બડગામમાં ચોપર ક્રેશમાં ચંદીગઢના સિદ્ધાર્થે ગુમાવ્યો પોતાનો જીવ,પિતા બોલ્યા-”મને દુઃખની સાથે ગર્વ પણ…”

0

જમ્મુ કાશ્મીરના બડગામમાં બુધવારના રોજ ક્રેશ થયેલા સેનાના એમઆઈ-17 હૅલીલોકૉપ્ટર માં બે પાઇલોટ સહીત સાત લોકોની મૃત્યુ થઇ ગઈ. આ ઘટનામાં ચંદીગઢના પાઇલોટ સિદ્ધાર્થ વશિષ્ઠએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્ક્વાર્ડન લીડર સિદ્ધાર્થ(31 વર્ષ)ઉપરાષ્ટ્ર્પતિ, એયર ચીફ માર્શલ અને પ્રધાનમંત્રીની સાથે લઈને હવાઈ યાત્રા કરી ચુક્યા હતા. ઘટનાની ખબર આવતા જ તેના સેક્ટર-44 સ્થિત ઘરે માતમ છવાઈ ગયો. સિદ્ધાર્થ ત્રણ બહેનનો પછીના એકમાત્ર નાના ભાઈ હતા. તેના નિધનની ખબર પછી ઘરમાં દુઃખના વાદળો છવાઈ ગયા છે.સિદ્ધાર્થની દાદી વારંવાર તેની તસ્વીર જોઈને એજ જ વાત કહી રહી છે કે,”मेरे सोहणे मुखड़े वाला बच्चा मुझे छोड़ गया। સિદ્ધાર્થના પિતા જદગીશ વશિષ્ઠ પણ આર્મીમાં રહી ચુક્યા છે. સિદ્ધાર્થ 154 હૅલીલોકૉપ્ટર યુનિટથી હતા. તેના નિધનની ખબર તેના ટિમ મેમ્બરે જ આપી હતી. ચાર પેઢીઓથી પરિવારમાં દરેક ફૌજી, પત્ની પણ એરફોર્સમાં સ્ક્વાર્ડન લીડર:
સિદ્ધાર્થ વશિષ્ઠના પિતાએ જણાવ્યું કે તેનો પૂરો પરિવાર દેશ સેવામાં જ સમર્પિત રહ્યો છે. આગળની ચાર પેઢીઓથી તેના પરિવારમાં દરેક ફૌજી છે.સિદ્ધાર્થની પત્ની આરતી સિંહ પણ એયરફોર્સમાં સ્ક્વાર્ડન લીડર છે. પિતાએ કહ્યું કે સિદ્ધાર્થ બાળપણથી જ કહેતો હતો કે તેને પોતાના દાદા રિટાયર્ડ સુબેદાર મેજરની જેમ જ ફૌજમાં જાવું છે.

વર્ષ 2010 માં એરફોર્સમાં તેની ભરતી થઇ હતી. તે ઉપરાષ્ટ્ર્પતિ, એયરચીફ માર્શલ અને પ્રધાનમંત્રીને સાથે લઈને પણ હવાઈ યાત્રા કરી ચુક્યા છે. નાની એવી ઉંમરમાં ઘણા એવોર્ડ પણ જીતી ચુક્યા હતા. કેરળમાં આવેલા પૂરના સમયે પણ તે ઘણા સમયથી કેરળમાં બચાવ કાર્યમાં લાગી રહ્યા હતા. જુલાઈમાં સિદ્ધાર્થ અને તેની પત્ની આરતીની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં થઇ હતી. પિતા એ કહ્યું કે સિદ્ધાર્થ ખુબજ બહાદુર હતો.

17 વર્ષ પહેલા 25 ફેબ્રુઆરીના રોજ મામા પણ થયા હતા શહિદ:પિતાએ કહ્યું કે સિદ્ધાર્થે એયરફોર્સમાં જાવાનો નિર્ણય પોતાના મામાને જોઈને લીધો હતો. મામા વિનીત ભારદ્વાજ ઠીક 17 વર્ષ પહેલા 25 ફેબ્રુઆરીના રોજ કો મિગ-21 ના ક્રેશ થવાને લીધે શહીદ થયા હતા. તેમણે કહ્યું કે પરિવારમાં આવી ઘટના બીજી વાર થઇ છે છતાંપણ તેઓનો આત્મવિશ્વાષ અને જુસ્સો ઓછો થયો નથી.

રોતા રોતા પિતાએ કહ્યું કે 20 ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થના દીકરા અંગદનો બીજો જન્મદિવસ હતો. દરેક કોઈ ખુબ જ ખુશ હતા, પણ કોને ખબર હતી કે બે વર્ષનો માસુમ દીકરો પોતાના પિતાને હવે ક્યારેય પણ જોઈ નહિ શકે.સિદ્ધાર્થના લગ્ન વર્ષ 2013 માં થયા હતા.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here