આ છે પોર્ટેબલ AC, જે ઘરની અંદર કે બહાર, બધી જગ્યાએ આપશે ઠંડક, 8 કલાક સતત ચાલશે .. જાણો આ AC વિશે બધી જ વિગતો

0

શિવરાત્રી જઈ ચુકી છે અને હવે ઉનાળાની શરૂઆત થઇ જ રહી છે ત્યારે, આજે જાણીએ એક એવા AC વિશે જેને તમે જ્યા ઈચ્છો ત્યાં સાથે લઇ જઈ શકશો. આ એક પોર્ટેબલ એર કંડિશનર છે, જેનું નામ કૂલાલા છે. આ વિશ્વનું પહેલું પોર્ટેબલ અને સૌર ઉર્જાથી ચાલતું એર કંડિશનર છે, જેને ગરમીથી રાહત આપવા માટે જ ડિઝાઇન કરવાં આવ્યું છે. જેની શરૂઆતની કિંમત 13500 રૂપિયા છે.આ કુલર 6 વિકલ્પોમાં છે ઉપલબ્ધ

આ કૂલરનું સાદું મોડલ ફક્ત 13500 રૂપિયામાં ઉપલબ્ધ છે, ત્યારે સૌથી મોંઘુ મોડલ 30,874 રૂપિયામાં આવે છે. એની સાથે એક્ઝોસ્ટ હોસ અને એસી/ડીસી એડોપટર પણ આવશે. તેની સાથે જ 8 કલાક સુધી ચાલી શકે એવી પાવર બેન્ક, 100Wની સોલાર પેનલ પણ આવે છે. આ પોર્ટેબલ એસી 6 વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેની કિંમત જુદી જુદી છે. આ એસીને kickstarter.com પરથી ઓર્ડર કરી શકાય છે.આ એસી ચાલે છે સૌર ઉર્જાથી

આ એસીને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી, આ સૌર ઉર્જાથી ચાર્જ થાય છે. એકવાર ચાર્જ થયા બાદ એની બેટરી 8 કલાક સુધી ચાલી શકે છે. આ 150 સ્કવેરફૂટના વિસ્તારને ઠંડુ કરી શકે છે. એની ખાસ વાત એ છે કે એમાં LED લાઈટ પણ આપવામાં આવી છે. ઘરની બહાર અંધારું હોવા પર તમે આ લાઈટ ચાલુ કરીને પોતાની કામ કરી શકો છો. આ ઘરની અંદર પણ વાપરી શકાય છે.ઘરની અંદર આ એસીને વાપરવા માટે તેને પાવર એડોપટર સાથે પ્લગ ઈન કરવું પડશે અને બહાર વાપરવા માટે સાથે આપેલા પાવર બેંકથી જોડવું પડશે. સૂરજ ન હોવા પર પણ એસી પાવર સ્ટેશન દ્વારા કામ કરે છે.ફક્ત 3 કિલો છે વજન

આમ વિશ્વનું સૌથી શક્તિશાળી માઈક્રો એર કોમ્પ્રેસર આપવામાં આવ્યું છે. આ એસીનું વજન ફક્ત 3 કિલો જ છે, અને તેને વહીલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે. આ એસીમાં 100 વૉટ એનર્જી આપવામાં આવી છે.આ તો થઇ પોર્ટેબલ ACની વાત, પણ આ સિવાય એક એવું કૂલર પણ છે જે વીજળી અને પાણી બંનેની બચત કરે છે. પીજન કંપનીએ એક કૂલર બનાવ્યું છે જેનું નામ Pigeon Ubercool છે, જેની કિંમત 7000 રૂપિયા જેટલી છે.આ કૂલર ફૂલસાઈઝ ટેબલ ફેન જેવું છે જેમાં 2.5 લીટરની વોટર ટેન્ક આપવામાં આવી છે, ઇનબિલ્ટ રિચાર્જેબલ બેટરી છે, જે 5 કલાકમાં ફૂલ ચાર્જ થઈને 9 કલાકનું બેકઅપ આપે છે. એટલે કે વીજળી વિના ન આખી રાત ચાલુ રાખી શકાય છે. જેને કંટ્રોલ કરવા માટે રિમોટ પણ આપવામાં આવ્યું છે.

આ કૂલરમાં પણ LED લાઈટ આપવામાં આવી છે જે નાઈટ લેમ્પનું કામ કરે છે. આ કૂલર પર કંપની  વર્ષની વોરંટી પણ આપે છે, જે 200 સ્કવેરફૂટના રૂમને પણ ઠંડુ કરી શકે છે. અને 360 ડિગ્રી ઠંડી હવા ફેંકે છે. જેમાં હનીકોમ્બ પેડ આપવામાં આવે છે જે ભીના થયા બાદ ઘણા સમય સુધી ઠંડી હવા આપે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here