ઐશ્વર્યા રાયને એકાંતમાં મળવા માગતો હતો આ ફિલ્મ પ્રોડ્યૂસર, અનેક એક્ટ્રેસ પર બળાત્કારનો છે આરોપ – ચોકાવનારું કાળું સત્ય વાંચો

0

આજના સમયમાં બોલીવુડ ફિલ્મો અને સાથે જ તેમાં કાર્ય કરતા કીરદારો પણ પ્રશંસાને પાત્ર છે. જો કે બધા અભિનેતાઓ તથા અભિનેત્રીઓ પોતાની રીતે સારો એવો અભિનયતો કરે જ છે જેને લીધે ફિલ્મ સુપર હિટ સાબિત થાય છે અને સારી એવી કમાણી કરે છે. પણ એક સફળ મુવી બનવામાં માત્ર સ્ટાર્સજ નહી પણ સ્ટોરી લખનાર એટલેકે પ્રોડ્યુસરનું પણ તેટલુંજ મહત્વ હોય છે. જો કે બોલીવુડ ફિલ્મોના અભિનેતાઓ તથા પ્રોડયુસરને તો દરેક કોઈ જાણે જ છે. પણ આજે અમે હોલીવુડ ફિલ્મોના એક એવા પ્રોડ્યુસરની વાત કહેવા જઈ રહ્યા છીએ જેને સાંભળતાજ તમારા હોંશ ઉડી જાશે.

તમને જણાવી દઈએ કે બોલીવુડની જેમ હોલીવુડ ફિલ્મોનાં કીરદારો પણ સતત ચર્ચામાં રહેતા હોય છે. સાથે જ તેમાંના અભિનેતાઓ ની જાણ તમને તો હશેજ. પણ આજે અમે હોલીવુડ ફિલ્મોના એક ફિલ્મ પ્રોડ્યુસરનો એક એવો રાઝ ખોલવા જઈ રહ્યા છીએ જે માત્ર હોલીવુડ સાથે જ નહિ પણ બોલીવુડ સાથે પણ જોડાયેલા છે.

રીપોર્ટની જાણકારી પ્રમાણે હોલીવુડ ફિલ્મોમાં કાસ્ટિંગ કાઉચ પ્રોડ્યુસરની પોલ ખોલવાનો કાર્યક્રમ શરુ કર્યો છે, જેમાં સૌથી પહેલા ક્રમ પર એક પ્રોડ્યુસર નું નામ આવી રહ્યું છે જે હોલીવુડ ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર હાર્વે વિઈંસ્ટાઈન છે. જો કે એ વાત માં કાઈ ખોટું નથી કે, ફિલ્મ નાં શુટિંગ દરમિયાન કે અન્ય કોઈ બાબતમાં પ્રોડ્યુસરનું વધારે મહત્વ છે અને કદાચ ફિલ્મોમાં તેમના આદેશ હેઠળજ બધા કામ થાતા હોય છે.

વાત કાઈક એમ છે કે, હાર્વે વિઈંસ્ટાઈન પર ઘણી અભિનેત્રીઓએ જાતીય શોષણ કર્યાનો આરોપ નાખ્યો છે. જેમાં હોલીવુડની જાણીતી અભિનેત્રીઓ જેવી કે એન્જેલીના જોલી અને ગ્વેનેથ પેલટ્રો નો સમાવેશ થાય છે.પણ, ચોકાવનારી અને નવાઈની વાત એ છે કે હોલીવુડ ફિલ્મના આ પ્રોડ્યુસરે માત્ર હોલીવુડજ નહિ પણ બોલીવુડ અભીનેત્રીઓને પણ નથી છોડી.

હવે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ, એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ તો જાણ નથી પણ રીપોર્ટ કાઈક એવું કહે છે કે, આ હાર્વે વિઈંસ્ટાઈને ઐશ્વર્યા રાય સાથે એકાંતમાં મળવાની ઈચ્છા વ્યક્ત કરવાનો ખુલાસો બહાર આવ્યો છે.

પણ તે સમયે ઐશ્વર્યા રાયનાં મેનેજર સિમોન શિફિલ્ડે નકારી કાઢી હતી. લાગે છે કે હાર્વે વિઈંસ્ટાઈન જાતીય શોષણ માટેનું ઘર બની ગયા છે. આ સિવાય અન્ય એક અમેરિકન અભિનેત્રી રોજ મેકવોગાને પણ હાર્વી વાઈન્સ્ટીન પર શુક્રવારના રોજ અશ્લીલ હરકત કર્યાનો આરોપ નાખ્યો હતો.

જો કે રોજ મેકવોગને વાઈન્સ્ટીન પર ટ્વીટ કરતા આ બાબત નો ખુલાસો કર્યો હતો, પણ એમેઝોન સ્ટૂડિયોના પ્રમુખ રોય પ્રાઈસે તેને અવગણી હતી. પણ વાઈન્સ્ટીને પર અભિનેત્રીઓ દ્વારા નખાયેલા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. હોલીવુડનાં આ પ્રોડ્યુસરે ઘણી અભિનેત્રીઓનું જાતીય શોષણ કકર્યું છે, જોઈએ તેનો ચુકાદો ક્યારે આવે અને ઇન્સાફ મળે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!