અહી પ્રેગનેન્ટ થતા પહેલા મહિલાઓને લેવી પડે છે પોતાના બોસની મંજુરી, જાણો વિગતે….

0

માં બનવું હર મહિલાના જીવનનો સૌથી સુંદર અહેસાસ હોય છે. સમાજમાં કોઈ મહિલા માં ન બની હોય તો તેને અલગ નજરથી જોવામાં આવે છે. સમાજમાં મહિલાઓ પર તમામ પ્રકારની પાબંદી લગાવી રાખી છે અને આ રેસમાં જાપાન એક કદમ વધુ આગળ વધી ગયું છે. જાપાનની કંપનીઓની મહિલા કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યું છે કે તે પ્રેગનેન્ટ થવા પહેલા પોતાના બોસની પરમીશન લે.નિર્દેશનાં અનુસાર મહિલા કર્મચારીઓને લગ્ન કરવા કે પછી પ્રેગનેન્ટ થવા પહેલા કંપનીની અનુમતિ લેવી જરૂરી છે. આ મામલો ત્યારે સામે આવતો જ્યારે નર્સરી માં કામ કરનારી એક મહિલા કર્મચારીનાં પતીએ આ વાતનો ખુલાસો કર્યો કે તેની પત્નીનો બોસ તેને એટલા માટે તાના મારી રહ્યો છે કેમ કે તે પ્રેગનેન્ટ થઇ ગઈ છે. સાથે જ તે મહિલાને પ્રેગનેન્ટ થવાને લીધે પોતાના બોસની માફી પણ માગવી પડી હતી.
મહિલાના પતી જે ચાઈલ્ડ કેયર સેન્ટરમાં તેની પત્ની કામ કરે છે ત્યાના અન્ય કર્મચારીઓની સાથે થઇ રહેલા ખરાબ વર્તાવ વિશે પણ જાણકારી આપી દીધી છે. તેણે જણાવ્યું કે, તેની પત્ની કામ કરે છે ત્યાનાં દરેક કર્મચારીઓને તે વાત કહી રાખી છે કે, કોઈપણ કર્મચારીને લગ્ન કરવા કે પ્રેગનેન્ટ થવા પહેલા મંજુરી લેવી પડશે.કંપનીના નિયમ આધારે વરિષ્ઠતાનાં હિસાબે એ નક્કી કરવામાં આવ્યું છે કે કયો કર્મચારી પહેલા લગ્ન કરશે. આ વાતનો ખુલાસો કરનારા વ્યક્તિએ જણાવ્યું કે, ”મારે અને મારી પત્નીને આ બાબત વિશે માફી માગવી પડી કે મંજુરી વગર તે ગર્ભવતી બની ગઈ હતી. ડાયરેક્ટરે ખુબ જ ગુસ્સો કર્યા બાદ અમારી માફી સ્વીકારી હતી, પણ તેના પછીના દિવસથી તે મારી પત્નીને તાના મારવા લાગ્યો હતો”.આ મામલાને સામે આવ્યા બાદ ઘણી એવી મહિલાઓએ પોતાની આપબીતી જતાવી હતી. 26 વર્ષની જોકી ટોકિયો એક કોસ્મેટીક્સ કંપનીમાં કામ કરતી હતી. જોકી અને તેની સાથે કામ કરનારી બાકીની 22 મહિલા કર્મચારીઓને કંપની ને ઈ-મેઈલ મોકલીને પોતાના લગ્ન અને ગર્ભવતી હોવાની જાણકારી આપવી પડી હતી, પણ વાત માત્ર આટલી જ નહિ. તમને એ જાણીને હૈરાની લાગશે કે જાણકારી આપ્યા બાદ આ મહિલા કર્મચારીને સુપરવાઈઝરે કહ્યું કે તે 35 વર્ષ સુધી ગર્ભવતી થવા માટે વાટ જોવે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.