અહી લોકો રહે છે આવા નાના એવા રૂમમાં, જોઇને તમે પણ દંગ રહી જશો…7 Photos જુવો

0

આજે અમે તમને જે કોફીન હોમ વિશે કહેવા જઈ રહ્યા છીએ, તેને કદાચ જ તમે પહેલા કઈક જોયું હશે. દરેકને પોતાનું ઘર, પોતાનો રૂમ ખુબ જ વહાલો હોય છે, પણ કહેવાય છે ને કે ઇન્સાન પાસે જે કઈ પણ હોય છે તેની તે ઈજ્જત નથી કરતો. ઠીક એવું જ આપણી સાથે થતું હોય છે, આપણને મોટા મોટા રૂમ વાળું ખુદનું ઘર જોઈતું હોય છે.

અને જો ન હોય તો આપણે આપણા માં-બાપ પાસે જીદ કરતા હોઈએ છીએ કે અમને પર્શનલ રૂમ જોઈએ છીએ.

મોટાભાગે જોવામાં આવ્યું છે કે મોટા-મોટા શહેરોમાં ઢંગનું મકાન મળવું  મુશ્કેલ હોય છે. અને જો ઘર મળી પણ જાય તો તેમનું ભાળું પણ ખુબ વધુ હોય છે.

અને જો ઘર કિરાયા પણ મળી ગયું તો ક્યારેય લાઈટને લઈને તો ઘણીવાર જગ્યા કે પાણીને લઈને હંમેશા જગડો થતો રહેતો હોય છે. પણ આજે અમે તમને જે જગ્યા વિશે કહેવાના છીએ ત્યાં આવી વાતોની તો કોઈ જગ્યા જ નથી.

જરા વિચારો કે જો તમને એક નાના એવા રૂમમાં રહેવું પડે, જે એટલો નાનો હોય કે ત્યાં પગ સીધા કરવાનું પણ ન વિચારી શકીએ. હોંગ કોંગ જેવા દેશમાં લોકો આવી રીતે રહેવા માટે મજબુર થઇ જતા હોય છે.

હોંગ કોંગમાં લગભગ 2, 00, 000 થી પણ વધુ લોકો આવી રીતે ઘરોમાં રહેતા હોય છે. ‘કોફીન હોમ’કહો કે પછી ‘તાબૂત ઘર’ આ 50 સ્ક્વેર ફૂટનાં ઘરોમાં જીવન વિતાવવું ખુબજ દર્દનાક હોય છે. લોકો આ શહેરમાં જીવન આવી રીતે વિતાવવા મજબુર થઈ જતા હોય છે.

‘કોફીન’ કે ‘તાબૂત’ તે બક્સાને કહેવામાં આવે છે જેમાં ક્રિશ્ચન લોકો કોઈ ઇન્સાનનાં મૌત બાદ તેની લાશને દ્ફ્નાવે છે. અહીની આબાદી ખુબ વધુ છે જેને લીધે લોકોને રહેવા માટે જગ્યાની કમી મહેસુસ થાય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.