હાર્દિક પંડયાની સ્ત્રી વિશેની ગંદી કમેન્ટ પછી, લોકોએ શોધી કાઢ્યો છે વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો વિડીયો – જોઈ લો તમે પણ

0

ટીવી શો ‘કોફી વિથ કરણ’ જે કરણ જોહરનો શો છે, જેમાં હાર્દિક પંડયા અને કે એલ રાહુલ આવ્યા હતા. આ શોમાં હાર્દિક પંડયાએ મહિલાઓ પર જે ટિપ્પણી કરી હતી એ વાતને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. આ દરમ્યાન પંડયાએ માફી પણ માંગી છે. બીસીસીઆઈએ બંને ખેલાડીઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે. જ્યા સુધી આખી વાત સ્પષ્ટ ન થઇ જાય ત્યાં સુધી બંને ખેલાડીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી બહાર થયા બાદ હવે તેઓ ન્યુઝીલેન્ડમાં થનારી સીરીઝમાંથી પણ બહાર રહેશે.

ત્યારે હવે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો વિડીયો શેર થયો છે. આ વિડીયો એ સમયનો છે જ્યારે વિરાટ કોહલી એમટીવી પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું. એન્કરે તેમને ડેટને લઈને સવાલ કર્યો હતો ત્યારે તેઓએ કહ્યું હતું કે હું એક ડેટ પર ગયો હતો અને ડેટ 5 મિનિટની જ હતી. હું છોકરીને જોઈને જ ત્યાંથી ભાગી ગયો હતો, તે ખૂબ જ બદસુરત દેખાતી હતી.

વિરાટ કોહલી જો આ વાત 2019માં બોલી દે તો ખબર નહિ કેટલા સમય માટે સસ્પેન્ડ થાય. હાર્દિક પંડ્યાના મામલે વિરાટ કોહલીએ મીડિયા સામે કહ્યું હતું કે કોઈ પણ ખોટી કોમેન્ટની સાથ આપવામાં નહિ આવે. આ ખેલાડીઓને પણ ખબર છે કે ભૂલ ક્યાં થઇ છે. ભારતીય ક્રિકેટ ટિમ તથા જવાબદાર ક્રિકેટર આ વાતોને ધ્યાનમાં નથી લેતા અને આ તેમના વ્યક્તિગત વિચાર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here