અભણ પણ કરી શકે છે આ નોકરી…પગાર હોય છે કરોડોમાં, રસપ્રદ અને કામની જાણકારી મેળવો

0

આપણે ઘણીવાર મુસાફરી કરવા માટે ફલાઈટ્સ લઈએ છીએ, પણ કોઈ દિવસ વિચાર્યું છે કે રસ્તા પર જે રીતે ટ્રાફિક હોય છે એ રીતે હવામાં પણ ઘણા બધા વિમાનો એક સાથે હોય છે અને તે એકબીજા સાથે ટકરાતા નથી. એરપોર્ટ પર પણ લેન્ડ કરવા કે ફલાઇટ ટેકઓફ કરવા માટે તેમને આદેશ આપવામાં આવે એ પછી જ વિમાનો ઉંડાન ભરે છે કે રનવે પર ઉતરે છે. આ બધી જ કામગીરીમાં એર ટ્રાફિક કંટ્રોલર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

એર ટ્રાફિક કંટ્રોલર એ એરપોર્ટની અંદર અને તેની આસપાસ એર ટ્રાફિકની ગતિવીધી પર નજર રાખે છે તેમજ તેને દિશા સુચન કરે છે અને ચોક્કસ હવાઇ માર્ગો પર એરોપ્લેનને એકબીજાથી સુરક્ષિત અંતર રાખવામાં માર્ગદર્શન આપે છે. તેઓ એરપોર્ટ પરના તમામ એરોપ્લેનનું સુરક્ષિત આગમન અને પ્રસ્થાનનું સંચાલન કરે છે. જે કામગીરી માટે તેઓ રડાર અને અન્ય હાઇ-ટેક સાધનોનો ઉપયોગ કરે છે. પાયલોટને વિમાનના સુરક્ષિત ઉતરાણ, ઉડયનને માટે હવામાન, પવન, દ્રશ્યતા, ગતી સબંધી માહિતી આપે છે. એરપોર્ટના ગ્રાઉન્ડ ઉપર રહેલ એર ટ્રાફિક ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખે છે.
ગ્રાઉન્ડ ટ્રાફિક મેનેજમેન્ટની નિયત પ્રકિયા અનુસાર પાયલોટને વિમાનના સુરક્ષિત ઉતરાણ, ઉડયનને માટે સુચના આપે છે.

ન્યુઝીલેન્ડમાં આ નોકરી માટે કોઈ જ ડિગ્રી કે ક્વોલિફિકેશનની જરૂર નથી પડતી. અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનું હોય છે અને તેનું વાર્ષિક પગાર અંદાજે 1.5 કરોડ રૂપિયા હોય છે. પરંતુ દુવિધા એ હોય છે કે આ નોકરી કોઈ કરવા નથી માંગતું.

ન્યૂઝીલેન્ડમાં એર ટ્રાફિક કંટ્રોલરની નોકરી માટે કંપની કરોડોનું પેકેજ ઓફર કરે છે. આ કામ કરવા માટે કંપની ઉમેદવાર પાસેથી પણ કોઇપણ ડિગ્રી કે ક્વોલિફિકેશન માંગતી નથી. એક જ શરત છે કે ઉમેદવારની ઉમર 20 વર્ષથી વધુ હોવી જોઈએ.

પરંતુ આ કામ કરવાવાળા લોકોની કમી જ રહે છે કારણ કે લોકોને લાગે છે કે તેઓ આ કામ કરવાને લાયક નથી. આ સિવાય ઘણા લોકોને આ કામ ખૂબ જ જોખમવાળું લાગે છે. કારણ કે એર ટ્રાફિક કંટ્રોલરનું કામ એરપોર્ટ પરના તમામ એરોપ્લેનનું સુરક્ષિત આગમન અને પ્રસ્થાનનું સંચાલન કરવાનું હોય છે. અને એર ટ્રાફિક કંટ્રોલરની નાની ભૂલ પણ સેંકડો લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે.

ન્યુઝીલેન્ડ એર લાઈન પાઇલોટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ટિમ રોબિન્સન કહે છે કે આ નોકરીમાં પૈસા ખૂબ જ છે પરંતુ ખૂબ જ તણાવપૂર્ણ કામ હોય છે. અહીંના મોટેભાગના રિજનલ એરપોર્ટ્સ પર ફક્ત એક જ એર ટ્રાફિક કંટ્રોલર હોય છે અને એરવેઝ તેમને શિફ્ટ દરમ્યાન વોશરૂમ જવાની કે જમવા માટેની પણ બ્રેક નથી આપતા. એક જ વ્યક્તિ હોવાના કારણે તેઓ ટોયલેટ જવા માટે પણ બ્રેક નથી લેતા, અને બ્રેક લેવી હોય તો તેઓએ એરસ્પેસ ક્લોઝ કરીને જવું પડે છે. ઘણીવાર તો એ લોકોએ રેડિયો બાથરૂમમાં સાથે લઈને જવો પડે છે અને ત્યાંથી એર ટ્રાફિકને કંટ્રોલ કરવાનું કામ કરવું પડે છે.

આ નોકરી કરવા માટે ઉમેદવારે 20 વર્ષથી વધુની ઉંમરના હોવું પડે. અને તેમની ફિટનેસ ચેક કરતા બાદ સિલેક્ટેડ ઉમેદવારેનું ઓનલાઇન એસેસમેન્ટ થાય છે, જેમાંથી પાસ થયા પછી જ તેમને કંપની તરફથી એક ટ્રેનિંગ આપવામાં આવે છે, પરંતુ ઓનલાઇન એસેસમેન્ટમાંથી દરેક વ્યક્તિ પાસ નથી થઇ શકતા.

અંદાજિત 12 મહિનાની પેડ ટ્રેનિંગ હોય છે. જેમાં 6 મહિના કલાસરૂમમાં અને સિમ્યુલેટર ટ્રેનિંગ આપવામાં આવે છે અને બાકીના છ મહિના તેઓને જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે. અને પછી તેઓના કામને જોઈને તમને નોકરી આપવામાં આવે છે. અંદાજે 300 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર જ અહીં સુધી પહોંચી શકે છે.

એર ટ્રાફિક કંટ્રોલરને રડાર પર વિમાનની દેખરેખ રાખવા, પાયલોટ સાથે સંદેશા વ્યાવહાર બનાવી રાખવા અને એરપોર્ટના હવાઇક્ષેત્ર બહાર રહેલ વિમાનને માર્ગદર્શન કરવા પ્રશિક્ષિત કરવામાં આવે છે. એર ટ્રાફિક કંટ્રોલર દ્વારા સંચાલિત એન-રૂટ કંટ્રોલ સેંટરથી એર ટ્રાફિકને માર્ગદર્શન અને નિયંત્રિત કરવામાં આવે છે. એર ટ્રાફિક કંટ્રોલર એરોપ્લેન સબંધી આપાતકાલિન સ્થિતી સમયે બચાવ ટુકડીને એલર્ટ કરે છે.

આ વાત થઇ ન્યુઝીલેન્ડમાં એર ટ્રાફિક કંટ્રોલરની નોકરી માટેની પરંતુ ભારતમાં એવું નથી. ભારતમાં એર ટ્રાફિક કંટ્રોલર બનવા માટે ડિગ્રી લેવી પડે છે. અને એ ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલર માટે માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (AAI) લેખિત પરિક્ષા, ઇન્ટર્વ્યુ, મેડિકલ ટેસ્ટ લે છે. જેના માટે ઉમેદવારની મહતમ વય મર્યાદા 28 વર્ષ હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here