એણે કહ્યું ફિલ્મ જોઇતી હોય તો નાઇટી પહેરીને દેખાડ અને પછી.., 11 વર્ષ બાદ એક્ટ્રેસનો ખુલાસો

બોલીવુડમાં હાલના દિવસોમાં કાસ્ટિંગ કાઉચને લઈને ખુબ ચર્ચાઓ ચાલે છે. ઘણી એવી અભિનેત્રીઓએ  ઇન્ડસ્ટ્રીમાં થયેલા યૌન શોષણ વિશે ખુલીને વાત કહી છે, એવી જ એક એક્ટ્રેસ ‘માહી ગીલ’ સાથે પણ એવું જ થયું. તેણે પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચનો અનુભવ મીડિયા સામે શેઈર કર્યો છે. માહીએ જણાવ્યું કે કેરિયરની શરૂઆતમાં તેને તેનો સામનો કરવો પડ્યો હતો. એક ડાયરેક્ટરે તો માહીને એ પણ કહ્યું હતું કે તે તેને નાઈટીમાં જોવા માગે છે.  સલવાર-સુટ પહેરીને નહિ મળે ફિલ્મો:
માહી ગીલે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે કેરિયરનાં શરૂઆતી દિવસોમાં તેને એક એવા ડાયરેક્ટ મળ્યા હતા, જે ખુબ જ ભદ્દા કમેન્ટ અને ડીમાંડ કરતા હતા. માહીએ કહ્યું કે, ”આવું મારી સાથે ઘણી વાર બન્યું છે. મને તો તે ડાયરેક્ટરનું નામ પણ યાદ નથી. હું જ્યારે એક ડાયરેક્ટરને મળવા ગઈ હતી ત્યારે મેં સલવાર-સુટ પહેર્યું હતું. મને મળવા પર તેમણે કહ્યું કે જો તું આવા લુકમાં આવીશ તો તને કોઈ ફિલ્મો નહિ આપે’. માહીએ કહ્યું કે એક ડાયરેક્ટરે તો તેને નાઈટીમાં જોવાની ડીમાંડ પણ કરી નાખી હતી.

જોવા માગું છું કે તું નાઈટીમાં કેવી લાગે છે: તેઓએ કહ્યું, ”મેં એક અન્ય ડાયરેક્ટરને મળી હતી, જેણે મને કહ્યું કે- હું જોવા માગું છું કે તું નાઈટીમાં કેવી દેખાઈ છે. માહીએ આગળ કહ્યું કે, ‘હું મુંબઈ માં નવી હતી, માટે મને જાણ ન હતી કે કોણ સાચું છે અને કોણ ગલત. હું વાસ્તવમાં વિચારવા લાગી હતી કે’ ”અચ્છા!એવું હોય છે કે સુટ પહેરીને રોલ ન મળી શકે અને કોઈ કામ ન આપે?

બચવા માટે સાથે લઈને જતી હતી મિત્રોને:બોલીવુડમાં ફેલાયેલા કાસ્ટિંગ કાઉચની વચ્ચે ખુદને બચાવા પર માહીએ કહ્યું કે તે આવી જગ્યાઓથી ભાગી જાતી હતી. ”હું નવા લોકોને મળવા પર મોટાભાગે શરમાતી હતી, માટે જ્યારે પણ કોઈ બેકાર વાત બોલે છે કે ગાઈડ કરવાની કોશીસ કરે તો હું ત્યાંથી ભાગી જાતી હતી”. માહી એ કહ્યું કે આવી પરિસ્થિતિ માંથી બચવા માટે હું ઘણીવાર મારા મિત્રોને સાથે લઈને જતી હતી. ફિલ્મોની વાત કરીએ તો માહી જલ્દી જ તીન્ગ્માશું ધુલિયાની ફિલ્મ ‘साहेब, बीवी और गैंगस्टर 3’ માં જોવા મળશે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!