એવો દેશ જ્યાં લોકો કબરથી પણ નાની જગ્યામાં રહેવા માટે છે મજબુર, 19 તસ્વીરો જોઇને ધ્રુજી ઉઠશો…

0

ખુલ્લી હવામાં શ્વાસ લેવો જાણે કે આ લોકો માટે એક સપનું જ છે.

મારી એક દોસ્ત છે શ્રેયા. તે ભાળાના મકાનમાં રહે છે. હાલ તેની એક જ ફરિયાદ રહે છે કે તેની મકાન માલિક ખુબ જ ઝગડાલું છે. શ્રેયાની તેની સાથે બિલકુલ પણ બનતી ન હતી. ક્યારેક લાઈટને લઈને તો ક્યારેક સફાઈને લઈને, તે બંન્ને વચ્ચે જગડા થતા જ રહેતા હતા. કાલે તો એવું થયું કે શ્રેયા મકાન છોડવા પર મજબુર થઇ ગઈ હતી, અને નીકળી પડી નવા મકાનની શોધમાં.

જો કે તેને બીજુ મકાન તો મળી ગયું પણ ભાળું સાંભળીને તો જાણે કે હેરાન જ રહી ગયા હતા. ભાડુ તો એટલો વધુ હતું કે સાંભળતા જ એવું લાગે કે માણસ ખાશે શું અને બચાવશે શું. પછી ફરી શ્રેયાએ ફરી ઝગડાળુ મકાન માલિક સાથે રેહવાનું નક્કી કરી લીધું.

એમ પણ મોટા શહેરોમાં ભાળાનું મકાન મળવું ખુબ મુશ્કેલ હોય છે. અમુક લોકો તો ફૂટપાથને જ પોતાનું ઘર બનાવી લેતા હોય છે. એક પલ માટે વિચારો કે જો તમને પણ આવા ઘરમાં રહેવું પડે તો, જ્યાં પગ મુકવો પણ અઘરું થઇ જાય તો શું કરશો તમે.

આજે અમે એવીજ અમુક જગ્યાઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જ્યાં લોકો ઘુટ-ઘુટ રહેવા પર મજબુર થતા હોય છે.

1. જુઓ આ લાઈફસ્ટાઈલ:

10મી ક્લાસમાં જતા જ આપણને એક અલગ રૂમ જોતો હોય છે. પણ આજ તસ્વીરને જોઈ લો. નાની એવી જગ્યામાં પુરા ઘરની વસ્તુઓને સમાવી છે. જો કે આના કરતા તો મોટું આપળા ઘરનું બાથરૂમ હશે. તમને જણાવી દઈએ કે હોંગ કોંગમાં લગભગ 2,00,000 લોકો આવી જ જગ્યાઓ પર રહેવા માટે મજબુર થઇ જતા હોય છે.

2. આનું નામ છે કોફીન:

હોંગ કોંગના આ ઘરોને કોફીન કહેવામાં આવે છે. જો કે કોફીન તે ડબ્બાને કહેવામાં આવે છે જેમાં ક્રિશ્ચન લોકો મૌત બાદ લાશને રાખીને કબ્રસ્તાન લઇ જાવામાં આવે છે. આવા ઘરોને જોઈને જાણે કે એવું લાગે છે કે આ લોકોને વધુ જગ્યા તો કદાચ લાશોને મળતી હશે.

3. પીંજરા જેવા છે આ મકાનો:

માણસ પોતાના શોખ માટે ઘણીવાર પક્ષીઓને પિંજરામાં કૈદ કરીને રાખતા હોય છે. પણ અહી તો આ લોકોનું  જીવન તો આ લોકો કરતા પણ ખરાબ છે.

4. આ મોટી મોટી બિલ્ડીંગોમાં છે કોફીન હોમ:

બહારથી રંગ-બેરંગી નજરમાં આવતી આ બિલ્ડીંગમાં હજારો કોફીન હોમ છે, જેમાં લોકો દબાઈને રહે છે.

5. પગ ફેલાવવાનું પણ મુશ્કિલ:

આપણે ખુદના બેડ પર ફેલાઈને સુવાનું પસંદ કરતા હોઈએ છીએ. પણ આને જ જોઈ લો દિનભરની થકાન બાદ પગ ફેલાવવો પણ મુશ્કેલ છે.

6. આ ગંદકી ને જ જોઈ લો:

દુનિયાના દરેક દેશ સ્વચ્છતાના અભિયાનને બઢાવા આપી રહ્યા છે. પણ આવા હાલાત હોય તો કોઈ શું કરે.

7. સમાનની વચ્ચે જુઓ આ માણસની હાલત:

આ તસ્વીરને જોઇને તો અમને સરકારી જેલ યાદ આવી જાય છે. આ લોકોથી વધુ તો તે જેલ છે કે જેઓ ભાળા વગર જ મસ્તીમાં રહી શકે છે.

8. રાતે ઊંઘ નથી આવતી:

મોટાભાગે માણસને જ્યારે પ્રેમ થઇ જાય તો તેને ઊંઘ નથી આવતી, પણ અહી તો ઊંઘ આવવાનું કારણ ઊંઘ નહિ પણ જગ્યાનો અભાવ છે.

9. શ્વાસ લેવો પણ મુશ્કિલ:

જેવી રીતે ઘરમાં આ વૃદ્ધ માણસ બેઠો છે, તેવી રીતે તો પિંજરામાં મરઘીઓને રાખવામાં આવે છે.

10. હોંગ કોંગમાં રહેનારાઓ માટે આ છે સૌથી મોંઘી જગ્યા:

હોંગ કોંગ રહેવાના હિસાબથી આ સૌથી મોંઘી જગ્યા છે. જ્યાં સુધી આ ઘરના કીયારાની વાત આવે તો આ ઘર ખુબજ મોંઘા છે. મજબૂરી એવી છે કે મોંઘુ હવા છતાં પણ ઘર કિરાયા પર લેવા પડે છે.

11. બાળકોની આવી પરિસ્થિતિ:

બની શકે કે શીક્ષાનાં આધારે બાળકો કાલે કઈક બની જાય. પોતાની અને અન્યની જિંદગી બદલી શકે.

12. આ હાલતમાં પણ ખુશ રહેવાની કોશિશ:

હાલત ગમે તે હોય, માણસ ઈચ્છે તો ખુશ રહી શકે છે. તેનો આરામ ભલે જ હરામ હોય છતાં પણ ખુશ રહેવાની કોશિશ કરી રહ્યા છે.

13. ક્યાંક ટીવી પર પગ ન મારી દે:

આ તસ્વીરને જોઇને તો આજ વાત યાદ આવે છે.

14. શું આવા લોકો કાલની ઉમ્મીદ કરી શકે:

કહેવામાં આવે છે કે ઉમ્મીદ પર દુનિયા કાયમ છે, પણ જેવી રીતે જનસંખ્યા વધી રહી છે, આ લોકો પાસે કદાચ આવતી કાલની ઉમ્મીદ કરવી પણ બેકાર છે.

15. નાનું પરિવાર, સુખી પરિવાર:

જો ઘર આટલું નાનું હોય તો નાનો પરિવાર હોવા છતાં પણ સુખી રહી શકે નહિ.

16. ખુદ બેસો કે પછી સામાન રાખો:

ઉપરથી જોવામાં લાગે છે કે આ મહિલા સામાનની દુકાનમાં બેઠી છે.

17. આ ભાઈને જ જોઈ લો:

જો તમને પણ લાગી રહ્યું છે કે આ આદમી કબાટમાં બેઠો છે, તો તેવું નથી પણ તે તેનું ઘર જ છે.

18.શું સરકારની કોઈ જવાબદારી નથી બનતી:

આ વૃદ્ધને જ જોઈ લો કે કેવી રીતે તે પોતાને સીકોળીને બેઠો છે. આવી હાલત જોઇને મનમાં જ એક વાત આવે છે કે શું હોંગ કોંગનાં સરકારને પોતાના લોકોની પરેશાની નજરમાં નથી આવતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!