પરિવાર સહીત નવા વર્ષના જશ્ન માં ડૂબ્યા અજય દેવગન, દીકરી ની તસ્વીર શેયર કરીને કહી આ સુંદર વાત…..

0

અભિનેતા અજય દેવગન પોતાના પુરા પરિવારની સાથે હાલના દિવસોમાં થાઈલેન્ડ માં રજાઓ મનાવી રહ્યા છે. તેની સાથે પત્ની કાજોલ, દીકરી ન્યાસા અને દીકરો યુગ અને અજય ની માં વીણા દેવગન પણ છે.નવા વર્ષના મૌકા પર અજય દેવગન એ દીકરી ન્યાસા ની સાથે એક તસ્વીર શેયર કરી છે અને એક સુંદર વાત કહેતા પણ નજરમાં આવી રહ્યા છે. આ તસ્વીર માં બાપ-દીકરી ની બોન્ડિંગ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અજય દેવગન તસ્વીર ની સાથે લખે છે કે,’લાઈટ તો ખુબ જ શાનદાર છે પણ મારી દીકરી ની આગળ બધું જ ફિક્કું છે. મને વિશ્વાશ છે કે તમારી દીકરીઓ પણ તમારા માટે અનમોલ હશે. વર્ષ 2019 ની દરેક ને શુભકામનાઓ ”.
અજય એ એક અન્ય તસ્વીર શેયર કરી છે જેમાં તેનો દીકરો નજરમાં આવી રહ્યો છે, તેની સાથે અજયે લખ્યું કે,”મારી આંખોમાં મારો દીકરો”.
કાજોલે પણ દીકરા યુગની સાથે એક ક્યૂટ તસ્વીર શેયર કરી છે. આ તસ્વીરો ને જોઈને સમજી શકાય છે કે અજય-કાજોલ પરિવાર ની સાથે આ સમય ને ખુબ એન્જોય કરી રહ્યા છે.કાજોલે દીકરી ન્યાસા ની સાથે પણ એક તસ્વીર શેયર કરી છે, જે ઇન્ટરનેટ પર ખુબ વાઇરલ પણ થઇ રહી છે. કાજોલ-અજય પોતાના બંને બાળકોને ખુબ જ પ્રેમ કરે છે.એક અભિનેતા ની દીકરી હોવાને લીધે ન્યાસા હંમેશા ચર્ચા માં બની રહે છે અને તેની તસ્વીરો પણ વાઇરલ થતી રહે છે. તેની પહેલા પણ અજયે પોતાના પરિવાર ની સાથે તસ્વીરો શેયર કરી હતી, જેમાં તે દરેક મસ્તી કરતા નજરમાં આવી રહ્યા છે.

જો કે અજય ને હાલમાં જ રણવીર સિંહ ની ફિલ્મ સિમ્બા માં પણ મહેમાન ની ભૂમિકા માં જોયા હશે. આગળના વર્ષે અજય દેવગન ટોટલ ધમાલ અને તાનાજી જેવી ફિલ્મો માં નજરમાં આવવાના છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here