એકવાર આ બ્લુ ચા વિશે જાણી લેશો તો ભૂલી જાશો ગ્રીન ટી અને બ્લેક ટી ને, જાણો વિગતે…

તમે પણ ચા ચોક્કસ પિતા હશો એને એવામાં પણ અત્યારની ઋતુ પણ એવી છે કે ચા પીવી જ પડે. ચા ના પણ ઘણા પ્રકારો છે જેમ કે ગ્રીન ટી, બ્લેક ટી વગેરે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે. પણ શું તમે ક્યારેય નીલી(બ્લુ) ચા વિશે સાંભળ્યું છે? આજે અમે તમને આ નવી બ્લુ ચા વિશે જણાવીશું.

તમને જણાવી દઈએ કે આ બ્લુ ચા અપરાજિતા ના ફૂલો થી બને છે. તેને બનાવાનો તરીકો પણ એકદમ આસાન છે પણ આ ચા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે.

જાણો તેને બનાવાનો તરીકો:

તેને બનાવા માટે પણ તમને ખાસ મેહનત કરવાની જરૂર નથી. તમારે માત્ર અમુક અપારીજાતાના ફૂલોને લઈને તેને સામાન્ય ચા ની જેમ ગરમ પાણીમાં ઉકાળવાનું છે. સ્વાદ માટે તમે તેમાં ખાંડ પણ મિલાવી શકો છો. અપારીજીતા ના ફૂલ નો બ્લુ રંગ હોય છે. ઉકાળ્યા પછી તેને ગાળી લો, તમારી blue tea તૈયાર છે.

સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ:

1. તમને જણાવી દઈએ કે આ ચા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે અને તે મગજ માટે તો એકદમ બેસ્ટ છે. આ જ બ્લુ ચા ના સેવનથી આપણા શરીરમાં એસિટલોકલિન નામના તત્વ ની નિર્માણ થાય છે જે મગજની કાર્યક્ષમતા ને વધારે છે.2. તણાવ મુક્ત કરવામાં બ્લુ ચા ખુબ જ ઉપીયોગી છે. બ્લુ ચા ઉધરસ, ઠંડી અમે અસ્થમા થી રાહત આપવામાં મદદ કરી શકે છે, કેમ કે એઆ એક દવાના રૂપમાં કામ કરે છે.3. આ ચા મધુમેહ ના દર્દીઓ માટે ખુબ જ ઉપીયોગી છે કેમ કે ભોજન થી ગ્લુકોઝ ની વૃદ્ધિ ને રોકે છે અને આ પ્રકારે, મધુમેહ ના ઈલાજમાં મદદ કરે છે.4. બ્લુ ચા એન્ટી-ઓક્સીડેન્ટ માં સમૃદ્ધ છે. એન્ટીઓક્સીડેન્ટ કોશિકા ક્ષતિ ના જોખમ ને ઓછું કરે છે, તે ત્વચા અને વાળ માટે પણ ફાયદેમંદ છે. આ ખાસ કરીને ત્વચા માટે ખુબ જ ફાયદેમંદ છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!