એવું રહસ્યમઈ તાળું જે ચાવી હોવા છતાં પણ ખોલી નથી શકાતું, જાપાન ના કારીગરો પણ થયા હેરાન….

0

દુનિયામાં ઘણી એવી રહસ્યમઈ ચીજો છે, જેના વિશે જાણીને લોકોને ખુબ જ હેરાની લાગતી હોય છે. પણ આજે અમે તમને એક ખુબ જ સાધારણ ચીજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના રહસ્યનો આજ સુધી ખુલાસો નથી થઇ શક્યો. આ ચીજ દરેક વ્યક્તિ ના ઘરમાં સુરક્ષા માટે લગાવામાં આવે છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ તાળા(લોક) ની.

તાળા ને યોગ્ય ચાવી વગર ખોલી નથી શકાતું. પણ ઘણીવાર ચાવી ખોવાઈ જાવા પર બીજી ચાવી બનાવી પડતી હોય છે, જેનાથી તાળું ખોલી શકાય છે. પણ આજે અમે તમને એક એવા રહસ્યમાઇ તાળા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ચાવી હોવા છતાં પણ ખુલતું નથી. આ તાળા ને આજસુધી કોઈ ખોલી નથી શક્યાં. મોટા મોટા કારીગરો એ આ તાળા ને ખોલવામાં હાર માની લીધી છે. આ તાળા ને ખોલવાની ટેક્નિક માત્ર તેના માલિક બિહાર ના બેતિયા જિલ્લા ના રહેનારા લાલબાબુ શર્મા જ જાણે છે.

78 વર્ષ પહેલા બન્યું હતું આ અદ્દભુત તાળું:

તમને જણાવી દઈએ કે આ તાળું 78 વર્ષ પહેલાનું છે. લાલબાબુ જ આ તાળા ને ખોલતા હતા અને બંધ કરતા હતા. આ તાળું તેને વારસાના રૂપે તેના પિતા નારાયણ શર્મા દ્વારા મળ્યું હતું. નારાયણ શર્મા ની મૃત્યુ પછી પુરી દુનિયામાં લાલબાબુ જ એક એવા વ્યક્તિ છે, જે આ તાળા ને ખોલવા કે બંધ કરવાંનુ જાણે છે. લાલબાબુ એ જણાવ્યું કે 1972 માં દિલ્લી ના પ્રગતિ મેદાનમાં લાગેલા ઉદ્યોગ વ્યાપાર મેળા માં તે તાળા ને પ્રદર્શન માટે લઇ ગયા હતા.

તાળા ને પોતાની વિશેષતા ને લીધે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેના પછી ગોદરેજ કંપની ના પ્રતિનિધિ બેતિયા ગયા અને તે તાળા ને ખરીદવા અને તેની ટેક્નિક ને જાણવા માટે એક લાખ રૂપિયા ની ઓફર પણ આપી હતી. તે સમયે નારાયણ શર્મા એ ઓફર ની સાથે આ પ્રકાર ના તાળા ની વહેંચણી પર રોયલ્ટી ની માંગ રાખી. નારાયણ શર્મા ની આ માંગ ને કંપની એ માનવાનો ઇન્કાર કરી દીધો હતો. જાપાન ના પ્રતિનિધિઓ એ નારાયણ ને તાળા ની સાથે જાપાન બોલાવ્યો હતો, પણ તે ત્યાં જવા માટે રાજી થયા ન હતા. આ તાળા ના નિર્માણ ની કહાની ખુબ જ રોચક છે.બનારસ થી બોલાવ્યા હતા કારીગર:

કહેવામાં આવે છે કે બેતિયા ના અંતિમ રાજા રહસ્યમઇ તાળા અને ઘડિયાળો ના ખુબ જ શોખીન હતા. લાલબાબુ ના પૂર્વજો ને બનારસ ના રામનગર ના રાજા કન્નૌજ થી લઈને આવ્યા હતા. જયારે બેતિયા ના મહારાજ ને આ વાત ની જાણ થઇ કે બનારસ માં સારા તાળા બનાવનારા કારીગર છે તો તેઓએ એક કારીગર ને બનારસ ના મહારાજ થી આગ્રહ કરીને બેતિયા બોલાવામાં આવ્યા હતા. બેતિયા ના મહારાજ હોળી તહેવાર ના એક દિવસ પહેલા જ રાજ પરિસર માં અનોખી ચીજો ની પ્રદર્શન લગાવતા હતા. 1940 ની પ્રદર્શન ના દરમિયાન કુરસૈલા સ્ટેટ ના અમુક કારીગર એક તાળું લઈને આવ્યા અને અને તેને ખોલવાની શરત રાખી. નારાયણે આ તાળા ને આસાની થી ખોલી નાખ્યું હતું.તેના પછી નારાયણે પોતે બનાવેલા તાળા ને ખોલવાની શરત રાખી. તે સમયે તે નક્કી કરવામાં આવ્યું કે આગળના વર્ષ થનારા પ્રદર્શન માં તાળા ને પ્રદર્શિત કરશે. તેના પછી તેમણે ચાર રૂપિયા ના લોઢું ખરીદ્યું અને સાત મહિનાની મહેનત પછી આ રહસ્યમયી તાળા ને બનાવ્યું હતું. તેનાથી રાજા ખુશ થઈને તે સમયે ચાંદી ના 11 સિક્કા આપ્યા હતા. આ તાળા નું વજન લગભગ 5 કિલો છે. જયારે આ તાળું બન્યું હતું તો તેમાં ચાવી લગાવાની જગ્યા જોઈ શકાતી ન હતી. પ્રગતિ મેદાન માં પ્રદર્શન ના સમયે કારીગરો એ નોકીલા ઓજારો થી તેને જબરદસ્તી ખોલવાની કોશિશ કરી હતી. તેનાથી તાળા ની ઉપરની પરત તૂટી ગઈ હતી. તેનાથી ચાવી લગાવાની જગ્યા તો દેખાવા લાગી, પણ તાળું ખોલી ના શકાયું. આ તાળા ની વિશેષતા એ છે કે તે ચાવી હોવા છતાં પણ ખોલી નથી શકાતું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here