એવું ગામ જ્યાં 400 વર્ષોથી નથી થયો એકપણ બાળકનો જન્મ, કારણ છે સદીઓથી ચાલતા આવતા આ અંધવિશ્વાસ પર વિશ્વાસ…

0

અંધવિશ્વાસની પરાકાષ્ઠા ભરપુર માત્રામાં જોવી હોય તો તમારે ક્યાય દુર જાવાની જરૂર નથી, તમારાજ દેશમાં તમને એકથી એક ચઢીયાતા અંધવિશ્વાસીઓ મળી જાશે. હેરાની તો ત્યારે લાગશે જ્યારે કોઈ નવી પેઢી વર્ષોથી પ્રચલિત આ અંધવિશ્વાસોને આંખ બંધ કરીને નિભાવી રહેલી જોવા મળતી હોય. આવું તમને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 130 કિલોમીટર સ્થિત એક ગામમાં જોવા મળશે. અહી પર લગભગ 400 વર્ષોથી કોઈ મહિલાએ આ ગામની અંદર બાળકને જન્મ નથી આપ્યો.વરસાદ હોય કે પછી કડકડતી ઠંડી જો સંકા શ્યામજી નામના આ ગામમાં કોઈ ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા શરુ થઇ જાય છે તો, તેને ગામની સીમાની બહાર જવું જ પડે છે. આજ કારણ છે કે આગળના 400 વર્ષોથી અહી પર કોઈપણ બાળક હોસ્પિટલમાં જન્મ્યું નથી.
ગામના લોકોનું માનવું છે કે આ ગામને ભગવાને શ્રાપ આપ્યો છે, જેને લીધે જો કોઈ મહિલા ગામની સીમાની અંદર બાળકને જન્મ આપશે, તો મૌત થઇ શકે છે કે પછી બાળકને કોઈ ગંભીર બીમારી પણ થઇ શકે છે.

આ સંદર્ભમાં ગામના સરપંચે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, ”16 મી શતાબ્દીથી આ ગામમાં આવું જ થઇ રહ્યું છે. અમારું આ ગામ શાપિત છે, કેમ કે જ્યારે અહી પર એક મંદિર બનાવામાં આવી રહ્યું હતું, તો એક મહિલા ચક્કીમાં અનાજ પીસવા લાગી હતી. જેને લીધે મંદીરના નિર્માણમાં બાધા ઉત્પન્ન થઇ ગઈ અને ભગવાને ક્રોધિત થઈને શ્રાપ આપી દીધો કે આ ગામમાં કોઈપણ મહિલા પોતાના બાળકને જન્મ નહિ આપી શકે”.ત્યારથી આ ગામના લોકો પણ તેના પર વિશ્વાસ કરતા આવી રહ્યા છે અને તેઓનું કહેવું છે કે કોઈ અંધવિશ્વાસ નહી પણ હકીકત છે. જો કે આ ગામની એક સારી વાત એ પણ છે કે અહી કોઇપણ ઇન્સાન શરાબ નથી પિતા કે માંસ-મચ્છી પણ નથી ખાતા.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here