અહીંયા 500 નો સામાન મળે છે માત્ર 50 રૂપિયા માં, અઠવાડિયા માં એક દિવસ લાગે છે બજાર, વાંચો માહિતી….

ભારતમાં ઘણા એવા માર્કેટ છે જ્યાં બ્રાન્ડેડ સામાન સસ્તા ભાવમાં આસાનીથી મળી જાય છે. જયારે પણ સૌથી સસ્તો સામાન મળવાની વાત કરવામાં આવે છે તો આવા પ્રકારના માર્કેટમાં સૌથી પહેલું નામ આવે છે દિલ્લીનું.

દિલ્લીમાં સ્થિત ચાંદની ચૌક, નહેરુ પ્લેસ, પાલિકા બજાર સહીત ઘણા સ્થાનો પર 500 રૂપિયાની ચીજો માત્ર 100 કે 150 રૂપિયામાં આસાનીથી મળી જાય છે. જણાવી દઈએ કે દિલ્લીમાં એક માર્કેટ એવું છે જ્યાં તમે 500 રૂપિયાની ચીજો માત્ર 40 કે 50 રૂપિયામાં ખરીદી શકો છો.દિલ્લીના આ માર્કેટનું નામ છે ચોર બજાર. જે વ્યક્તિ દિલ્લીના છે કે જે ક્યારેય દિલ્લી ગયા છે તેઓને આ બજાર વિશે ખુબ જ સારી રીતે જાણકારી હશે. જણાવી દઈએ કે આ માર્કેટમાં ચોરીના સામાનથી લઈને ઘણા પ્રકારના નવા-નવા પ્રોડક્ટ્સ પણ મળે છે.

તેને એશિયાનું સૌથી સસ્તું માર્કેટ પણ કહેવામાં આવે છે. આ માર્કેટમાં તમને હજારો પ્રકારની આઈટમ મળી જાશે. જો તમારી પાસે 2000 રૂપિયા છે, તો તમે આ માર્કેટથી ઘણું એવું ખરીદી શકો છો.

આઉટડેટ થઇ ચૂકેલી આઈટમ પણ તમે અહીંથી ખરીદી શકો છો, જો તમે પૈનાસોનિકનો કેમેરો લેવા માગો છો જેની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે, તે કેમેરાને તમે અહીં લગભગ 5 હજાર રૂપિયામાં આ બજારથી ખરીદી શકો છો.
દિલ્લીમાં લાલ કિલ્લાની સામે આ માર્કેટ લાગે છે, જે માત્ર રવિવારની સાંજે 4 થી સવારના 4 વાગ્યા સુધી ચાલે છે.

Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!