જણાવી દઈએ કે પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય 45 વર્ષ ની થઇ ચુકી છે. ઐશ એ વર્ષ 1994 માં આ ખિતાબ ને પોતાના નામ પર કર્યો હતો અને તેના પછી ફિલ્મી સફર ની શરૂઆત થઇ. ઐશ્વર્યા પહેલી વાર મણિરત્નમ ની ફિલ્મ ‘ઈરુવર’ માં નજરમાં આવી હતી અને તેના પછી તેની હિન્દી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ રીલિઝ થઈ હતી. જો કે તેને સફળતા ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ દ્વારા મળી હતી. ઐશ ને ઇન્ડસ્ટ્રી માં આવ્યા ના 24 વર્ષ થઇ ગયા છે.આજે અમે તમને ઐશ-અભી ની લવ સ્ટોરી વિશે જણાવીશું જેણે બૉલીવુડ માં એક સમયે હલ્લો મચાવી દીધો હતો.ઐશ-અભી ના લગ્ન ને 11 વર્ષ થઈ ચૂક્યાં છે. આ લાંબા સમયમાં તેઓનું રિલેશન ખુબ જ મજબૂત રહ્યું અને સાથે જ એવું લાગે છે કે જાણે કે કાલે જ ઐશ બચ્ચન પરિવાર ની વહુ બની છે. ઐશ-અભી ની પહેલી મુલાકાત વર્ષ 2000 માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ’ કે ના સેટ પર થઇ હતી. જો કે તે સમયે ઐશ કોઈ બીજા ને ડેટ કરી રહી હતી અને ઐશ-અભી માત્ર સારા એવા મિત્રો જ હતા.
તે સમયે ઐશ સલમાન ખાન ને તો અભિષેક કરિશ્મા કપૂર ને ડેટ કરી રહ્યા હતા. જો કે આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. કોઈ કારણ ને લીધે અભિષેક સાથે ની કરિશ્મા ની સગાઈ તૂટી ગઈ અને ઐશ નું પણ સલમાન ખાન સાથે બ્રેકઅપ થઇ ગયું. કહેવામાં આવે છે કે સલમાન ના ખરાબ વર્તાવ ને લીધે ઐશ ખુબ જ હેરાન થઇ ગઈ હતી અને બંને એ બ્રેકઅપ લઇ લીધું.
સલમાન સાથેના બ્રેકઅપ પછી ઐશ્વર્યા એકદમ તૂટી ગઈ હતી અને તે સમયે તેને અભિનેતા વિવેક ઓબેરોય એ સહારો આપ્યો,અને પ્રેમમાં પડી ગયા જો કે અમુક સમય પછી બંને નું બ્રેકઅપ થઇ ગયું. કહેવામાં આવે છે કે સાચો પ્રેમ પોતાનો રસ્તો પોતાની જાતે જ શોધી લે છે અને આ વાત ઐશ-અભી માટે સાચી સાબિત થઇ. ઐશ એ વર્ષ 2005 માં ફિલ્મ ‘બન્ટી ઔર બબલી’ ના સેટ પર કજરારે ગીત પર ડાન્સ કર્યો હતો. આ ગીત ખુબ જ હિટ થયું હતું જેના પછી ઐશ-અભી લગાતાર 3 ફિલ્મોમાં નજરમાં આવ્યા હતા ઉમરાવ જાન, ધૂમ-2 અને ગુરુ.
વર્ષ 2006 થી 2007 સુધી બંને નું મળવાનું વધી ગયું હતુ, અને કહેવામાં આવે છે કે ફિલ્મ ગુરુ ની શૂટિંગ દરમિયાન જ આ બંને વચ્ચે નજીકતા વધી ગઈ હતી.તેના પછી ગુરુ ફિલ્મ ના ટોરેન્ટો પ્રીમિયર માં અભિષેકે ઐશ ને પ્રપોઝ કર્યું હતુ અને તેના પ્રસ્તાવ નો ઐશ એ તરત જ સ્વીકાર કરી લીધો હતો.
એક ઇન્ટરવ્યૂ માં અભિષેક પોતાની લવ સ્ટોરી વિશે જણાવતા કહ્યું કે,”અમુક સમય પહેલા તે ન્યુયોર્ક માં ફિલ્મ ની શૂટિંગ કરી રહ્યા હતા. હું મારા હોટેલ રૂમ ની બાલ્કની માં ઉભો રહીને એ વિચારી રહ્યો હતો કે એક દિવસ ઐશ ની સામેં ઘૂંટણ પર બેસીને લગ્ન માટે પ્રપોઝ કરીશ. અમુક વર્ષ પછી ગુરુ ફિલ્મ ના પ્રીમિયર માં તે ઐશ ને તે જ બાલ્કની માં લઈને ગયા અને લગ્ન માટે નો પ્રસ્તાવ મુક્યો. જણાવી દઈએ કે હાલ આ જોડી ફિલ્મ ‘ગુલાબ જામુન’ માં નજરમાં આવી શકે તેમ છે.
Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
