અજાણ્યા લગ્ન માં રણવીર સિંહ બન્યો દીવાનો, સુપરસ્ટાર ને સામે જોઈને ચોંકી ગયા વર-વધુ….વિડીયો જોઈ લો

0

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ એ હાલમાં જ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે. બંને એ ઇટલી ના ફેમસ લેક કોમો માં લગ્ન કર્યા હતા અને પછી મુંબઈ આવીને ભવ્ય રીશેપ્શન પાર્ટી આપી હતી. પાર્ટીનો રણવીર-દીપિકા નો ડાન્સ કરી રહેલો વિડીયો પણ ખુબ જ વાઇલર થયો હતો. પણ લાગે છે કે પોતાના જ લગ્ન માં ડાન્સ કરીને પણ રણવીર સિંહ નું મન ભરાયું નથી અને તે ‘બિન બુલાયેં મહેમાન’ ની જેમ કોઈક ના લગ્ન માં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.રણવીર સિંહ ને આ લગ્ન માટે આમંત્રિત પણ કરવામાં આવ્યા ન હતા. છતાં પણ રણવીર તે લગ્ન માં પહોંચ્યા અને ખુબ ડાન્સ કર્યો હતો. રણવીર હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સિમ્બા ના પ્રમોશન માં લાગેલા છે. હાલમાં જ તે મુંબઈ ની એક હોટેલ માં ફિલ્મ નું પ્રમોશન કરવા માટે પહોંચ્યા હતા. તે જ હોટેલ માં કોઈક ના લગ્ન થઇ રહ્યા હતા.લગ્ન ને જોઈને રણવીર સિંહ પણ તેમાં શામિલ થઇ ગયા.
અચાનક રણવીર ને લગ્ન માં શામિલ થાતા જોઈને ત્યાંના મહેમાનો પણ ચોંકી ગયા હતા. અને દરેક કોઈ તેની સાથે તસ્વીરો લેવા લાગ્યા હતા. લગ્ન માં પહોંચીને રણવીર એ વર-વધુ ને આશીર્વાદ પણ આપ્યા હતા. આ દરમિયાન રણવીર એ બ્રાઉન કલર ની જૈકેટ પહેરી રાખી હતી. તેના ફેન્સ લગ્ન ના આ વિડીયો ને પોતાના એકાઉન્ટ પર પણ શેયર કરી રહ્યા છે.જણાવી દઈએ કે ફિલ્મ સિમ્બા માં રણવીર સિંહ ની સાથે સૈફ અલી ખાન ની દીકરી સારા અલી ખાન મુખ્ય ભૂમિકા માં નજરમાં આવવાના છે. અમુક દિવસો પહેલા જ ફિલ્મ નું ટ્રેલર પણ રિલીઝ થયેલું છે. દર્શકો ને ફિલ્મનું ટ્રેલર ખુબ જ પસંદ માં આવી રહ્યું છે. અત્યાર સુધી ફિલ્મ ના બે ગીતો પણ રિલીઝ થઇ ચુક્યા છે. જેને પણ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.જયારે દીપિકા-રણવીર ને લગ્ન પછી તેઓને પહેલી ભેંટ મળી છે. રવિવાર ના રોજ મુંબઈ માં સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ નું આયોજન થયું હતું. જણાવી દઈએ કે રણવીર સિંહ ને સંજય લીલા ભંસાલી ની ફિલ્મ પદ્માવત માટે બેસ્ટ અભિનેતા નો એવોર્ડ મળ્યો છે.  

Video 1:

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here