ઐશ્વર્યા, કંગના, કરિશ્મા, કૈટરીના..આ અભિનેત્રી જેલ્યું હતું મારપીટ અને અકુદરતી જાતીય સંબંધ સુધીનું દર્દ..વાંચો આર્ટિકલ

બોલીવુડની ચમચમાતી દુનિયા જેટલી સુંદર દેખાય છે એટલી જ બદરંગ પણ છે.અહી હર રોજ ન જાણે કેટલા રીશ્તાઓ જોડાય છે અને ન જાણે કેટલા તૂટતા હોય છે. પણ, બોલીવુડમાં અમુક રીશ્તાઓ એવા પણ રહ્યા છે જે પોલીસ કેસ સુધી જઈ પહોંચ્યા છે. આજે અમે બોલીવુડનાં તે 8 રીશ્તાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એકટર અને એક્ટ્રેસની વચ્ચે ઝગડાઓ શરુ થઈને મારપીટ અને અનનેચરલ જાતીય સંબંધ સુધી પહોંચી ગયા હતા.1. ઐશ્વર્યા રાઈ અને સલમાન ખાન:
ઐશ્વર્યા રાઈ અને સલમાન ખાનનાં અફેઈર વિશે કોણ નહિ જાણતું હોય. આ બંનેનો અફેઈર એક જમાનામાં સૌથી વધુ ચર્ચિત રહ્યો હતો. હમ દિલ દે ચુકે સનમ નાં સેટ પરથી શરુ થયેલી પ્રેમ કહાની પછી ખુબ જ દર્દનાક બની ગઈ હતી. બ્રેકઅપ પછી ઐશ્વર્યા રાઈએ સલમાન ખાન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. એક સાક્ષાતકારમાં ઐશ્વર્યાએ કહ્યું કે, ‘અમારી વચ્ચે અમુક એવો સમય પણ આવ્યો હતો જ્યારે સલમાને મારી સાથે માર-પીટ કરી હતી”. વર્ષ 2000 માં ઐશ્વર્યાએ માતા-પિતાને સલમાનનાં વિરુદ્ધ ધમકી આપવા પર અને જબરદસ્તી ઐશનાં ઘરમાં ઘુંસી જવાની કોશીસ પર સલમાનના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

2. કંગના રનૌત અને આદિત્ય પંચોલી:હાલમાં જ જ્યારે કંગનાએ બોલીવુડનાં એક વૃદ્ધ આદમી દ્વારા દુર્વ્યવહાર કરવાનો બયાન આપ્યો હતો તો દરેક લોકો એ સમજી ગયા કે તે પોતાના એક્સ બોયફ્રેન્ડ આદિત્ય પંચોલીની વાત કરી રહી છે. કંગનાએ કહ્યું હતું કે, તે ખુબ જ કઠીન હતું, મારી સાથે શારીરિક રૂપથી દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તે આદમી જે મારા પિતાના ઉમરનો હતો જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે મારા માથા પર જોરથી માર્યું હતું, અને લોહી વહેવા લાગ્યું હતું.

3. જીયા ખાન અને સુરજ પંચોલી:અહી કહી શકાય છે કે જેવા પિતા તેવો જ દીકરો. સુરજ પંચોલી પર જીયા ખાનનાં આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ લાગ્યો હતો. સુરજની ધરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2013 માં જીયાનાં આત્મહત્યા કેસમાં આરોપી બતાવામાં આવ્યો હતો. એ પણ આરોપ હતો કે સુરજે જીયાની સાથે શારીરિક રૂપથી દુર્વ્યવહાર કર્યો હતો.

4. કરિશ્મા કપૂર અને પતિ સંજય:કરિશ્મા કપૂર અને સંજય કપૂરનો તલાક થઇ ચુક્યો છે. બન્નેનાં લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા હતા. કરિશ્માએ કહ્યું હતું કે તેના પતિ તેને શારીરિક રૂપથી પ્રતાડિત કરે છે. કરિશ્મા પર સંજયનો આરોપ લાગ્યો કે કરિશ્માએ માત્ર તેની સાથે પૈસા માટે જ લગ્ન કર્યા હતા.

5. કૈટરીના કૈફ અને સલમાન ખાન:સલમાન ખાન એકલા જ એવા વ્યક્તિ છે જેનું નામ બે વાર આ લીસ્ટમાં આવ્યું છે. જાણકારી અનુસાર એક વાર સલમાન કૈટરીનાનાં કપડાને લઈને એટલા નારાજ થયા હતા કે તે પોતાનો હોંશ જ ખોઈ બેઠા હતા અને તેને શારીરિક રૂપથી પ્રતાડીટ કરી હતી.
6. પ્રીતિ ઝીન્ટા અને નેસ વાડિયા:પ્રીતિ ઝીન્ટા અને નેસ વાડિયાનું અફેઈર 2005 માં શરુ થયું હતું, પણ પ્રીતિનાં કેરિયરમાં પડતી આવવાની સાથે સાથે બંને વચ્ચે જગ્ડાઓ પણ શરુ થઇ ગયા હતા. વર્ષ 2014 માં પ્રીતિને નેસ પર મારપીટ કરવાનો આરોપ નાખ્યો હતો. પ્રીતિએ કહ્યું હતું કે વર્ષ 2009 માં પણ એક પાર્ટી નાં દરમિયાન તેની સાથે મારપીટ કરી હતી.

7. યુક્ત મુખી અને પ્રિન્સ તુલી:પૂર્વ મિસ વર્લ્ડ રહી ચુકેલી યુક્તા મુખીએ આગળના વર્ષ જ ઉદ્યોગપતિ પ્રિન્સ તુલીની સાથે લગ્ન કર્યા હતા. પણ, હાલ માં જ એવી ખબરો સામે આવવા લાગી છે કે યુક્ત પોતાના પતિને છોડી ચુકી છે. યુકતાએ પોતાના પતિના વિરુદ્ધ અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવાનો આરોપ નાખતા ફરિયાદ નોંધાવી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!