એક સમયે કરન જોહરના ઘરે નોકરનું કામ કરતી હતી આ કંટેસ્ટેન્ટ ની માં, દીકરા એ ‘કૌન બનેગા કરોડપતિ’ માં કમાલ કરી દીધો…

0

આ દિવસો માં ટેલિવિઝન શો ‘કૌન બનેગા કરોડપતિ’ ટીઆરપી ના મામલામાં ટીવી ના શીર્ષ કાર્યક્રમોમાં શામિલ થઇ ચુક્યો છે. દેશભરના પ્રતિભાગી આ શો નો હિસ્સો લેવા માટે પહોંચી રહ્યા છે. જો કે આ શો માં દરેક એપિસોડમાંના કંટેસ્ટેન્ટ પોતાના જીવન સાથે જોડાયેલા દરેક ખાટા-મીટા ક્ષણ ને રજૂ કરે છે, પણ ગયેલા સોમવારે પ્રસારિત થયેલો શો કઈક વધુ પડતો જ ખાસ રહ્યો હતો.આ એપિસોડમાં મહારાષ્ટ્રના દિપક ભોંદેકરને અમિતાબ બચ્ચન ની સાથે હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો. દરેક કંટેસ્ટેન્ટ ની જેમ દીપકના જીવનની કહાની પણ ખુબ જ ભાવુક અને દિલને સ્પર્શ કરી દેનારી છે. મધ્યમવર્ગ થી તાલ્લુક રાખનારા દીપકે જણાવ્યું કે તેની સફર ખુબ જ સંઘર્ષમય રહી છે, દીપકે જણાવ્યું કે તેમણે પોતાના જીવનકાળમાં ઘણી એવી કઠિનાઈઓનો સામનો કર્યો છે.
આ દરમિયાન તેમણે એ વાતનો ખુલાસો કર્યો હતો કે એક સમય એવો પણ હતો જયારે તેની માં નિર્માતા નિર્દશક કરન  જોહર ના ઘરમાં નોકર તરીકેનું કામ કરતી હતી. દીપકે જણાવ્યું કે તેના ઘરની આર્થિક સ્થિતિ શરૂઆતથી જ સારી ન હતી, તેના પિતા ઓટો ચલાવાનું કામ કરતા હતા, જયારે માં પાપડ બનાવાનું કામ કરતી હતી.શો માં રહેલી દિપક ની માં એ જણાવ્યું કે તેના દીકરા એ હંમેશા તેના કામમાં મદદ કરી છે, અભ્યાસ ના દરમિયાન પણ દિપક પોતાની માં ની મદદ કરવા માટે પાપડ બનાવતો હતો. દીપકની માં ના આધારે તે એક દિવસમાં 27 કિલો પાપડ બનાવતી હતી. જણાવી દઈએ કે આ શો માં દીપકે બાર લાખ, 50 હજાર રૂપિયાની રકમ જીતી છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here