અહીં બદલાઈ રહ્યો છે દરેક દિવસ ગણપતિ જી ની મૂર્તિનો આકાર, ચમત્કાર જોવા માટે ઉમટી પડી ભક્તો ની ભીડ…..

પ્રથમ પૂજ્ય ગણપતિ જી ની મહિમા અપરંપાર છે. જો કે ગણેશ જી ની આપણા દેશમાં અનેક અદ્દભુત ચમત્કારી મૂર્તિ સ્થાપિત છે, પણ જે અદ્દભુત મંદિર ની અમે વાત કરી રહયા છીએ જ્યા ગણપતિ જી ની મૂર્તિ નો આકાર પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. તમને જાણીને હેરાની લાગશે પણ આ આશ્ચર્ય કરી દેનારું ચમત્કારી મંદિર આંધ્રપ્રદેશના ચિત્તુર માં સ્થાપિત છે. આવી મૂર્તિ તમે ક્યારેય જોઈ નહિ હોય, જે દરેક દિવસ પોતાનો આકાર બદલાવે છે. આ મંદિર ખુબ જ પ્રાચીન મંદિર છે. આ પ્રસિદ્ધ મંદિર ને કનિક્ક્કમ ગણપતિ મંદિર ના નામથી જાણવામાં આવે છે.  કનિક્ક્કમ ગણપતિ માં દરેક દિવસ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે. દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ ની દરેક મનોકામનાઓ પુરી થઇ જાય છે.

ચમકાઈ જાય છે બગડેલી કિસ્મત:
કનિક્ક્કમ મંદિર માં આવેલા ભક્તોના દર્શન કરવાથી બગડેલી કિસ્મત પણ ચમકાઈ ઉઠે છે. મંદિર માં વિરાજિત ભગવાન શ્રી ગણેશ ની સ્વંયભૂ મૂર્તિ ખુબ જ સુંદર અને અદ્દભુત છે. બાપા ના આશીર્વાદ લેવા માટે અહીં પુરા વર્ષ ભક્તો આવે છે પણ ગણેશોત્સવ ના દિવસે અહીં ભક્તોની ભીડ લાગે છે. શ્રદ્ધાળુઓ નું કહેવું છે કે અહીં માંગેલી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઇ જાય છે. કાળા પાષાણની આ પ્રતિમા ખુબ જ અદ્દભુત નજરમાં આવે છે. આ મંદિર ની કીર્તિ દુર દુર સુધી છે. ઘણા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરીને ખુદને ધન્ય માને છે.

ચોલ રાજાઓ એ કરાવ્યું હતું ઐતિહાસિક મંદિર નું નિર્માણ:પ્રચલિત કથાના અનુસાર કહેવામાં આવે છે કે અહીં ત્રણે ભાઈઓ રહેતા હતા. જેમાંનો એક ભાઈ આંધળો હતો, એક મૂંગો અને અને બેરો હતો. આ લોકો ખેતી કરીને પોતાની આજીવિકા ચલાવતા હતા. એક દિવસ તેઓને ખેતરમાં કૂવો ખોદવાની જરૂર આવી પડી. કૂવો ખોદવાના સમયે તેઓની કોદાળી એક પથ્થર સાથે અથડાઈ ગઈ.જ્યારે લોકોએ તે પથ્થર ને હટાવી તો ત્યાં લોહીની ધારા નીકળવા લાગી. તેના પછી તે લોકોને અહીં એક મૂર્તિ જોવા મળી. જ્યારે આ ત્રણે ભાઈઓએ મૂર્તિના દર્શન કર્યા તો ત્રણે ની આ શારીરિક કમજોરી દૂર થઇ ગઈ. આ પ્રકારના ચમત્કારની જાણ જયારે ગામના લોકોને થઇ તો તેઓ આ ખેતર તરફ આવવા લાગ્યા. અહીં પહોંચીને દરેકે ભગવાનની આ અદ્દભુત મૂર્તિના દર્શન કર્યા. પછી આ મૂર્તિ ને 11 મી સદીના ચોળ રાજા કુલોતુંગ ચોળ પ્રથમ એ કનિક્ક્કમ ગણપતિ મંદિર બનાવીને પ્રતિષ્ઠાપિત કર્યું.

લગાતાર વધી રહ્યો છે આ મૂર્તિ નો આકાર:અહીં મંદિર બનવા પર મોટા પાયે લોકો આવવા લાગ્યા. કહેવાય છે કે આ મંદિર માં ઉપસ્થિત વિનાયક ની મૂર્તિ નો આકાર દરેક દિવસ વધતો જઈ રહ્યો છે. આ વાતથી તમને પણ હેરાની થઇ રહી હશે, પણ અહીંના લોકોનું માનવું છે કે પ્રતિદિવસ ગણપતિ ની આ મૂર્તિ પોતાનો આકાર વધારી રહી છે. આ વાતનું પ્રમાણ તેનું પેટ અને ઘૂંટણ છે, જે મોટો આકાર લેતું જઈ રહ્યું છે. કહેવામાં આવે છે કે વિનાયકની એક ભક્તે શ્રી લક્ષ્મામ્મા એ તેને એક કવચ ભેંટ કર્યું હતું, પણ પ્રતિમા નો આકાર વધવાને લીધે હવે તેને આ કવચ પહેરાવવું મુશ્કિલ થઇ ગયું છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!