7 દિવસ સુધી રોજ ખાવ અખરોટ, સ્વાસ્થયને થશે એવા ચમત્કારિક ફાયદા કે તમે જોતાં જ રહી જશો !!!

0

મિત્રો, જો તમને અખરોટ ખાવાનું પસંદ છે, તો તે ઉપરથી ભલે કઠણ હોય પણ ખાવામાં અદ્ભુત છે. તમે ઘણીવાર શિયાળામાં તેને ખાતા હશો. પરંતુ તમને જણાવી દઈએ કે અખરોટને દરેક સીઝનમાં ખાવું ફાયદાકારક છે.
અખરોટનો ઉપયોગ દૂધના મિલ્ક શેક્ અને મીઠાઈઓ બનાવવામાં પણ વપરાય છે. આજે આપણે તમને પાંચ ફાયદા કહીશું જે તમે ન જાણતા નથી.

1. હાડકાની મજબૂતાઈ :
અખરોટમાં કેલ્સિયમના અવશોષણમાં વધારો કરવામાં મદદ કરે છે. તે પેશાબના કારણે થતાં કેલ્શિયમના વિસર્જનને ઘટાડે છે. આમાં, ઇએફઇ (આવશ્યક ફેટી એસિડ્સ) રહેલું છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

2. વજન ઓછું કરવામાં મદદ કરે છે:
હવે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે જંકફૂડ ખાવાનું કે બનાવવાનું કષ્ટ ન કરશો. તેને બદલે તમે અખરોટનું જ સેવન કરવાનું રાખો. તમે અખરોટ ખાવાથી તંદુરસ્ત પોતાને અનુભવશો. અને તેવી જ રીતે તે વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે કારણ કે તે તમારી ભૂખને ઘટાડે છે.

3. હૃદયને રાખે છે સ્વસ્થ :
રોજ અખરોટ ખાવાથી તે તમારા શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જે લોકોને ખૂબ જ હાઇ કોલેસ્ટ્રોલ રહે છે તેમને ડોક્ટર પણ અખરોટ ખાવાની જ સલાહ આપે છે. તેમાં એમિનો એસિડ (એલ Aઅને ઓમેગા -3 અને ફેટી એસિડ્સ રહેલા જે એન્ટીઓક્સિડંટનું કામ કરે છે. તેના આ ગુણ લોહીને જામવાં દેતા નથી. સામાન્ય રીતે તે લોહી ગંઠાવાનું રોકે છે. અને એ જ રીતે તમારા કોલેસ્ટોરેલનું સ્તર ને ઘટાડી નિયંત્રણમાં રાખવામા પણ મદદ કરવામાં આવે છે.

4. મેટાબોલીઝમને સુધારે છે :
અખરોટનો સ્વાસ્થય લાભ સૌથી મોટો એ છે કે તે તમારા મેટાબોલીઝમને સુધારે છે. તેમાં હાજર ફેટી એસિડની સાથે કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક, મેંગેનીઝ અને આયર્ન તમને પૂરતી માત્રમાં મળે છે. જે બધા જ ખનીજ મળીને પાચનઅને ચયાચયની ક્રિયાને વધારવામા મદદ કરે છે અને શુક્રાણુઓના પ્રમાણને પણ વધારવામાં મદદ કરે છે.

5. તે ડાયાબિટીસને અંકુશમાં રાખે છે:
ડાયાબિટીસવાળા લોકોએ અખરોટનું સેવન કરવું જોઈએ. એ પણ કોઈપણ પ્રકારના વજન વધી જશે એના ડર વગર બિન્દાસ ખાવું જોઈએ. તમે એક વીકમાં 3 વાર તો આરામથી બિન્દાસ ખાઈ શકો છો. અખરોટમાં મોનો-સંતૃપ્ત અને પોલીઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે જે તમારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તે શરીરને ઇન્સ્યુલિનના વિરોધમાં કરે છે. તે લોહીમાં રહેલ સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. અને ટાઇપ 2 ડાયાબિટીસ જોખમને ઘટાડે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here