અહીં ભીની માટી(ગારો) માંથી બનેલી રોટલી ખાવા માટે મજબુર છે લોકો, ગરીબી જોઈને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે…

0

દુનિયા કેટલી વિચિત્ર છે જ્યા એક તરફ લોકોની પાસે એટલા પૈસા હોય છે કે ફાલતુ ચીજો થી લઈને કરોડોની ચીજો ખરીદવા છતાં પણ ધનની જરા પણ કમી નથી આવતી, તો બીજી બાજુ દુનિયામાં એવા પણ લોકો છે જેઓ ભૂખમરાના લીધે રોજ મરી રહ્યા છે. આવા લોકોને બે ટાણાનું ભોજન પણ નસીબમાં નથી હોતું. એવામાં એક દેશના તો એવા ખરાબ હાલ છે કે લોકો ગારાની બનેલી રોટલી ખાવા માટે મજબુર થઇ ગયા છે.અમે વાત કરી રહ્યા છીએ કૈરેબિયન આઇલેન્ડ ‘હતી’ ની. અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને ખાવા માટે અન્નનો એક દાણો પણ નથી મળી રહ્યો. અહીં પર લોકો ભીની માટી(ગારો) માં નિમક મિલાવીને તેની રોટલી બનાવી રહ્યા છે અને પોતાના બાળકો સાથે મળીને આ રોટલી ખાવા માટે મજબુર છે.
આ દેશની દર્દનાક કહાની સાંભળીને તમારું દિલ પણ દ્રવી ઉઠશે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થયો હતો જેને ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વીડિયોને જોઈને દરેકનું દિલ અંદરથી ખુબ રડી રહ્યું છે.સેહવાગે વિડીયોને શેયર કરતા ઇમોશ્નલ અપીલ કરી છે. તેમણે લખ્યું કે-‘ગરીબી! હૈતીમાં એટલી ગરીબી છે કે માટીમાં નિમક મિલાવીને રોટલી બનાવીને ખાવામાં આવે છે. પ્લીઝ…પ્લીઝ ખોરાકને બરબાદ ન કરો. આપણે જેની કદર નથી કરતા અમુકને માટે તે ખુબ ખાસ હોય છે. તમારું વધેલું ભોજન કોઈ જરુરીયાતમંદ લોકોને દાન કરો કે પછી રોટી બેન્ક સુધી પહોંચાડો જે આવા લોકો સુધી ખોરાક પહોંચાડે છે”.તમે જોઈ શકો છો કે લોકો માટીમાં નિમક અને પાણી મિલાવીને રોટલી ની લોઈ બનાવીને તૈયાર કરી રહ્યા છે, જેના પછી તેઓ આ ગારાને રોટલીનો આકાર આપીને તાડકામાં સૂકવવા માટે મૂકી દે છે. જેના પછી અહીંના લોકો અને બાળકો આ સૂકી રોટલી ખાય છે.Video:

https://twitter.com/virendersehwag/status/1009281122696654849

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!