એવો કોઈ રોગ નથી કે જે આનાથી ઠીક ન થઈ શકે ! શરદી-ખાંસીથી લઈને કેન્સર સુધીના રોગ ઠીક થાય છે.

0

આયુર્વેદિક સિવાય મોર્ડન મેડિકલ સાયન્સમાં થયેલી રિસર્ચમાં પણ ગૌમૂત્રના ફાયદાઓ વિશે સાબિત કરવામાં આવ્યું છે. અમેરિકામાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, ભારત સરકારનું આયુષ ડિપાર્ટમેન્ટ અને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્મસી એન્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સમાં પબ્લિશ થયેલી સ્ટડીમાં પણ ગૌમૂત્રને ઘણી ગંભીર અને સામાન્ય બીમારીઓ માટે ફાયદાકારક બતાવવામાં આવ્યું છે. શું કહે છે એક્સપર્ટ અને પ્રેક્ટિસનર ?

ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના સ્વસ્થ વૃત વિભાગના એચ.ઓ.ડીનું કહેવું છે કે ગૌમૂત્રનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી બીમારીઓના ઈલાજ માટે થાય છે. ગૌમૂત્ર પર રિસર્ચ કરી રહેલા અને ગૌમૂત્રથી ઘણી બીમારીઓનો ઈલાજ કરી ચૂકેલા જેન્સ એ કાઉ યુરિન થેરાપીના ડૉક્ટર છે અને તેમનું કહેવું છે કે ગૌમૂત્ર પોતાનામાં જ એક દવા છે અને જો ગૌમૂત્રમાં જડીબુટ્ટીઓ નાખવામાં આવે અને ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો ગૌમૂત્ર વધારે અસરકારક છે.

કઈ વાતોનું ધ્યાન રાખશો ?

સ્વસ્થ અને દેશી ગાયના જ ગૌમૂત્રનો ઉપયોગ કરો. પ્રેગ્નેન્ટ કે વૃદ્ધ ગાયના ગૌમૂત્રનો ઉપયોગ ન કરો અને ગૌમૂત્રનો ઉપયોગ કરતાં પહેલા કાપડ દ્વારા તેને ગાળી લો.

કબજિયાત :

અડધા કપ નવશેકા પાણીમાં બે ચમચી ગૌમૂત્ર અને એક ચમચી સુંઠનો પાવડર ભેળવીને પીવાથી કબજિયાત દૂર થઈ જશે.

ગેસ :

અડધા કપ નવશેકા પાણીમાં બે ચમચી ગૌમૂત્ર અને અડધું લીંબુ અને ચપટી કાળું મીઠું નાખીને પીવું જોઈએ.

પેટની તકલીફ

અડધા કપ પાણીમાં બે ચમચી ગૌમૂત્ર, એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખીને પીવું જોઈએ.

હૃદય રોગ

અડધા કપ પાણીમાં બે ચમચી પાણી અને એક એક ચમચી આંબળા, અર્જુન અને શતાવરીનો પાવડર ભેળવીને પીવો.

કિડની

અડધા કપ પાણીમાં બે ચમચી ગૌમૂત્ર અને એક એક ચમચી આંબળા અને કુથલી અને શતાવરીનો પાવડર ભેળવીને પીવો.

લીવર પ્રોબ્લેમ

ત્રણ ચમચી ગૌમૂત્રમાં, એક એક ચમચી આંબળા અને કાલમેઘ અને સૂંઠ ભેળવીને સવાર સાંજ પીવાથી લીવર સ્વસ્થ રહે છે.

દાંતની તકલીફ

નવશેકા પાણીમાં બે ચમચી ગૌમૂત્ર ભેળવીને કોગળા કરવાથી દાંતની તકલીફમાં રાહત થાય છે.

કાનમાં દુખાવો

ગૌમૂત્ર નવશેકું થાય ત્યાં સુધી ગરમ કરીને બે ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુખાવો મટે છે.

સ્કિન પ્રોબ્લેમ

ગૌમૂત્રથી માલિશ કરવાથી અને પાણીમાં નાંખીને નાહવાથી સ્કિનની તકલીફ દૂર થાય છે.

શરદી-ખાંસી

અડધા કપ નવશેકા પાણીમાં બે ચમચી ગૌમૂત્ર અને ચપટી આગળ પર ફૂલેલી ફટકડી નાંખીને લેવાથી ફાયદો થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here