ભારતીય નારી તને સલામ: પતિ બાદ હવે દીકરો પણ કર્યો દેશના નામે… બનાવ્યો આર્મીમાં ઓફિસર

0

19 વર્ષ પહેલા સરહદ પર ભારતીય સેનાના હિંમતવાન સૈનિકોએ દુશ્મનોને ખદેડીને કારગિલ વિજયની ગૌરવ ગાથા લખી હતી. એમાં ઘણા વીર સપૂતોએ પોતાનો જીવ ભારત માતાને નામે કરી દીધો હતો. આ શહીદોમાંથી એક BSFના ડેપ્યુટી કમાન્ડેન્ટ અને રાષ્ટ્રપતિ દ્વારા ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત કોટા રાજસ્થાનના સુભાષ શર્મા પણ સામેલ હતા.કારગિલ યુદ્ધમાં દેશની રક્ષા કરતા જ્યારે સુભાષ શર્મા શહીદ થયા હતા, ત્યારે પાછળ રહી ગયા હતા તેમના પત્ની બબીતા શર્મા અને 9 મહિનાનો દીકરો ક્ષિતિજ. તેમના માટે આ એક આઘાતથી ઓછું ન હતું. દીકરાને તો હજુ પિતાનો અર્થ પણ સમજાયો ન હતો. સામાન્ય રીતે એક દૂધ પીતા બાળક સાતેહ એક એકલી સ્ત્રી જીવનના સંઘર્ષોમાં દમ તોડી દે, પણ બબીતા શર્માની સાધારણતા અને સમર્પણ આગળ નિયતિ પણ તેમની માર્ગદર્શક અને સહાયક બની ગઈ. ત્યારથી લઈને સુધી ઘણા વર્ષો વીતી ગયા, બબીતાજીની આંખોમાં તેમની પ્રતિબદ્ધતા દરેક ક્ષણ જીવિત રહી.
પતિના શહીદ થવા પર કરવામાં આવેલું પ્રણ કેટલાક દિવસો પહેલા ત્યારે સાકાર થયું ત્યારે તેમનો 22 વર્ષીય દિકરો ક્ષિતિજ IMA દહેરાદૂનથી આર્મી ઓફિસર બનીને નીકળો. ક્ષિતિજ એજ વિસ્તામાં દેશની રક્ષામાં ફરજ બજાવશે જ્યા ક્યારેક તેના વીર પિતાની બંદૂક ગાજતી હતી. બબીતાજીને તેમના સમર્પણ અને આ દેશ માટે કરવામાં આવેલ બલિદાનો માટે શત શત નમન. આવી વીરાંગનાઓને અને વીર માતાઓને દેશ સલામ કરે છે.

પુલવામા એન્કાઉન્ટર: શહિદ મેજર ની નાની એવી લવ સ્ટોરીએ દુનિયાને કરી ભાવુક,વાંચીને તમે પણ રોઈ પડશો…

18 એપ્રિલ 2018 ના રોજ મેજર વિભૂતિના લગ્ન નિકિતા સાથે થયા હતા. વિભૂતિ 19 એપ્રિલએ પહેલી વાર નિકિતા ને લઈને ડંગવાલ માર્ગ વાળા ઘરે પહોંચ્યા હતા. બંનેની આ નાની એવી લવ સ્ટોરી થી દેશ જ નહીં પણ પુરી દુનિયા ભાવુક થઇ ગઈ છે.આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાર્યકર્તા ઇન્સાફ હૈદર એ પોતાંના ટ્વીટર પર શહિદ મેજર વિભૂતિ ઢોંડીયાલના પ્રતિ પોતાની ઊંડી સંવેદનાઓ પ્રગટ કરી છે. તેમણે આ શહિદના લગ્નની તસ્વીરો શેયર કરતા લખ્યું કે,”પ્રિય નિકિતા કૉલી, હું એક કેનેડિયન પત્ની છે જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે અને હવે રોજ તેની રાજ હોવ છું. હું તારું દુઃખ સમજી શકું છું. તારા પતિ શહિદ મેજર માત્ર તારા કે ભારતના નહિ પણ પુરી દુનિયાના હીરો છે.
મેજર વિભૂતિ અને નિકિતાની નાની એવી લવસ્ટોરી: 19 એપ્રિલ 2018-19, ફેબ્રુઆરી 2019. ”બસ દસ મહિના’. નિકિતાની વિરાન આંખો ફૂલો થી શણગારેલી મેજરની તસ્વીર પર અટકી ગઈ.તેના ચેહરા પર ન જાણે કેટ કેટલા રંગો આવી-જઈ રહ્યા હતા.
તે ખુશીના સાતમા આસમાન પર હતી, ‘બસ દસ મહિના”. અજાણ્યા આ શબ્દો તેના હોંઠો માં જ ફસાઈને રહી ગયા હતા, ”બસ દસ મહિના”.આજે પુરી દુનિયા તેની સાથે હતી, પણ હાથમાં મેજરનો હાથ ન હતો.મેજર સાથે તેની આંખો મળી, ઘરના લોકો પણ માની ગયા.18 એપ્રિલ 2018 ના રોજ મેજર વિભૂતિ સાથે નિકિતાના લગ્ન થયા.વિભૂતિ 19 એપ્રિલએ પહેલી વાર નિકિતા ને લઈને ડંગવાલ માર્ગ વાળા ઘરે પહોંચ્યા હતા. અહીં આજે પણ રૂમમાં વિભૂતિની હથેળીઓના નિશાન છે. આ એક રિવાજ હતો, જે યાદોમાં જ સમેટીને રહી ગયો.આજે નિકિતા તે જ હાથની હથેળીઓના નિશાનમાં પોતાનું ભાગ્ય શોધી રહી હતી, તે દરેક ક્ષણ નિકિતાના મગજમાં જીવિત થઇ રહ્યા હતા, જે વિભૂતિની સાથે દસ મહિનામાં વિતાવ્યા હતા. કેટલા ખુશ હતા વિભૂતિ, જ્યારે તેને લઇને પહેલી વાર ઘરે પહોંચ્યા. પુરા પરિવારમાં ખુશીઓ છવાઈ રહી હતી.ક્યાં ચાલ્યા ગયા વિભુ….પાસે બેઠેલી ફઈ વિજય લક્ષ્મી આવું બોલ્યા તો જાણે કે સન્નાટો છવાઈ ગયો.ફૂલજડીઓના સિતારાઓ, સમયની જમીન પર વિખેરાઈ ગયા હતા. નિકિતાની આંખોમાં આંસુ વવહેવા લાગ્યા. તે રુમમા એક ખૂણામાં વિભૂતિની તસ્વીર ની તરફ જોવા લાગી. નિકીતાએ ફઈ ને કહ્યું, ”ફઈ તમે ના રડશો… અને કહેવા લાગી કે, તે મારો હીરો છે….મારો મેજર હીરો…માર્ચમાં આવાનો હતો, પણ ફેબ્રુઆરી માં જ આવી ગયો:
મેજર વિભૂતિ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં રજાઓ વિતાવીને ડ્યુટી પર ગયા હતા. તેની પત્ની નિકિતાની માસીએ કહ્યું કે,”જ્યારે તે જઈ રહ્યો હતો ત્યારે એ કહીને ગયો હતો કે માર્ચમાં પાછો આવીશ.પછી એપ્રિલમાં પહેલી વર્ષગાંઠની ઉજવણી કરશું. આવું કહેતા કહેતા માસીની આંખમાથી આંસુ વહેવા લાગ્યા, પછી પોતાને સંભળતા બોલી કે,”માર્ચમાં આવવાનો હતો પણ ફેબ્રુઆરી માં જ આવી ગયો”. Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here