અહીં દટાયેલું છે કૃષ્ણનું હૃદય, તેમની મૃત્યુ સાથે જોડાયેલું છે આ રહસ્ય! વાંચો પરંપરાઓ અને એતિહાસિક વારસાની ભૂમિ ધરાવતા આપણાં દેશના હૃદયમાં કેટલાય એવા રહસ્યો દટાયેલા છે

પરંપરાઓ અને એતિહાસિક વારસાની ભૂમિ ધરાવતા આપણાં દેશના હૃદયમાં કેટલાય એવા રહસ્યો દટાયેલા છે, જેની કહાનીઓ બનાવીને આજે પણ આજની પેઢીને સંભળાવવામાં આવે છે. આ કંઈક એવા રહસ્યો છે, જેને કોઈ ઉકેલી નથી શક્યું. એવા અમુક રાજ છે જે આજે પણ રાહ જુએ છે કે તેમની ઉપર લાગેલી ધૂળને હટાવી દેવામાં આવે.

તસવીરઃ- જગન્નાથ મંદિર, પુરી:

આ રહસ્યો એટલા ઊંડા છે કે તકનીક અને વિજ્ઞાનના વધતા પ્રભાવ છતાય તેની સાથે જોડાયેલી કોઈ પહેલી આજ સુધી ઉકેલી નથી શકાય. આજે આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન જગન્નાથની મૂર્તિ અને ભગવાન શ્રીકૃષ્ણની મોત સાથે જોડાયેલી એક એવી જ રહસ્યમય કહાણીના વિષયમાં, જે આજ સુધી ઉકેલી નથી શકાય.

હિન્દુ ધર્મનું ખૂબ જ પવિત્ર સ્થળ અને ચાર ધામમાંથી એક જગન્નાથ પુરીની ધરતીને ભગવાન વિષ્ણુનું સ્થળ માનવામાં આવે છે. જગન્નાથ મંદિર સાથે જોડાયેલી એક ખૂબ જ રહસ્યમય કહાણી પ્રચલિત છે, જેના મુજબ મંદિરમાં મોજુદ ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર સ્વયં બ્રહ્મા બિરાજમાન છે. બ્રહ્મા ભગવાન શ્રીકૃષ્ણના નશ્વર શરીરમાં બિરાજમાન હતા અને જ્યારે કૃષ્ણની મૃત્યુ થઈ ત્યારે પાંડવોએ તેમના શરીરનું અંતિમ-સંસ્કાર કરી દીધું, પરંતુ કૃષ્ણનું દિલ (પિંડ) બળતું જ રહ્યું. ઈશ્વરના આદેશાનુસાર આ પિંડને પાંડવોએ જળમાં પ્રવાહિત કરી દીધું. જળમાં પ્રવાહિત કર્યા પછી આ પિંડે એક લાકડીનું રૂપ લઈ લીધું.

રાજા ઈન્દ્રઘુમ્ન, જે ભગવાન જગન્નાથના ભક્ત હતા, તેમને આ લાકડી મળી અને તેમણે તેને જગન્નાથની મૂર્તિની અંદર સ્થાપિત કરી દીધી. તે દિવસથી લઈને આજ સુધી આ લાકડી ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર જ છે. દર 12 વર્ષના સમયગાળા પછી જગન્નાથની મૂર્તિ બદલાતી રહેતી હોય છે, પરંતુ આ લાકડી તેની અંદર જ રહે છે.


આ લાકડી સાથે જોડાયેલી એક હેરાન કરનારી વાત એ છે કે ભગવાન જગન્નાથની આ મૂર્તિ દર 12 વર્ષમાં એક વખત બદલાતી તો હોય છે, પરંતુ લાકડીને કોઈએ આજ સુધી જોઈ જ નથી. મંદિરના પુજારી જે આ મૂર્તિને બદલે છે, તેમનું કહેવું છે કે તેમની આંખો ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે છે અને હાથમાં કપડું ઢાંકી દેવામાં આવે છે. એટલે તેઓ ન તો આ લાકડીને જોઈ શકે છે અને ન તો અડીને મહેસુસ કરી શકે છે. પુજારીઓના મુજબ આ લાકડી એટલી મુલાયમ હોય છે કે જાણે કોઈ સસલું તેમના હાથમાં કૂદકા મારી રહ્યું હોય.

પુજારીઓનું એવું માનવું છે કે આ મૂર્તિની અંદર ભગવાન બ્રહ્માનો વાસ છે અને જો કોઈ વ્યક્તિ આ મૂર્તિની અંદર છૂપાયેલા બ્રહ્માને જોઈ લેશે તો તેની મૃત્યુ થઈ જશે. આ જ કારણોસર જ્યારે જગન્નાથની મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે ઉડીસા સરકાર દ્વારા આખા શહેરની લાઇટ બંદ કરી દેવામાં આવે છે. આ વાત આજ સુધી એક રહસ્ય જ છે કે શું ખરેખર ભગવાન જગન્નાથની મૂર્તિમાં બ્રહ્માનો વાસ છે.

Source: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!