આખરે કેમ કલેક્ટર છુપાઈને કરી રહ્યો છે આ કામ? સ્ટોરી વાંચીને તમે પણ કહેશો આવા અધિકારીઓ ભારતમાં ખુબ ઓછા હોય છે…..

0

કેરળમાં આવેલા સદી ના સૌથી ભયાનક પુરે રાજ્ય ને પુરી રીતે બરબાદ કરી નાખ્યું છે. અત્યાર સુધી અહીં 400 થી વધુ લોકો ની મૃત્યુ થઇ ચૂકી છે, જયારે હજારો પશુ પણ મૃત્યુ ને ઘાટ ઉતરી ગયા છે. 50 લાખ થી વધુ લોકો આ હાદસા થી પ્રભાવિત થયા છે, જ્યારે 45,000 હેકટેયર કૃષિ ભૂમિ માં અનાજ, મસાલા અને અન્ય ચીજો પહોંચાડી છે.

દેશભર માંથી લોકો આ પૂર પીડિત લોકો ની મદદ કરી રહ્યા છે અને જેનાથી જેટલું થઇ શકે તેટલી મદદ આ લોકોને કરી રહ્યા છે. આ તબાહી ની વચ્ચે , ‘કોણ સામાન્ય, કોણ ખાસ’ દરેક કોઈ આ પીડિતો ની મદદ માટે કઈ બાકી નથી રાખી રહ્યા. એવા જ એક આઈએએસ અધિકારી છે કન્નન ગોપીનાથન, જે આગળના ઘણા દિવસો થી કેરળ માં રાહત શિવીરો માં પીડિતોની મદદ કરી રહયા હતા અને મહેનત કરી રહ્યા હતા. રાહત સામગ્રીઓ ને જાતે જ પીઠ પર લાદીને તે ખુદ ટ્રક પર ચઢાવે અને ઉતારે છે. સૌથી ખાસ વાત એ છે કે આ દરમિયાન તેને કોઈ ઓળખી પણ શક્યા ન હતા કે તે એક આઈએએસ અધિકારી છે.

જણાવી દઈએ કે કન્નન 2012 બૈચ ના આઈએએસ અધિકારી છે અને આ સમયે તે દાદરા અને નગર વહેલી માં કલેકટર ના પદ પર છે. મૂળ રૂપથી તે કેરળ ના કોટ્ટમય ના રહેનારા છે.

જાણકારી ના આધારે કેરળ માં પૂર ની ખબર મળતા જ તેમણે તત્કાલ રજા લઇ લીધી અને લોકોની મદદ માટે 26 ઓગસ્ટ ના રોજ પોતાના ગૃહ રાજ્ય આવી ગયા. આ દરમિયાન તેમણે દાદરા અને નાગર હવેલી પ્રશાસન ના તરફથી 1 કરોડ રૂપિયા નો ચેક કેરળ મુખ્યમંત્રી રાહત કોશ માં જમા કરાવ્યો અને પછી રાહત શિવીરોમાં કામ પર લાગી ગયા.

તે પોતાની ઓળખ છુપાવીને આગળના 8 દિવસોથી રાહત શિવીરો માં કામ કરી રહયા હતા. પણ એક દિવસ જયારે એર્નાકુલમ ના કલેકટર ત્યાં આવ્યા તો તેમણે શિવીરો માં કામ કરી રહેલા કન્નન ને ઓળખું લીધા. ત્યારે જઈને તેની ઓળખ થઇ કે પોતે એક આઈએએસ અધિકારી છે. ત્યાર પછી ત્યાં રહેલા દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા.

કન્નનના આ ઉમદા કામ માટે લોકો તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. તેના સિવાય આઈએએસ એસોસિએશન ને પણ કન્નન ના વખાણ કર્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here