એરહોસ્ટેસે નોકરીની ચિંતા કર્યા વિના છલાંગ લગાવી બચાવ્યો બાળકનો જીવ – વાંચો અહેવાલ

0

સોશિયલ મીડિયા પર મીતાંશી વૈદ્યા નામની એક એરહોસ્ટેસેનાં ખુબ વખાણ થઇ રહ્યા છે. મીતાંશીનો આ વિડીયો તેજીમાં મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આગળના મહિનામાં મુંબઈ એઈરપોર્ટ પર આ એરહોસ્ટેસે એક બાળક માટે દેવદૂત બનીને સામે આવી. એક મહિલા પોતાના નાના બાળક સાથે અમદાવાદ જઈ રહી હતી. એઈરપોર્ટ પર સિક્યુરીટી તપાસ દરમિયાન કાઉન્ટર પર જઈ જ રહી હતી કે અચાનક તેના હાથમાંથી બાળક સરકી ગયું – આ દરમિયાન એરહોસ્ટેસે ને લીધે મહિલાનું બાળક સહી સલામત રહ્યું અને તેને એક પણ ઈજા ન થઈ. 10 મહિનાના આ બાળકને બચાવ્યા બાદ દરેક જગ્યાએ મીતાંશીનાં વખાણ થઇ રહ્યા છે.બાળકને બચાવાનાં સમયે એરહોસ્ટેસને થઇ ઈજા:

બાળકને બચાવાના સમયે મીતાંશી વૈદ્યાને ઈજા પણ થઇ હતી. કહેવામાં આવે છે કે એરહોસ્ટેસેને ચેહરા પર ઈજા થઇ હતી. મીતાંશીએ જે બાળકને બચાવ્યો તેની માં એક પ્રાઈવેટ કંપની માં એમડી છે. ગુલાફા શૈખ નામની આ મહિલાએ હવે જેટ Airway ને પત્ર લખીને એરહોસ્ટેસને ધન્યવાદ પાઠવ્યા હતા. પોતાના પત્રમાં ગુલાફા શૈખે લખ્યું કે મીતાંશીને લીધે તેના બાળકની જિંદગી બચી ગઈ છે.

બાળકની માં ને કહ્યું દુવાઓમાં યાદ રાખજો:

બાળકની માં એ મીતાંશીને તેનો ફોન નંબર માગ્યો અને કહ્યું કે તે તેને ભેંટ આપવા માગે છે. આ પર મીતાંશી એ કહ્યું કે તે કંપની પોલીસીને લીધે પોતાનો નંબર ન આપી શકે, માત્ર તમે મને દુવાઓમાં યાદ રાખજો. મીતાંશી જેટ એરવેસમાં જુન 2016 થી કેબીન કૃ નાં તરીકે પર કામ કરી રહી છે. એક અધિકારીએ એ પણ જણાવ્યું કે મીતાંશી જુડોમાં કામ કરી રહી છે, તેને ગીત-સંગીત અને નૃત્યમાં ખુબ જ રૂચી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!