એક સમયે વિરાટ નહીં આ વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં હતી અનુષ્કા, 9 અજાણી વાતો

0

અનુષ્કાનો ફેવરિટ કલર બ્લેક અને ફેવરિટ ડેસ્ટીનેશન ગોવા જ્યારે મનપસંદ પરફ્યુમ રાલ્ફ લૌરેન બ્લુ છે

બોલિવૂડ એક્ટ્રેસ અને ફિલ્મ નિર્માત્રી અનુષ્કા શર્માનો આજે બર્થ ડે છે. અનુષ્કાનો જન્મ 1 મે 1988નાં રોજ અયોધ્યામાં થયો હતો. તેણે વર્ષ 2008માં આદિત્ય ચોપરાની ‘રબને બનાદી જોડી’ દ્વારા ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. શાહરૂખ સાથે પ્રથમ ફિલ્મ સુપરહિટ રહ્યા બાદ તેમણે ‘બેન્ડ બાજા બારાત’ ‘જબ તક હૈ જાન’, ‘પીકે’ અને ‘એન.એચ 10’ જેવી સફળ ફિલ્મ્સ આપી છે.

બાળપણમાં અને પહેલા બોયફ્રેન્ડ ઝોહેબ યુસુફ સાથે અનુષ્કા શર્મા:

મોડલ ઝોહેબ યુસુફના પ્રેમમાં હતી અનુષ્કા

જોકે હાલ તો અનુષ્કા તેની ફિલ્મ કરિયર કરતા વધુ વિરાટ કોહલીના સાથેના સંબંધોને લઈ ચર્ચામાં રહે છે. જોકે એક સમયે તે મોડલ ઝોહેબ યુસુફ સાથે સીરિયસ રિલેશનશીપમાં હતી. ત્યાર બાદ તેના જીવનમાં રણવીરસિંહ આવ્યો અને હાલ તે વિરાટ કોહલીના પ્રેમમાં છે.

શાહરૂખ સાથે અનુષ્કા શર્મા:

1-અનુષ્કાએ આર્મી વિદ્યાલયમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો બાદ તેણે બેંગ્લોરની માઉન્ટ કારમેલ કોલેજમાંથી કલા સાહિત્યમાં ડિગ્રી મેળવી હતી.

2-તે જ્યારે પહેલીવાર મુંબઈ આવી ત્યારે ઝોહેબ યુસુફ સાથે સિરિયસ રિલેશનશીપમાં હતી.જોકે ત્યાર બાદ બન્ને વચ્ચે અંતર આવતા આ સંબંધોનો અંત આવી ગયો:

ફ્રેન્ડ સાથે અનુષ્કા શર્મા:

3-અનુષ્કાનો મનપસંદ શાહરૂખ ખાન છે.

ભાઈ સાથે અનુષ્કા શર્મા:

4-રણવીરસિંહ હજુ પણ તેનો ફેવરિટ કો-સ્ટાર છે.

5-આદિત્ય ચોપરાએ તેની ડેબ્યુ ફિલ્મ સમયે તેને માહિતગાર કરી હતી કે તે ખૂબસૂરત નથી:

6-તેની ઓરીજીનલ કરિયર ચોઈસ જર્નલિઝમ હતી:

રણવીરસિંહ સાથે અનુષ્કા શર્મા:

7-તેને પહેલો બિગ બ્રેક શોપિંગ મોલમાં મળ્યો હતો.એકવાર અનુષ્કા બેંગાલુરૂની ડેનિમ શોપમાં ગઈ ત્યારે તેને જાણ થઈ કે તે વેન્ડેલ રોડ્રીક્સ લેકમે ફેશન વીકોનો હિસ્સો છે.

પિતા સાથે અનુષ્કા શર્મા:

8-અનુષ્કાનો ફેવરિટ કલર બ્લેક અને ફેવરિટ ડેસ્ટીનેશન ગોવા જ્યારે મનપસંદ પરફ્યુમ રાલ્ફ લૌરેન બ્લુ છે.તેમજ તેને સી ફુડ ખૂબ ભાવે છે.

માતા-પિતા અને ભાઈ સાથે અનુષ્કા શર્મા:

9-અનુષ્કા અલગ અલગ સમયે એવોર્ડ્સ માટે કુલ 20 વાર નોમિનેટ થઈ છે.જેમાંથી તેને 11 વખત એવોર્ડ્સ મળ્યા છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!