઈને આવી રહ્યા છે અક્ષય કુમાર…

0

અક્ષય કુમાર ને બોક્સ ઓફિસ ના ખિલાડી કહેવામાં આવે છે, દરેક વર્ષે તે ઓછા માં ઓછી 100-100 કરોડ ની 3 થી 4 ફિલ્મો તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને આપે જ છે. એવામાં બૉલીવુડ ને પણ તેના પર ભરોસો વધતો જઈ રહ્યો છે. એવામાં વર્ષ 2019 માં તેની 5 ફિલ્મો રિલીઝ થવાની છે.

1. સૂર્યવંશી:
રોહિત શેટ્ટી ની ફિલ્મ સિમ્બા પછી દર્શકો માં તેના પર બેસ્ડ ફિલ્મોનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. રોહિત અક્ષય કુમાર ને એટીએસ ચીફ બનાવીને ફિલ્મ માં લાવી રહ્યા છે. સિમ્બા ફિલ્મ ના અંત માં પણ દર્શકો ને એટીએસ ચીફ સૂર્યવંશી ની નાની એવી ઝલક દેખાઈ રહી છે. અક્ષય કુમાર ની આ ફિલ્મ વર્ષ 2019 માં જ આવવાની છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર નો ખાખી વર્દી વાળો અવતાર જોવા મળી શકે તેમ છે.
2. કેસરી:અક્ષય ની ફિલ્મ કેસરી ની જાહેરાત જ્યારથી થઇ છે, તેને લઈને ખુબ જ ક્રેઝ જોવામાં આવી રહ્યો છે. ફિલ્મ ને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરી રહ્યા છે. લગભગ 75 કરોડ ના બજેટ માં બનનારી આ ફિલ્મ ની કહાની સારાગરહી ની લડાઈ પર આધારિત છે. 1897 માં 21 શીખો ની આર્મી કેવી રીતે 10,000 અફઘાની પાસેથી લોખંડ લીધું અને પોતાનું નામ ઇતિહાસ માં દર્જ કરાવ્યું. આ કહાની હવલદાર ઈશ્શર સિંહ ના તરીકાથી દેખાડવામાં આવશે. આં કિરદાર ફિલ્મ માં અક્ષય કુમાર નિભાવતા જોવામાં આવશે. ફિલ્મ લગભગ 21 માર્ચ ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષય ની સાથે લીડ રોલ માં પરિનીતી ચોપરા પણ હશે. ફિલ્મ ની શૂટિંગ હાલ લગભગ પુરી થઇ ચુકી છે.
3. ગુડ-ન્યુઝ:ધર્માં પ્રોડક્શનની ફિલ્મ ગુડ ન્યુઝ માં અક્ષય કુમાર ની સાથે કરીના કપૂર પણ જોવામાં આવશે. તેની પહેલા આ જોડીને વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ગબ્બર ઇઝ બૈક માં જોવામાં આવી હતી, પણ તેમાં કરીના નો કઈ ખાસ રોલ ન હતો. ગુડ ન્યુઝ માં પંજાબી તડકો લગાવતા દિલજિત દોસંઝ પણ નજરમાં આવશે તો તેની ઓપ્પોઝીટ માં કિયારા અડવાણી પણ હશે. અમુક સમય પહેલા એક ટ્વીટ ના દ્વારા કરન જોહરે જણાવ્યું હતું કે ફિલ્મ આગળના વર્ષે 19 જુલાઈ 2019 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.

4. મિશન મંગલ: અક્ષય ની ફિલ્મ મિશન મંગલ ની વાટ ઘણા જોઈ રહ્યા હશે.મોટા એવા બજેટ ની આ ફિલ્મ ને જગન શક્તિ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ માં અક્ષય ની સાથે તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન, શરમન જોશી,કીર્તિ કુલ્હારી અને નિથયા પણ નજરમાં આવશે. અક્ષયે ફિલ્મ ની જાહેરાત 5 નવેમ્બર, 2018 ના રોજ કરી હતી, આજ તારીખે જયારે 5 વર્ષ પહેલા આ મિશન લોન્ચ થયું હતું.
5. હાઉસફુલ-4:   અક્ષય ની હિટ ફ્રેન્ચાઈજી હાઉસફુલ નો ચોથો ભાગ દિવાળી પર રિલીઝ થવાનો છે. ફિલ્મ ને 3ડી માં રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મના સેટ નું બજેટ માત્ર 20 કરોડ રૂપિયા છે. ફિલ્મામાં અક્ષય કુમાર ની સાથે રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ ખરબંદા, ક્રિતી સેનોન અને પૂજા હેગડે પણ નજરમાં આવવાના છે.આ ફિલ્મમાં બાહુબલી ના અમુક સીન્સ પણ કોપી કરવામાં આવ્યા છે, પણ તે બધા સીન ખુબ જ કોમેડી હશે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here