ઐશ્વર્યા રાઈ બચ્ચન એ શેયર કરી પોતાની સુંદર તસ્વીર, સોશિયલ મીડિયા પર ઘાયલ થયા ફેન્સ….

0

બૉલીવુડ ની વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાઈ બચ્ચન અને અભિષેક બચ્ચન દીકરી આરાધ્યા ની સાથે નવા વર્ષ ની ઉજવણી કરીને મુંબઈ પાછા આવ્યા છે. આ નવા વર્ષ પર ઐશ પોતાના જીવનનું સૌથી યાદગાર વર્ષ બનાવા માગે છે. તેના માટે ઐશ એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસ્વીર શેયર કરી છે. આ તસ્વીરો ને જોઈને ઐશ ના જેટલા વખાણ કરી શકીયે તેટલા ઓછા છે. આ તસ્વીરો માં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ તસ્વીરો માંની સૌથી ખાસ વાત છે તેની આંખો, જે ખુબ જ સુંદર લાગી રહી છે. ઐશ ની આ ફોટો જોઈને કરોડો લોકો તેના દીવાના બની ગયા છે.આગળની સાંજે ઐશ્વર્યા-અભિષેક બચ્ચન અભિનેત્રી સોનાલી બેન્દ્રે ને મળવા માટે તેના ઘરે પહોંચ્યા હતા. અભિષેક અને સોનાલી ના પતિ ગોલ્ડી બહલ એકબીજાના સારા એવા મિત્રો છે. અભિષેકે ગોલ્ડી ની ઘણી એવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય સોનાલી સાથે પણ ઐશ્વર્યા ની સારી એવી મિત્રતા છે. ઐશ્વર્યા અને અભિષેક ગોવા થી 3 જાન્યુઆરી ના રોજ પાછા આવ્યા છે અને તેઓ સોનાલી ને મળવા માટે તેના ઘરે ગયા હતા.અભિષેક-સોનાલી બંને કેઝ્યુઅલ લુકમાં નજરમાં આવ્યા હતા.ઐશ-અભી ના સિવાય ઋત્વિક રોશન ની પૂર્વ પત્ની સુજૈન ખાન પણ સૌનાલી ને મળવા માટે તેના ઘરે આવી પહોંચી હતી. જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ સોનાલી અમેરિકા થી પોતાના કેન્સર નો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી હતી. હાલ તો તે પોતાના ઘરે આરામ કરી રહી છે. 1 જાન્યુઆરી ના રોજ સોનાલી એ પોતાનો 44 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ મૌકા પર ઋત્વિક રોશન અને સુજૈન ખાન પણ પહોંચ્યા હતા. જણાવી દઈએ કે સોનાલી અને સુજૈન ના પરિવાર ની ખાસ મિત્રતા છે.  રિપોર્ટ ના અનુસાર હાલ તો ઐશ્વર્યા રાઈ એ કોઈ ફિલ્મ સાઈન કરી નથી. પણ તે પોતાના સસરા અમિતાભ બચ્ચન ની સાથે નિર્દેશક મણિરત્નમ ની આગળની ફિલ્મમાં નજરમાં આવી શકે તેમ છે.  

કેન્સર થી ઝઝૂમી રહેલી સોનાલીના ચાહકો માટે છે ખુશખબરી, આલીશાન ગાડીમાં એશ્વર્યા અભિષેક મળવા પહોંચ્યા જુવો Photos

બૉલીવુડ ની સુંદર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે 2018 માં ઘણી ચર્ચા માં રહી. 2018 એમની માટે સંઘર્ષ પૂર્ણ વર્ષ રહ્યું. એમને 1 જાન્યુઆરી એ તેનો 44 મો જન્મદિવસ ઉજવ્યો. 2018 માં સોનાલી બેન્દ્રે ને કેન્સર જેવી ખતરનાખ બીમારી નો સામનો કરવો પડ્યો. લાંબા સમય થી કેન્સર ના ઈલાજ માટે એ ન્યુયોર્ક માં રહી. હાલ જ સોનાલી ઈલાજ પછી ભારત પાછી આવી. ભારત આવ્યા બાદ આ શનિવારે એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને એકટર અભિષેક બચ્ચન એમને મળવા એમના ઘરે પહોંચ્યા.

હાલ માં જ સોનાલી બેન્દ્રે કેન્સર નો ઈલાજ કરાવી ને પાછી ફરી. આ દરમિયાન એમના ઘરે બૉલીવુડ સિતારાઓ ની અવરજવર લાગી રહે છે. ઐશ્વર્યા અને અભિષેક એમની નવી ગાડી લઈ અને સોનાલી ને મળવા પહોંચ્યા.

કેઝ્યુઅલ લુક માં નજર આવી ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય એ બ્લેક કલર ની ડ્રેસ અને અભિષેક એ બ્રાઉન કલર ના કપડાં માં નજર આવ્યા. ઐશ્વર્યા અને અભિષેક એ તેમના ઘરે પહોંચી તેમના સ્વાસ્થ્ય વિસે પૂછ્યું.

ઐશ્વર્યા અને અભિષેક ની સાથે સુઝેન ખાન પણ સોનાલી ને મળવા પહોંચી. ઐશ્વર્યા અને અભિષેક ના વર્કફ્રન્ટ ની વાત કરીએ તો બંને જલ્દી એક ફિલ્મ ગુલાબ જામુન માં નજર આવશે.અભિષેક અને ઐશ્વર્યા ના સોનાલી અને તેના પતિ ગોલડી સાથે ઘણા સારા સંબંધ છે. જણાવી દઈએ કે 1 જાન્યુઆરી ના સોનાલી ના બર્થડે ના દિવસે એમના પતિ ગોલડી એ સોશ્યલ મીડિયા પર ખૂબ ઇમોશનલ પોસ્ટ શેર કરી.

ફોટો માં ગોલડી સોનાલી ના કપાળ પર કિસ કરતા દેખાય છે. અને સાથે જ કૈપશન માં લખ્યું કે ,

એવું માનવા માં આવે છે કે તમારો પાર્ટનર જો તમારો એક્સ હોય ,તો એ તમારી તાકાત બની જાય છે એ તમારો સારો મિત્ર પણ હોય છે અને સૌથી વધુ તમારી પ્રેરણા હોય છે. પણ તું મારા માટે આ બધા કરતા ઘણી વધુ છો. ભલે 2018 તારા માટે સંઘર્ષ પૂર્ણ રહ્યું પણ મને તારી હિંમત અને ધૈર્ય પર ગર્વ છે. તે એ બધા ને પ્રભાવિત કર્યા છે જે તને નજીક થી ઓળખે છે.

સોનાલી બેન્દ્રે એ કેન્સર ની જંગ જીત્યા બાદ ખૂબ સારી રીતે એનો બર્થડે અને નવા વર્ષ નું જશ્ન અલગ અંદાઝ માં મનાવ્યાં.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here