અહીં 2થી 3 દિવસમાં બે ગણા થઈ શકે છે તમારા પૈસા, ઉઠાવો ફાયદો …6 Tips વાંચો

દરેક વ્યક્તિ એમ માને છે કે પૈસાનું રોકાણ એવી જગ્યાએ કરવામાં આવે, જયાં ઓછા સમયમાં રકમ બે ગણી કે ત્રણ ગણી થઈ જાય. ઘણાં લોકો સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે, તો કેટલાક લોકો એફડી કરે છે, કેટલાક લોકો પોસ્ટ ઓફિસ કે સરકારી બોન્ડસમાં પૈસા લગાવે છે. જોકે આ જગ્યા પર પૈસા ડબલ થવામાં ઓછામાં ઓછા 6થી 7 વર્ષનો સમય લાગે છે. જોકે ફાઈનાન્શિયલ માર્કેટમાં એક જગ્યા એવી છે, જયાં નિયમોમાં રહીને પણ એક દિવસમાં ડબલ એટલે કે 100 ટકા સુધીનું રિટર્ન મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કયાં એક દિવસમાં તમારા પૈસા ડબલ થઈ શકે છે.

1. અહીં મેળવી શકાય છે થોડા જ કલાકોમાં 2 ગણો નફો:

અમે અહીં વાત કરી રહ્યાં છે આઈપીઓ દ્વારા રોકાણની. કંપનીઓ સમય-સમય પર ફન્ડ એકત્રિત કરવા માટે આઈપીઓ લઈને આવે છે. જેનો ફાયદો તમે ઉઠાવી શકો છો. આઈપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે લિસ્ટિંગના દિવસે જ આઈપીઓની કિંમત બે ગણી થઈ શકે છે. આઈપીઓ આઈપીઓ 2થી 3 દિવસ સુધી ખુલે છે. એટલે કે તમે 100000 રૂપિયા રોકયા છે તો લિસ્ટિંગમાં રકમ વધીને 200000 રૂપિયાથી વધુ થઈ શકે છે.

2. કેટલાક કલાકોમાં જ રકમ 2.5 ગણી થઈ:

સાલાસર ટેકનો એન્જિનિંયરિંગઃ સાલાસર ટેકનો એન્જિનિંયરિંગનો સ્ટોક જુલાઈમાં 140 ટકા પ્રીમયમ પર લિસ્ટ થયો હતો. સ્ટોક 108 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝની સરખામણીમાં બીએસઈ પર 259ના સ્તર પર લિસ્ટ થયો છે. એટલે કે જેમણે સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હશે, તેમને થોડા કલાકોમાં જ 1.40 લાખ રૂપિયાનો નફો થઈ ગયો.

એવન્યુ સુપરમાર્કેટ(ડી-માર્ટ):આ વર્ષે માર્ચમાં આરકે દમાનીની કંપની ડી-માર્ટનો આઈપીઓ આવ્યો હતો. શેર માટે ઓફર પ્રાઈ સ 295-299 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી હતી. જોકે લિસ્ટિંગ વાળા દિવસે શેર 115 ટકા વધીને 642 રૂપિયા પર લિસ્ટ થઈ.

CDSL: જુલાઈ મહીનામાં સીડીએસએલ 68 ટકાના વધારા સાથે લિસ્ટ થયો છે. શેર ઓફર પ્રાઈસ 149ની સરખામણીમાં 250 રૂપિયા પર લિસ્ટ થયો. એટલે કે 1 લાખ રૂપિયા રોકનાર રોકાણકારને 1.8 લાખ રૂપિયા મળ્યા.

AU સ્મોલ ફાઈનાન્સઃ50 ટકાના વધારા સાથે શેર ઓફર પ્રાઈસ 358ની સરખામણીમાં 525 રૂપિયા પર લિસ્ટ થયો. એટલે કે જેમણે 1 લાખ રૂપિયા લગાવ્યા હશે, તેમને 1.5 લાખ રૂપિયા થોડા કલાકોમાં જ મળ્યા હશે.

3. આઈપીઓમાં રોકાણ કઈ રીતે કરશો આઈપીઓમાં તમે પોતાના સ્તર પર સીધું જ રોકાણ કરી શકો છો. જેના માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. તેમાં બ્રોકર દ્વારા રોકાણ કરી શકાય છે. દરેક બ્રોકરેજ હાઉસ આઈપીઓમાં રોકાણ માટે પોતાની વેબસાઈટ પર એક અલગથી સેકશન રાખે છે. જયા જઈને તમે કેટલીક સુચનાઓ ભર્યા બાદ આઈપીઓ માટે અરજી કરી શકો છે. આ સુચનાઓમાં તમે કેટલા સ્ટોક માટે અને કઈ કિંમત પર એપ્લાઈ કરવા માંગો છો તે અંગેની વિગત પણ ભરવાની હોય છે. તમારી અરજીના હિસાબથી એટલી રકમ આઈપીઓ બંધ થવાથી લઈને સ્ટિંગ સુધી બ્લોક કરી દેવામાં આવે છે.

4. કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી:

સારા આઈપીઓની પસંદગી કરવા માટે સૌથી પહેલા તો તે કંપનીની ક્રેડીટ જુઓ જે પોતનો પ્રથમ આઈપીઓ લઈને આવી રહી છે. ઘણી રેટિંગ એજન્સીઓ આઈપીઓને પોતાનું રેટિંગ પણ આપે છે. તેની પર પણ તમે નજર રાખી શકો છો. જો 2 કે તેથી વધુ એજન્સીઓનું રેટિંગ કોઈ આઈપીઓ પર પોઝિટિવ છે તો તમે તેમાં રોકાણ કરી શકો છો. કંપનીના સારા બિઝનેસની સાથે આઈપીઓની કિંમત પણ જુઓ. બ્રોકર્સનો રિપોર્ટ પણ જોવો જોઈએ.

5. ઓછામાં ઓછી કેટલી રકમ લગાવવી જરૂરી:

આઈપીઓમાં રોકાણ માટે એક નિશ્ચિત રકમ લગાવવી જરૂરી છે, પરતું અધિકતમ તમે કેટલા પણ પૈસા તેમાં લગાવી શકો છો. આઈપીઓમાં એક શેર માટે બિડ નહિ લગાવી શકાય. જયાં એપ્લિકેશન લોટ સાઈઝના હિસાબથી હોય છે. એટલે કે તમારે એક ચોક્કસ સંખ્યામાં સ્ટોકસ માટે બિડ લગાડવાની રહેશે. હાલ જે પણ આઈપીઓ આવી રહ્યાં છે તે પ્રમાણે જોઈએ તો એક એપ્લિકેશનના હિસાબથી ઓછામાં ઓછા 12થી 15 હજાર રૂપિયા લગાડવાના હોય છે.

6. આ છે રોકાણના ફાયદા:

સમય-સમય પર કંપનીઓ માર્કેટથી ફન્ડ એકત્રિત કરવા માટે આઈપીઓ લાવે છે. આમ તે પોતાનો કારોબાર વધારવા માટે કરે છે. આ રીતે આઈપીઓનો એ પણ ફાયદો છે કે તમને મનપસંદ કારોબારમાં હિસ્સેદારી મળે છે. તેમાં રોકાણનો નિર્ણય લેવા માટે તમને પુરો સમય મળે છે, જે દરમિયાન તમે કોઈ પણ જાણકારનો મત લઈ શકો છો. આઈપીઓ માટે એક પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવે છે. આ પ્રાઈસ બેન્ડમાંથી કટ ઓફ પ્રાઈસ નીકળે છે, જે કિંમત પર ઈશ્યુ પ્રાઈસ કરવામાં આવશે. તેની પર રોકાણકારને શેર મળશે. રોકાણકારે હાયર બેન્ડના હિસાબથી પૈસા આપવાના હોય છે. જો ઈશ્યુ ઓછી પ્રાઈસ પર લિસ્ટ થયો છે તો બાકીના પૈસા રોકાણકારને પરત કરી દેવામાં આવશે. જયારે આઈપીઓ બંધ થવાથી લિસ્ટિંગની વચ્ચે અધિકતમ 10 દિવસનો સમય લાગે છે.

Source: DivyaBhaskar

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!