મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીનું લગ્નની કંકોત્રી ખોલતા જ સંભળાય છે કઈંક આવું, મહેમાન પેટ ભરીને વખાણ કરી રહ્યા છે જોઈને

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેયરમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન પછી હવે તેનો દીકરો આકાશ અંબાણી લગ્ન ના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 9 માર્ચ ના રોજ મુંબઈ માં આકાશ અંબાણી શ્લોકા મેહતા ની સાથે સાત ફેરા લેવાના છે. અંબાણી પરિવાર એ લગ્ન ની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. લગ્ન ની કંકોત્રી પણ છપાઈ ગઈ છે. બુધવાર ના રોજ આકાશ અને શ્લોકા ના લગ્ન ની ભવ્ય કંકોત્રી સામે આવી છે.આ કંકોત્રી ને એકદમ ખાસ તરીકા થી ડિઝાઇન કરવામાં આવી છે. આ એક મ્યુઝિકલ કંકોત્રી છે.કાર્ડ રાધા-કૃષ્ણ ના થીમ પર આધારિત છે. જેને ખોલતા જ ભજન ની ધૂન સંભળાવા લાગે છે.ડબ્બા માં બંધ આ કંકોત્રી માં ઘણા પાના છે. પહેલા પાના પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો સંદેશ છે. જ્યારે બીજા પન્ના પર તમને તેમાં રાધા-કૃષ્ણ ની લીલા ની સુંદર તસ્વીરો ની સાથે લગ્ન સમારોહ ની જાણકારી મળશે. દરેલ પન્ના પર રાધા-કૃષ્ણ ની એક શાનદાર ફ્રેમ પણ જોવા મળશે. કંકોત્રી માં સૌથી ખાસ વાત એ છે કે જેમાં ઉપીયોગમાં લેવાવેલા હેન્ડરાઈટિંગ ફોન્ટ વાળો સંદેશ.

જણાવી દઈએ કે સોમવાર ના રોજ મુકેશ અંબાણી પોતાની પત્ની અને નાનાં દીકરા અનંત અંબાણી ની સાથે મુંબઈ ના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. અંબાણી પરિવાર એ સિદ્ધિવિનાયક મંદિર માં પૂજા-અર્ચના કરી અને લગ્ન નું પહેલું આમંત્રણ ગણપતિ બાપા ને આપ્યું. પરંપરા છે કે લગ્ન નું સૌથી પહેલા આમંત્રણ ભગવાન ને આપવમાં આવે છે.
આ લગ્ન માં દુનિયાભરના લોકોંની નજરો રહેવાની છે. આગળના વર્ષે ડિસેમ્બર માં ઈશા અંબાણી ના લગ્ન માં પિતા એ કઈ ખામી બાકી નથી રાખી. લગ્ન મુંબઈ સ્થિત એન્ટેલિયા માં થયા હતા. તેવી જ રીતે આકાશ અંબાણી ના લગ્ન પણ આલીશાન અને ભવ્ય રીતે થવાના છે. આ લગ્નમાં સિનેમાજગત, ઉદ્યોગજગત, તથા વ્યાપાર જગતાના ઘણા દિગ્ગ્જ લોકો શામીલ થઇ શકે તેમ છે.

જણાવી દઈએ કે બંને ની સગાઇ 28 જૂન 2018 ના રોજ થઈ હતી. શ્લોકા-આનંદ ના લગ્ન ન પછી જીઓ ગાર્ડનમાં 11 માર્ચ ના રોજ ભવ્ય રીશેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જુઓ કંકોત્રી નો વિડીયો:

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ની દીકરી ઈશા આમ,અંબાણી ના ભવ્ય લગ્ન ની ચર્ચા ઘણા દિવસો સુધી રહી હતી. હવે લગ્ન પછી ઈશા અંબાણી નો Vogue મૈંગેજીન માટે કરાવેલો ફોટોશૂટ વાઇરલ થઇ રહ્યો છે. મૈંગેજીન ને આપેલા ઇન્ટરવ્યૂ માં ઈશા અંબાણી એ પોતાના પર્સનલ લાઈફ વિશે ના ઘણા ખુલાસો કર્યા છે.એક સમૃદ્ધ પરિવાર માં પોતાનો ઉછેર થવાની વાત પર ઈશા એ કહ્યું કે,”મારા માતા-પિતા ખુબ જ વ્યસ્ત રહેતા હતા. હું 1991 માં જન્મેલી હતી, તે સમયે ઉદારીકરણ નો સમય ચાલી રહ્યો હતો, ભારતીય કંપનીઓ ને વૈશ્વિક ઓળખાણ બનવાનું સપનું જોવાનો મૌકો મળ્યો. મારા પિતા એ આ સપના ને પૂરું કરવા માટે ખુબ મહેનત કરી અને રિલાયન્સ ને આ મુકામ સુધી પહોંચાડી”.

ઈશા એ આગળ કહ્યું કે,”તે ઘણા કલાકો સુધી કામ કરતા રહેતા હતા પણ જયારે પણ અમને જરૂર પડતી તે અમારા માટે ઉભા રહી જાતા હતા. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે અમે પૈસા, મહેનત અને ઉદારતા ની કિંમત ને સમજી શકીયે”. ઈશા એ ઇન્ટરવ્યૂ માં કહ્યું કે,”મારા માતા-પિતા ના લગ્ન ના 7 વર્ષ પછી મારો અને મારા ભાઈ આકાશ નો જન્મ થયો હતો. જયારે અમારો જન્મ થયો ત્યારે માં પૂરો સમય અમને જ આપવા માગતી હતી. જ્યારે અમે પાંચ વર્ષ ના થયા ત્યારે તે ફરીથી કામ કરવા લાગી પણ ત્યારે પણ તે ‘ટાઇગર મોમ’ જ હતી. મને યાદ છે કે જયારે મારી અને મા વચ્ચે ઝગડો થતો હતો ત્યારે પપ્પા ને જ ઝગડો સુલજાવવા માટે બોલાવવા પડતા હતા. મારી માં ખુબ જ સખ્ત હતી. જો અમને સ્કૂલ જાવાની ઈચ્છા ના હોય તો પપ્પા માની જાતા હતા પણ માં અમારો અભ્યાસ અને ખાણી-પીણી ને લઈને ખુબ સજાગ રહેતી હતી.

ઈશા એ પોતાના વિવાહિત જીવન વિશેની એક દિલચસ્પ વાત પણ જણાવી હતી.ઈશા એ કહ્યું કે,”આનંદ હંમેશા તેને હસાવતા રહે છે. આનંદ નું સેન્સ ઓફ હ્યુમર ખુબ જ સુંદર છે. આનંદ ને કોઈ ઇવેન્ટ માં શામિલ થવાથી નફરત છે પણ હું સોશિયલ ઇવેન્ટ ને પુરી રીતે એન્જોય કરૂ છું. અમે અમારા વિવાહિત જીવનનને એન્જોય કર્યું પણ આનંદ નો રમૂજ કરવાનો આઈડીયો એકદમ અલગ છે. તે મારા કરતા વધારે આધ્યાત્મિક છે. અમારા બંને માં એક સમાનતા છે કે અમે બંને ખાવાનાં ખુબ જ શોખીન છીએ”.

ઈશા એ કહ્યું કે,”મારા પિતા અમારા લગ્ન માં સ્પીચ આપી રહ્યા હતા કે તેને શા માટે આનંદ ને પસંદ કર્યા. તે આનંદ ની 10 ખૂબીઓ ગણાવી રહ્યા હતા, આ સ્પીચ મજાક ભરેલી હતી કેમ કે તેમણે અંત માં કહ્યું કે આ 10 ખૂબીઓ તેની પણ છે. તે સાચું છે કે આનંદ મને મારા પિતા ની યાદ અપાવે છે”.

લગ્ન પછી જીવનમાં કેટલા બદલાવ આવ્યા તેના પર ઈશા એ કહ્યું કે,”અમે કાલ રાતે ડિનર કર્યુ. જેના પછી રાતે 11 થી સવારના 3 સુધી આનંદ ની ઓફિસમાં મિટિંગ હતી.મને નથી લાગતું કે મારા કે આનંદ ના જીવનમાં કોઈ બદલાવ આવ્યો હોય. આ પડાવ માં અમારા બંને માટે પહેલી પ્રાથમિકતા અમારું કામ છે. અમારા માતા-પિતા પણ આ વાતને સમજે છે.હું ખુબ જ નસીબદાર છું કે આવા પરિવારમાં મારો જન્મ થયો અને આનંદ સાથે મારા લગ્ન થયા. ઈશા એ પોતાના વિશે જણાવ્યું કે,”લોકોને લાગે છે કે હું દરેક દિવસ સારા સારા બ્રાન્ડેડ કપડાં પહેરું છું, પણ હકીકતે તો હું મોટાભાગે કોટન ના સલવાર-કુર્તા પહેરવાનું પસંદ કરું છું.ઈશા એ કહ્યું કે જયારે તે અમેરિકામાં હતી ત્યારે ફોર્મલ કપડા પહેરવાથી તેને નફરત થઇ ગઈ હતી”.

તે પોતાની કંઈ ઉપલબ્ધી પર ગર્વ કરવા માગે છે? આ સવાલ પર ઈશા એ કહ્યું,”મને ત્યારે ગર્વ નો અનુભવ થાય છે જયારે કોઈ કહે કે હું મારા માતા-પિતા ના કામ ને આગળ વધારી રહી છું. જો રિલાયન્સ દુનિયા ની ટોપ 10 કંપનીઓ માં શામિલ થઇ જાય તો તે સપનું સાચું થવા સમાન હશે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here