એકદમ કમાલનું છે સ્ટિલબર્ડ નું આ હેલ્મેટ, લગાવાનું પસંદ ન કરનારાઓ પણ તેને ખરીદવા માગશે…જાણો ખાસિયત

0

ટુ-વ્હીલર ચલાવનારા લોકો માટે હેલ્મેટ ખુબ જ જરૂરી હોય છે. માત્ર પોલીસ ના ચલણ થી જ બચવા માટે નહિ પણ બાઈક ચલાવનાર ની સેફટી માટે પણ તે ખુબ જ જરૂરી હોય છે. પણ આપણા દેશ માં લોકો હેલ્મેટ પર પૈસા ખર્ચ કરવા પસંદ નથી કરતા, પણ આજે અમે તમને એક એવા હેલ્મેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ તેને ખરીદવા માટે તૈયાર થઇ જાશો. સ્ટીલબર્ડ ના શહેરો માં ડ્રાઇવિંગ માટે સ્ટીલબર્ડ એયર SBA-2 નામનું ફૂલ-ફેસ હેલ્મેટ ડિઝાઇન કરવામાં આવેલું છે. આ હેલ્મેટ માં સૌથી સારી વાત એ છે કે તેમાં મોટું બ્રો-ટુ-ચિન ડિઝાઇન કરવામાં આવ્યું છે, એટલે કે આ વાઈજર તમારો પૂરો ચેહરો કવર કરી લે છે. કંપની એ તેમાં એયર બુસ્ટર વેન્ટિંગ ટેક્નોલોજી નો ઉપીયોગ કર્યો છે. એટલે કે તેના ટોપ પર એક પાતળી સ્લેટ આપવામાં આવેલી છે જેને અલગ ડિગ્રી માટે ખોલી શકાય છે અને પછી તેને પુરી રીતે બંધ પણ કરી શકાય છે.

દેખાવ ની વાત કરીયે તો તે નોર્મલ કોમ્પ્યુટર બાઈક થી લઇને સ્પોર્ટ્સ બાઈક કે સ્કૂટર પર પણ ખુબ જ સારો લુક આપે છે. હેલ્મેટ ના ટોપ સરફેસ બ્લેક કલરમાં છે અને તે પુરા રેડ કલર માં પણ ખુબ જ આકર્ષક લાગે છે.

SBA-2 હેલ્મેટ ની વિઝિબિલિટી ની વાત કરીયે તો દિવસના સમયે તો તેમાંથી સ્પષ્ટ દેખાય જ છે, સાથે જ તેમાં રાતના સમય માટે પણ વિઝન ટેક્નોલોજી નો ઉપીયોગ કરવામાં આવ્યો છે. જેને લીધે રાતના સમયે પણ તમને દૂર દૂર સુધી રસ્તા પર સપષ્ટ જોઈ શકાય છે. આ સાથે જ, હેલ્મેટ નું વાઈજર તે રીતે બનાવામાં આવ્યું છે કે તમે આસાની થી સાઈડ માં પણ જોઈ શકો છો, જે સુવિધા સામાન્ય રીતે બીજા હેલ્મેટ માં નથી આવતી. આઉટર વાઈજર ની વાત કરીયે તો તેમાં ગોલ્ડ, ગ્રીન અને રેન્બો કલર આપવામાં આવેલા છે, બીજા વાઈજર(ચશ્માં) ની વાત કરીયે તો તેમાં ગોલ્ડ, બ્લુ, રેન્બો અને સિલ્વર જેવા ચાર અલગ-અલગ રંગો ની કોટીંગ કરવામાં આવેલી છે.

સેફટી માટે SBA-2 માં ત્રણ લેયર ની સુરક્ષા આપવામાં આવેલી છે એટલે કે તેમાં વાઈજર, માઉથ ગાર્ડ અને ચીન ગાર્ડ EPS શામિલ છે. આ હેલ્મેટ ને પહેર્યા પછી એવું લાગશે કે તે ખુબ જ સુરક્ષિત અને મજબૂત છે. એટલું જ નહિ, હેલ્મેટ નું લાંબુ વાઈજર પાતળું હોવાની સાથે સાથે ખુબ જ મજબૂત પણ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here