એની આંખો માં જોઈને જ ખુલી ગયું હરણ નું રહસ્ય, જણાવી પુરી કહાની…..

0

અમેરિકા માં રહેનારો એક નાનો છોકરો રોજના સ્કૂલ જાતા પહેલા એક જંગલી હરણ ની સાથે ફરી રહેલો નજરમાં આવતો હતો. બાળકની આ આદત ને જોઈને તેના એક પાડોશી એ તેનું કારણ જાણવા માટે એક દિવસ તેનો પીછો કર્યો. જયારે તેણે હરણની આંખોમાં જોયું તો તેને પુરી હકીકત ની જાણ થઇ ગઈ અને તે પોતાને તેને શેયર કરવા માટે રોકી ના શક્યો. આ હરણ આંધળું હતું અને તે છોકરો રોજ તેને પોતાની સાથે ઘાસ વાળા ગાર્ડન માં ચરાવા માટે લઇ જાતો હતો.પાડોશી એ શેયર કરી ફોટોસ:

આ સ્ટોરી શિકાગો માં રહેનારા આ 10 વર્ષ ના એક છોકરાની છે જેને અમુક વર્ષ પેહલા તેના એક પાડોશી એ તેને સોશીયલ મીડિયા પર એક ફોટો ની સાથે શેયર કર્યું હતું. આ ફોટો માં આ છોકરો એક હરણ ની સાથે નજરમાં આવી રહ્યો છે.તે છોકરો રોજ સ્કૂલ જાતા પહેલા તે આંધળા હરણ ને એક યાર્ડ માંથી બીજા યાર્ડ માં લઈને ઘાસ ચરાવા માટે મદદ કરતો હતો, તેની રોજની આ આદત તેના પાડોશીને ધ્યાનમાં આવતી હતી. જેના પછી તેણે આ છોકરાની ફોટો શેયર કરીને બધા ને આ બાબતની જાણકારી આપી.

પાડોશીના આધારે જયારે તેને અને તેની પત્ની ને જયારે આ હરણની હકીકત ની જાણ થઇ તો તેઓ ખુબ જ ભાવુક બની ગયા હતા અને તેના પછી તેઓએ આ હરણ ની મદદ કરવા માટે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ગ્રુપ ને ફોન કર્યો.
આ પાડોશી એ આ ફોટોની સાથે એક મેસેજ લખીને જણાવ્યું કે, ”અમુક દિવસો સુધી નજરમાં આવતા મેં અને મારી પત્ની એ આ તસ્વીર લીધી છે. તેના પછી મારી પત્ની એ લોકલ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ગ્રુપ ને ફોન કરીને બધી જ જાણ કરી. તેઓએ તેને પોતાની સાથે લઇ જઈને જંગલ માં છોડી દેવાની વાત કહી છે. જ્યા તે ખુબ જ સુરક્ષિત રહી શકશે”.

હરણના ગયા પછી આવું હતું છોકરાનું રિએકશન:

અમુક દિસવો પછી આ પાડોશી એ એકવાર ફરી પોસ્ટ કરીને આ હરણ વિશે જણાવ્યું. તેમણે લખ્યું કે, ”અમુક જ કલાકો પહેલા એક લાઇસેન્સી વાઈલ્ડ લાઈફ ગ્રુપના મેમ્બર તે હરણ ને પોતાની સાથે લઇ ગયા છે. તેઓ માત્ર તેજ લોકો હતા જેઓ કાનુની રૂપથી બીમાર હરણનો નો ઈલાજ કરી શકે છે સાથે જ તેને શરણ પણ આપે છે. આ રેસ્ક્યુ પ્રોસેસ ને જોવા માટે આ છોકરા અને તેના માતા-પિતા તથા આસપાસના ઘણા લોકો જમા થઇ ગયા હતા”.

બધાને લાગતું હતું કે હરણના ગયા પછી આ છોકરો ખુબ જ દુઃખી થઇ જાશે પણ જયારે તેને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખુબ સમજદારીની સાથે પોતાની પ્રતિક્રિયા આપી. તેણે જણાવ્યું કે તે અમુક જ દિવસો પહેલા આ હરણને મળ્યો હતો અને તેણે તેનું નામ પણ રાખ્યું હતું. છોકરા ના આધારે તે તેની માત્ર ભલાઈ જ ઈચ્છતો હતો, અને ઈચ્છતો હતો કે તે પુરી રીતે ઠીક થઇ જાય. રેસ્ક્યુ ટીમને લીધે તે પુરી રીતે સંતુષ્ટ હતો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!