અહીં ખુલ્લેઆમ પડેલી છે અરબોની સંપત્તિ, છતાં કોઈ સ્પર્શ કરવાની પણ હિંમત નથી કરતા, જાણો કારણ…

0

ભારત એક એવો દેશ છે જ્યાં અલગ અલગ ધર્મના લોકો મળીને એક સાથે રહે છે. દેશમાં ઘણા એવા મંદિરો, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ વગેરે છે. આ વિભિન્ન ધાર્મિક સ્થળો પર જઈને આપણે કઇક ને કઈક ચઢાવો આપતા હોઈએ છીએ. જેને આપણે દાન પેટી કે બોક્સમાં નાખી દેતા હોઈએ છીએ, પણ તેને ઉઠાવાની કે ચોરી કરવાની કોઈ હિંમત નથી કરતા.
કમરુનાગ ઝીલ:

જણાવી દઈએ કે આ મંદિર હિમાચલ પ્રદેશમાં કમરુનાગ ઝીલ ની પાસે સ્થિત છે. આ મંદિર કમરુનાગ દેવતા ને સમર્પિત છે. ઊંચી પહાડીઓ અને ઘેરા જંગલો માં સ્થિત હોવાને લીધે આ મંદિર માં પહોંચવા માટે દર્શકોને ખુબ કષ્ટ પણ પડે છે.આ મંદિરની પાસે એક કમરુનાગ નામની એક ઝીલ છે. આ ઝીલમાં અરબો રૂપિયા ની સંપત્તિ દફન છે. આવું એટલા માટે કેમ કે અહીં આવનારા ભક્તો આ ઝીલમાં પૈસા, સોના ચાંદી, ઘરેણા વગેરે કિંમતી વસ્તુઓ પધરાવે છે.
અને આવું એક કે બે વર્ષથી નહીં પણ લાંબા સમયથી આ પરંપરા નું પાલન ચાલતું આવી રહ્યું છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓ ની મનોકામના જયારે પુરી થઇ જાય છે ત્યારે તેઓ અહીં ચઢાવો કરે છે. માટે સમજી શકાય છે કે આ ઝીલમાં મોટી માત્રામાં સોના ચાંદી ઘરેણા વગેરે પડેલા છે.જો કે આ ઝીલની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કોઈપણ આ પડેલા ખજાનાને ચોરવાની કોશિશ નથી કરતા. તમે તેને ભગવાન પ્રતિ લોકોની આસ્થા કહી શકો છો કે પછી ઈશ્વરની બીકનું નામ પણ આપી શકો છો. જો કે સામાન્ય રીતે ખજાનો સામે જોઈને કોઈપણ તેને જપેટવાની કોશિશ કરતા હોય છે અને એવામાં અહીં અરબોની સંપત્તિ હોવા છતાં કોઈ તેને સ્પર્શ પણ નથી કરતા જે ખુબ જ આશ્ચર્ય ની વાત છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here