શ્રી દેવીના નિધન પર કોંગ્રેસે કર્યું આવું Tweet, લોકો બોલ્યા-કંઇક તો શરમ કરો યાર અને પછી….

0

બોલીવુડ ની ‘ચાંદની’ એટલે કે શ્રી દેવી હંમેશા માટે ગુમ થઇ ગઈ છે. શનિવાર રાતે દુબઈમાં હાર્ટ એટેક આવવાથી ‘મિસ હવા હવાઈ’ નાં નમાંથી ફેમસ શ્રી દેવીનું નિધન થઇ ગયું છે.

‘રૂપ કી રાની’ નાં આવી રીતે અચાનક ખામોશ થઇ જવા પર PM મોદી સહીત ઘણા રાજનીતિક હસ્તીઓને ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે, પણ કોંગ્રેસનાં ટ્વીટ ને લઈને વિવાદ ઉભો થઇ ગયો છે.

શ્રી દેવીના નિધન પર ઇંડિયન નેશનલ કોંગ્રેસના ઓફીશીયલ ટ્વીટર એકાઉન્ટથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. તેમાં કોંગ્રેસે બોલીવુડ એક્ટ્રેસના અસામયિક મૌત પર શૌક વ્યક્ત કરતા જણાવ્યું કે તેને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યુપીએ) સરકારનાં દૌરાન ‘પદ્મ શ્રી’ પુરસ્કાર મળ્યું હતું.

કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, ‘શ્રી દેવીના નિધન ની ખબર સાંભળીને અમે ખુબજ દુઃખી છીએ. એક દમદાર અભિનેત્રી પોતાના કામથી હંમેશા અમારા દિલોમાં રહેશે. તેના પ્રિયજનો માટે અમારી સૌથી ગેહરી સવેદના છે. તેને યુપીએ સરકારના દૌરાન 2013 માં ‘પદ્મ શ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલી હતી’.

કોંગ્રેસના આવા ટ્વીટ પર ઘણા એવા સોશિયલ મીડિયા યુઝર લોકોએ આપત્તિ જતાવી છે. એક યુઝરે આ ટ્વીટ માં યુપીએ સરકારમાં શ્રી દેવી ને પદ્મશ્રી એવોર્ડ મળવા વાળી લાઈનને લઈને એતરાઝ જતાવ્યો છે. યુઝરે લખ્યું કે, ‘તેને યુપીએ સરકારના દૌરાન 2013 માં પદ્મશ્રી સાથે સન્માનિત કરવામાં આવી હતી. શું તમે સીરીયસ છો? શું કોઈ જાણીતી અને ફેમસ અભિનેત્રીના નિધન પર શોક જાહેર કરવા માટે આ લાઈન લખવી જરૂરી હતી? પ્લીઝ મૌતને લઈને રાજનીતિ કરવાનું બંધ કરો. તમે માનવતાનું અપમાન કરી રહ્યા છો. શર્મ કરો કોંગ્રેસ’.

સાથે જ એક બીજા યુઝરે પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના ટ્વીટને રીટ્વીટ કરવાની સાથે યુઝરે લખ્યું કે, ‘આ પ્રકારના કોમેન્ટ્સથી હેરાન નથી, જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવગાંધી પ્ર્ધાનમંત્રી હતા, ત્યારે શ્રી દેવી જીવિત હતી. પણ, મોદી સરકારમાં તેનું નિધન થઇ ગયું, શર્મ કરો’.

Story Author: GujjuRocks Team


તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡