એકસાથે 8 બાળકોને જન્મ આપીને ચર્ચામાં આવી હતી માં, હવે પોતાના બાળકો સાથે કઈક આવા હાલમાં છે…

0

આ કહાની છે એક એવી માં ની જેણે એકસાથે 8 બાળકોને જન્મ આપીને વિશ્વ રેકોર્ડ કાયમ કર્યો હતો. આજે આ જ મહિલા એક એવી હાલતમાં આવી ગઈ છે કે જાણીને તમે હૈરાન જ રહી જાશો. આ ઘટના વર્ષ 2009 ની છે ‘નાદિયા સુલેમાન’ નામની આ મહિલાએ એકસાથે 8 બાળકોને જન્મ આપ્યો હતો. આ એક ઘટના બાદ તે રાતો-રાત ફેમસ બની ગઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આની પહેલા પણ તે 6 બાળકોને જન્મ આપી ચુકી છે પણ તે એક બાળક વધુ ઈચ્છતી હતી.માટે નાદિયાને એક આઈવીએફ કલીનીક સાથે સંપર્ક કર્યો હતો. અહી ડોકટરોએ તેને 12 ભ્રુણ પ્રત્યારોપિત કરવાની સલાહ આપી હતી. તેના માટે નાદિયા તૈયાર પણ થઇ ગઈ હતી. પણ તેમના 8 જ જીવિત બચ્યા અને નાદિયા જલ્દી જ 8 બાળકોની સાથે ગર્ભવતી બની. બાદમાં જ્યારે નાદિયાએ 8 બાળકોને જન્મ આપ્યો તો પૂરી દુનિયા દંગ જ રહી ગઈ હતી.સારી એવી પબ્લીસીટી મળ્યા બાદ નાદિયાને ઓપરા વિનફ્રે ના શો માં પણ બોલાવામાં આવી હતી. અહી નાદિયાએ પોતાના એક્સપીરીયેંસ શેઈર કર્યા હતા. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના જીવનની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

તેને હવે એકસાથે 14 બાળકોને માત્ર સંભાળવાનું જ નહિ પણ તેનું ભરણ પોષણ પણ કરવાનું હતું, પણ નાદીયાની હાલત એટલી બગડી ગઈ કે તે પોતાના બાળકોની જરૂરતોને પણ પૂરું ન કરી શકી. નાદીયાનું જીવન ખુબ જ કઠીન બની ગયું હતું. આ વાત ખુદ નાદિયાએ કબુલી હતી કે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તે મરવા માટે પણ વિચારી રહી હતી. તે ખુદને બાથરૂમમાં લોક કરીને રડતી હતી. એવું પણ ઘણી વાર બન્યું કે નાદિયાએ બાથરૂમનાં ફર્શ પર બેસીને જમ્યુ હોય. નાદિયાનાં બૈંક અકાઉન્ટ માં માત્ર 300 ડોલર જ બચ્યા છે. એવું નથી કે નાદિયાને પોતાના બાળકો સાથે પ્રેમ નથી પણ તે સમયે તે પોતાના આ 8 બાળકોને નફરત કરવા લાગી હતી. તે તેને જાનવર પણ કહેવા લાગી હતી. નાદિયાના મોટા દીકરાઓનો ખોરાક વધી રહ્યો હતો પણ તેને પુરતું ભોજન આપવાના પૈસા પણ ન હતા. નાદિઆએ એક મોટા પરિવારનું જે સપનું જોયું હતું તે હવે દુઃખમાં બદલાઈ ગયું.

બાદમાં એ ખબર પણ સામે આવી કે નાદિયાને પોતાના બાળકોને પાળવા માટે અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ‘એડલ્ટ’ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું. જો કે, અમુક સમય બાદ તેને અહેસાસ થયો કે આવું કરવાથી તે પોતાના બાળકોને એક સારું ઉદાહરણ ક્યારેય નહિ આપી શકે. વર્ષ 2014 માં તે કેલીફોર્નીયાનાં ઓરેન્જ કાઉન્ટીમાં પોતાના ઘરે ચાલી ગઈ. અહીંથી તેના દિવસોમાં બદલાવ આવ્યો અને તેને ગાડી ફરીથી ટ્રેક પર ચાલવા લાગી.તેમને અહી પરેશાન મહિલાઓને પરામર્શ આપવાની નોકરી મળી ગઈ હતી. તેનાથી તે કમાણી કરવા લાગી અને આરામથી પોતાના બાળકોનું પેટ ભરવા લાગી. હવે નાદિયા ઉપર પોતાના 14 બાળકોને પાળવાની જવાબદારી છે. જો કે પરિસ્થિતિ પહેલા કરતા થોડી આસાન બની ગઈ છે કેમ કે તેના બાળકો હવે થોડા મોટા થઇ ગયા છે અને તેઓ ઘરના કામોમાં નળિયાને મદદ પણ કરે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!