આકાશ અંબાણીની બેચલર પાર્ટીમાં સામેલ થવા સ્વિત્ઝર્લેન્ડ રવાના થયા સ્ટાર્સ, સામે આવી તસ્વીરો

0

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન 9 માર્ચના રોજ મુંબઈમાં યોજવાના છે. તે પોતાની બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે લગ્ન કરવા જઈ રહયા છે, ત્યારે લગ્નને લઈને અંબાણી પરિવારમાં તૈયારી શરુ થઇ ગઈ છે.

જે રીતે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન પહેલા ઉદયપુરમાં પાર્ટી આપી હતી, એ જ રીતે દીકરા માટે પણ શાહી અંદાજમાં બેચલર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશ અને શ્લોકાની આ પાર્ટી સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં ચાલી રહી છે. આ પાર્ટી ત્રણ દિવસ સુધી ચાલવાની છે જેમાં ફિલ્મી જગતની હસ્તીઓ અને આકાશ અંબાણીના ખાસ મિત્રો હાજરી આપવાના છે. આ પાર્ટીનું આયોજન સેન્ટ મોરિટ્ઝના સૌથી મોંઘા હોટલ બૈડરટ પેલેસમાં રાખવામાં આવી છે.

આ પાર્ટીમાં બોલીવૂડના સ્ટાર્સ પણ હાજરી આપવાના છે ત્યારે તેઓની તસવીરો સામે આવી છે. જીવીકે ગ્રુપના ચેરમેન સંજય રેડ્ડી પત્ની પિંકી રેડી સાથે પાર્ટીમાં જવા રવાના થઇ ગયા છે. તેમની સાથે કપૂર પરિવારના આદર જૈન અને અરમાન જૈન પણ નીકળી ચુક્યા છે.

ગુજરાતી બિઝનેસમેન પરિવારની વહુ નતાશા પૂનાવાલા પણ પતિ સાથે સ્વિટ્ઝરલેન્ડ ગઈ હતી.

પાર્ટી માટે જતા સમયે મુંબઈ એરપોર્ટ પર રણબિર કપૂર અને આલિયા ભટ્ટ પણ એક સાથે જોવા મળ્યા હતા તો મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ સાથે જ જોવા મળ્યાં હતાં.

બંને એક જ કારમાં બેસીને એરપોર્ટ પહોંચ્યા હતા. કરણ જોહર પણ આ પાર્ટીમાં જવા માટે રવાના થઇ ગયો છે.

જાણકારી મુજબ, 500થી વધુ મહેમાનો ત્રણ દિવસ ચાલનારી આ પાર્ટીમાં હાજરી આપવાના છે, જેમાં ફિલ્મી જગતની મોટી હસ્તીઓ પણ હાજરી આપવાની છે. તેમના માટે બે એરક્રાફ્ટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

સ્વિટ્ઝર્લેન્ડનું સેન્ટ મોરિટ્ઝ દરિયાઈ સપાટીથી 6 હજાર ફૂટ ઉંચાઈ પર આવેલું છે. પાર્ટી આયોજન તળાવ પાસે આવેલી સૌથી મોંઘી હોટલ બૈડરટ પેલેસમાં કરવામાં આવ્યું છે. જ્યા એક રૂમની કિંમત 98,500 રૂપિયા છે, અને સૌથી મોંઘા સ્યુટની કિંમત 3,08,939 રૂપિયા છે.

આકાશ અને શ્લોકાનાં લગ્નના સમારોહો શરુ થઇ ગયા છે, તેમાં સંગીત સંધ્યા એન્ટિલિયા ખાતે યોજવામાં આવી હતી અને ફાલ્ગુની પાઠકે લાઈવ પરફોર્મન્સ પણ આપ્યું હતું. આકાશ અને શ્લોકાનાં લગ્ન 9 માર્ચના રોજ જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાશે, અને 10 માર્ચે રિસેપશન પાર્ટી થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here