આકાશ-શ્લોકાની મહેંદી સેરેમનીમાં છોકરીવાળાઓએ જમાવ્યો રંગ, સામે આવ્યો વિડીયો

0

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. લોકો જાણવા માંગે છે કે દેશના સૌથી ધનિક વ્યક્તિના દીકરાના લગ્નમાં શું-શું થઇ રહ્યું છે. આકાશ અને શ્લોકાનાં લગ્નનું જશ્ન છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યું છે. રોજ કોઈને રસમ કરવામાં આવે છે. ગુરુવારે આકાશ અને શ્લોકાની મહેંદી સેરેમની થઇ.

આ સેરેમનીની કેટ્લીક તસ્વીર અને વિડીયો સામે આવ્યા છે. એક વીડિયોમાં શ્લોકાના મિત્રો અને સંબંધીઓ ડાન્સ કરતા જોવા મળે છે. ત્યારે આ સ્થળની તસવીરો જોઈને સ્પષ્ટ ખબર પડે છે કે મહેંદીનું ફંક્શન કેટલું શાહી હશે.

અત્યાર સુધી દુલ્હો આકાશ અને દુલહન શ્લોકાની ઝલક સામે નથી આવી. મહેંદીના સ્થળને સફેદ અને ગુલાબી ફૂલોથી સજાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા અંબાણી પરિવારે અઠવાડિયા સુધી ચાલનારા અન્ન સેવા કાર્યક્રમની શરૂઆત કરી છે.શ્લોકાની માતા મોના અને પિતા રસેલ મહેતાએ અંબાણી પરિવાર સાથે મળીને લગભગ 2000 બાળકોને ભોજન પીરસ્યું. ધીરુભાઈ અંબાણી સ્કવેરમાં આ પ્રસંગે વિશેષ મ્યુઝિકલ ફાઉન્ટેન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 6 થી 13 માર્ચ સુધી ચાલનારા આ અન્ન સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરના બધા જ અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં રાશન અને અન્ય સામાન પહોંચાડવામાં આવશે.

આ પ્રસંગે આકાશ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. પોઝ આપતા સમયે આકાશે મીડિયાને કહ્યું, ‘શ્લોકાની સ્માઈલ સારી રીતે ક્લિક કરજો પ્લીઝ, એ ઘણી નર્વસ થઇ જાય છે.’ જયારે આકાશને એકલા ફોટો ક્લિક કરાવવા કહેવામાં આવ્યું ત્યારે તેને મજાક કરતા કહ્યું કે લગ્ન થઇ રહયા છે, બર્થડે નથી. હવે અમે બંન્ને બે શરીર એક આત્મા છીએ. જેના પર શ્લોકા શરમાઈને લાલ થઇ ગઈ.

 

View this post on Instagram

 

Anna seva forkids by Ambani family #shlokamehta #akashambani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આકાશની જાન 9 માર્ચના રોજ બપોરે 3.30 વાગે નીકળશે અને સાંજે 7 વાગે જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્નની વિધિઓ થશે. જેના પછી 10 માર્ચના રોજ મંગલ પાઠ રાખવામાં આવશે. ત્યારે 11 માર્ચે રિસેપ્શન થશે, જેમાં બોલિવૂડની હસ્તીઓ પણ સામેલ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here