એટલા અશ્લીલ હતા આ ગીત ના શબ્દો, શૂટિંગ પછી ફૂટી ફૂટીને રડી હતી જુહી ચાવલા…વાંચો રસપ્રદ કિસ્સો

0

અનિલ કપૂર ની સાથે જુહી ચાવલા એ વર્ષ 1994 માં આવેલી ફિલ્મ અંદાજ માં કામ કર્યું હતું. આ ફિલ્મ નું એક ગીત ખુબ ચર્ચિત રહ્યું હતું.90 ના દશક ની સૌથી સફળ એક્ટ્રેસ માની એક જુહી ચાવલા એ 13 નવેમ્બર ના રોજ પોતાનો 51 મોં જન્મદિવ ઉજવ્યો હતો. જુહી એ 1986 માં ફિલ્મ સલતનત થી બૉલીવુડ માં એન્ટ્રી લીધી હતી. ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. જુહી ને સાચી ઓળખ વર્ષ 1988 માં આવેલી ફિલ્મ કયામત સે કયામત તક થી મળી હતી.
જુહી ચાવલા એ 90 ના દશકમાં દરેક મોટા અભિનેતાઓ ની સાથે કામ કર્યું છે. અનિલ કપૂરની સાથે જુહી ચાવલા ની જોડી ને ખુબ પસંદ કરવામાં આવી હતી. અનિલ કપૂર ની સાથે જુહી ચાવલા એ 1994 માં આવેલી ફિલ્મ અંદાજ માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મના પ્રોડ્યુસર સેન્સર બોર્ડ ના પૂર્વ અધ્યક્ષ પહેલાજ નિહલાની હતા.

અંદાજ ફિલ્મનું ગીત-खड़ा है, खड़ा है, दर पर तेरे आशिक खड़ा है ખુબ ચર્ચિત રહ્યું હતું. આ ગીત ના લિરિક્સ ખુબ વલ્ગર હતા. આ ગીત ની શૂટિંગ પછી જુહી ચાવલા ખુબ રોઈ હતી.જુહી એ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે-આ ગીત ના શબ્દો એટલા ભદ્દા હતા કે તેની શૂટિંગ ના સમયે હું અસહજ બની ગઈ હતી. જુહી ના આધારે તેમણે ફિલ્મના ડાયરેક્ટર ડેવિડ ધવન ને પણ કહ્યું હતું કે તે આ ગીત ને શૂટ નહીં કરી શકે.
જુહી ના આધારે આ ગીત ની દરેક તૈયારીઓ થઇ ચુકી હતી. એવામાં તેને આ ગીત ને શૂટ કરવું પડ્યું હતું. ગીત નું શૂટિંગ થયા પછી જુહી ચાવલા ખુબ રોઈ હતી. જુહી ખુબ જ શરમ અનુભવી રહી હતી.
જુહી ચાવલા એ વર્ષ 1984 માં મિસ ઇન્ડિયા નો પણ ખિતાબ જીત્યો હતો.તેના સિવાય જુહી ચાવલા ને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ માં બેસ્ટ કોસ્ટ્યૂમ એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવી હતી. વર્કફ્ર્ન્ટ ની વાત કરીયે તો જુહી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગા માં નજરમાં આવવાની છે. આ ફિલ્મમાં તેના સિવાય અનિલ કપૂર, સોનમ કપૂર અને રાજકુમાર રાવ પણ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here