એક સમયે રવીનાની શૂટિંગ જોઈ રહેલા આ બાળકને કાઢી મુકવામાં આવ્યો હતો સેટની બહાર, આજે છે બોલીવુડના સૌથી હેન્ડસમ સુપરસ્ટાર…

90’s હોટ અને સુંદર અભિનેત્રીમાં શામિલ રવીના ટંડન પોતાના સમયની સફળ અભિનેત્રી રહી છે. સ્ક્રીન પર જયારે રવીના ડાન્સ કરતી હતી તો લોકો પોતાના દિલ થામી લેતા હતા. તેમણે પોતાની ફિલ્મમાં ઘણા આઈટમ નંબર પણ કર્યા છે. રવીના ટંડન ની ઘણી ફિલ્મોમાં તમે સીટીઓ પણ વગાડી હશે પણ શું તમે જાણો છો કે રવીનાની શૂટિંગ જોઈ રહેલા આ બાળકને સેટથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો, કારણ ખુબ નાનું છે પણ છતાં પણ આ બાળકને શૂટિંગ જોવા આપ્યું ન હતું અને આજે આજ છોકરો બોલીવુડમાં ધૂમ મચાવી રહ્યો છે.રવીના ટંડન પોતાની એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી અને ત્યાં પાસે ઉભેલો 12 વર્ષનો બાળક તેને જોઈ રહ્યો હતો. રવીનાને જૉઇને આ છોકરો અજીબ-અજીબ મોં બનાવી રહ્યો હતો જેને લીધે રવિનાનું ધ્યાન શૂટિંગના શોટમાં લાગી રહ્યું ન હતું. તે બાળક એવી એવી હરકતો કરી રહ્યો હતો કે રવીનાથી સહન ન થયું અને તેણે સ્પોટ-બોય્સ ને કહીને તે છોકરાને શૂટિંગ માંથી બહાર કાઢવા માટે કહ્યું.
આ શૈતાની કરનારો છોકરો બીજું કોઈ નહિ પણ આજના જાણીતા હેન્ડસમ અને બોલીવુડમાં પોતાની હિટ ફિલ્મો દેનારા અભિનેતા રણવીર સિંહ હતા. આજે ભલે રણબીર ફિલ્મો દ્વારા પોતાની અલગ પહેચાન બનાવી ચુક્યા હોય પણ તેની શરારતો બાળપણથી જ ખુબ રહી છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે તેની હરકતોથી તંગ આવીને રવીનાએ સેટ પરથી બહાર નિકાળી દીધો હતો.
વર્ષ 2010 માં ફિલ્મ બેન્ડ બાજા બારાત થી પોતાના કેરિયરની શરૂઆત કરનારા રણવીર સિંહ આજે બોલીવુડના ટોપ નિર્દેશક સંજય લીલા ભંસાલી ની પહેલી પસંદ છે. તેમણે રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવતિ જેવી ફિલ્મોમાં કામ કરીને તેઓનું સ્તર ખુબ જ ઊંચું કરાવી નાખ્યું છે. રણબીરની આવનારી ફિલ્મ ‘ગલી બોય્સ’ છે જેમાં તેની જોડી આલિયા ભટ્ટ સાથે બનાવામાં આવેલી છે, હવે દર્શકોને આ જોડી કેટલી પસંદ આવે એ તો સમય જ બતાવશે. બોલીવુડમાં રણવીર સિંહ અને દીપિકાની જોડીને દર્શકો ખુબ પસંદ કરે છે અને એ પણ ખબર આવી હતી કે બંને જલ્દી જ લગ્ન કરવા જઈ રહયા છે. હાલ બંનેનું ફોક્સ પોતાના કેરિયર પર છે. જણાવી દઈએ કે રણવીર સિંહ અનિલ કપૂરના રિશ્તેદાર છે અને સોનમ કપૂરના કઝીન બ્રધર છે. અને સાથે જ ફિલ્મની શૂટિંગમાં પણ તે પોતાના અંકલ અનિલ કપૂર સાથે જ ગયા હતા, જ્યારે આ વાત રવીનાને જાણ થઇ ત્યારે તે ખુબ જ હસી હતી.    

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!