ઐશ્વર્યા રાઈ એ કરાવ્યો ફોટોશૂટ, ક્રીમ કલર ની સાડી ની સાથે લાલ રંગ ની લિપસ્ટિક માં લાગી રહી છે એકદમ સુંદર…..

3

ઐશ્વર્યા રાઈ બચ્ચન…જેવું જ આ અભિનેત્રી નું નામ આવે છે તો મન માં મિસ વર્લ્ડ ની ફીલિંગ જરૂર આવી જાય છે. ઐશ ની સુંદરતા ના દરેક લોકો દીવાના છે. અત્યાર સુધી માં ઘણી એક્ટ્રેસ આવી છે પણ કદાચ તેઓની તુલના ઐશ સાથે ક્યારેય થઇ ના શકે.ઐશ જેટલી જ સુંદર વેસ્ટર્ન ડ્રેસ માં લાગે છે, તેટલી જ સુંદર તે ટ્રેડિશનલ ડ્રેસ માં પણ લાગે છે. હાલમાં જ ઐશે ફોટોશૂટ કરાવ્યું છે અને તેની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે.
ઐશ ના આ ફોટોશૂટ સબ્યસાચી મુખર્જી એ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા શેયર કર્યા છે. આ ફોટોઝ માં તે સાડી પહેરેલી નજરમાં આવી રહી છે. ક્રીમ કલર ની સાડી ની સાથે રેડ કલર ની લિપસ્ટિક તેના લુક ને કંપ્લીટ કરી રહી છે. ઐશ ની આ સાડી સબ્યસાચી એ જ ડિઝાઇન કરેલી છે.
જણાવી દઈએ કે ઐશે આ ફોટોશૂટ લોરિયલ પેરિસ માટે કરાવ્યું છે. તે તેની બ્રાન્ડ અમ્બેસેડર છે. આ વેસ્ટર્ન ડ્રેસ માં પણ ઐશ એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે.ફોટોશૂટ સાથે જોડાયેલો એક વિડીયો પણ સબ્યસાચી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થી શેયર કર્યો છે. જેમાં ઐશ પોતાની દિલકશ અદાઓ દેખાડી રહી છે.ઐશ ના દરેક ફોટોઝ સોશિયલ સાઇટ્સ પર ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. જેઓને દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
ઐશ ના આ ફોટોઝ એ સાબિત કરી રહ્યા છે કે તે આજે પણ વિશ્વ સુંદરી કહેવાને લાયક છે.
જણાવી દઈએ કે હાલમાં જ ઐશ એ મનીષ મલ્હોત્રા માટે પણ રૈમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન પણ તેમણે પોતાનો ગ્લેમરસ અવતાર દેખાડ્યો હતો.આ ફેશન શો માં તે પોતાની દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. આ ફેશન શો ના ફોટોઝ પણ ઐશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થી શેયર કર્યા હતા. આ ફેશન શો માં પણ ઐશ ખુબ જ સુંદર લાગી રહી હતી.
આરાધ્યા અને ઐશે એક સરખો જ ડ્રેસ પહેરી રાખ્યો હતો.
વાત કરીયે વર્કપ્લેસ ની તો છેલ્લી વાર તે ફિલ્મ ‘ફન્ને ખાં’ માં નજરમાં આવી હતી. આ ફિલ્મ માં તેની સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ લીડ રોલ માં નજરમાં આવ્યા હતા. આ ફિલ્મમાં ઐશ એ એક પૉપ સ્ટાર નો કિરદાર નિભાવ્યો હતો. હવે પછી ની તેની આવનારી ફિલ્મ ગુલાબ જામુન માં તે પોતાના પતિ ની સાથે નજરમાં આવશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here