અહીં થવાના છે દીપિકા-રણવીર ના લગ્ન, આલીશાન એટલું કે આંખો ખુલ્લી જ રહી જાશે, જુઓ તસ્વીરો…

0

બૉલીવુડ ની ઘણી દિગ્ગજ હસ્તીઓ આગળના મહિને મુંબઈ થી રવાના થવાની છે, કેમ કે 14-15 નવેમ્બર ના દિવસે બૉલીવુડ ના સૌથી ફેવરિટ કપલ રણવીર-દીપિકા ના લગ્નનું શાનદાર સમારોહ આયોજન કરવામાં આવ્યું છે. બૉલીવુડ થી લઈને હોલીવુડ ના દિગ્ગજ લોકો આ લગ્નમાં શામિલ થવાની સંભાવના છે.રણવીર-દીપિકા ના લગ્ન ની જાણ થતા જ ફેન્સ માં ઉત્સુકતા વધી ગઈ છે કે આખરે તેઓના આ લગ્ન નું ભવ્ય આયોજન ક્યાં થશે. એવામાં આજે અમે તમને તે જગ્યા વિશે જણાવીશું જ્યા આ કપલ મહેમાનો નું સ્વાગત કરશે.
આ કપલે પોતાના લગ્ન માટે ઇટલી ની એક ખાસ જગ્યા ને પસંદ કરી છે. ઇટલી ના લેક કોમો ની સુંદર વાદીઓમાં બંને સાત ફેરા લેવાના છે.જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ની સગાઈ પણ અહીં જ કરવામાં આવેલી હતી. ઝીલ ના કિનારે રહેલી મોંઘી હોટેલ અને વિલા માં મહેમાનો ને રોકાવા માટેની આલીશાન વ્યવસ્થા કરવામાં આવી હતી.
16 મી શતાબ્દી માં બનેલા આ વિલા માં 6 રૂમ છે જેમાં 12 લોકો રહી શકે છે. આ આલીશાન એસ્ટેટ માં એક શાનદાર બગીચો અને બે સ્વિમિંગ પુલ છે જ્યાં થી પહાડો અને ઝીલ નો નજારો જોઈ શકાય છે. આ વીલામાં રોકાવાની કિંમત 1.12 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. એટલે કે અહીં જો રોકાવું છે અને એન્જોય કરવું છે તો તે નાના-મોટા કરોડપતિઓની વાત નથી. આ વિલામાં બોટ હાઉસ, સ્પા, જિમ, વાઈન સેલર ની પણ સુવિધા આપવામાં આવે છે.
1780 ના દશક માં બનેલા આ વિલા માં રોમ ના છેલ્લા રાજા ફ્રાન્સિસ દ્વિતીય અને ઓસ્ટ્રિયા ના બાદશાહ ફરડીંનેન્ડ- I અને જ્યુસેપી ગૈરીબાલ્ડી પણ સમય વિતાવી ચુક્યા છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here