ભારતમાં આ જગ્યા પર મળે છે માત્ર 10-20 રૂપિયાના કિલો કાજુ

0

જો વાત કાજુ ખાવાની આવે છે તો કહેવામાં આવે છે કે તે તો અમીરો નો શોખ છે. પણ એક દેશમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં કાજુ એટલા સસ્તા છે કે ત્યાં ડુંગળી બટેટા પણ તેના કરતા મોંઘા ભાવના મળી રહ્યા છે.

કેટલા રૂપિયાના છે કાજુ?:ઝારખંડના જામતાડા જિલ્લા માં કાજુ માત્ર 10 થી 20 રૂપિયા પ્રતિ કિલો ના હિસાબે વહેંચાય છે. જોવા જઈએ તો દિલ્લી જેવા શહેર માં ડુંગળી-બટેટા ની કિંમત પણ તેના કરવા વધુ છે. દિલ્લી માં આ કાજુ માટે તમારે 700 થી 800 રૂપિયા પ્રતિ કિલો સુધી ચૂકવવા પડી શકે છે, પણ ઝારખંડમાં આ ખુબ જ સસ્તું છે.
શા માટે છે આટલું સસ્તું:જાતમાડાના નાલા ઇલાકામાં 49 એકડ માં કાજુ ના બાગ છે. અહીં પર આ બાગ માં કામ કરનારા બાળકો અને મહિલાઓ કાજુ ને ખુબ જ સસ્તા ભાવમાં વહેંચી નાખે છે. તમને જણાવી દઈએ કે આ બાગ જાતમાડા બ્લોક મુખ્યાલય થી ચાર કિમિ દૂર છે. કાજુની ખેતી માં ખુબ જ વધુ ફાયદો થવાને લીધે ઘણા લોકો નો આ જગ્યા પર પ્રસ્થાન કરવા લાગ્યા છે.

કેવી રીતે શરૂ થઇ કાજુ ની ખેતી:જાતમાડામાં કાજુ ની ખેતી શરૂ થવાના પાછળ એક દિલચસ્પ કહાની છે.આ ઇલાકાના લોકોના અનુસાર જાતમાડાના પૂર્વ ઉપાયુક્ત ‘કૃપાનંદ ઝા’ ને કાજુ ખુબ જ પસંદ હતા, તેમણે વિચાર્યું કે જો જાતમાડા માં જ કાજુ ના બાગ બનવામાં આવે તો સસ્તા કાજુ ખાવા મળશે. તેના ચાલતા તે ઓડિશામાં કાજુની ખેતી કરતા લોકોને મળ્યા અને કૃષિ વૈજ્ઞાનિકોથી ત્યાંની જમીન ની રિસર્ચ કરાવી. તેના પછી જોત જોતામાં અમુક જ વર્ષો માં કાજુ ની મોટા પાયે ખેતી થવા લાગી.

પસાર થતા લોકો તોડી લેતા હતા કાજુ:અહીં બાગમાં દરેક વર્ષ હજારો કુન્ટલ કાજુનું ઉત્પાદન થાય છે. યોગ્ય ધ્યાન ન હોવા પર આસપાસ ના લોકો પણ આ બાગના કાજુ તોડી લેતા હતા. બાગમાં લાગેલા લોકોએ રાજ્ય સરકારને પોતાના પાકની સુરક્ષા વિશેની વાત પણ કરી હતી. સરકારે સુરક્ષા આપવા અને ઉચિત કિંમત આપવાનો નિર્ણય પણ કર્યો છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here