સોનમે એક સમયે ઐશ્વર્યાને આંટી કહી હતી, હવે ફોન કરીને કહ્યું કે…..

0

સોનમ કપૂર અને ઐશ્વર્યા રાઈ બચ્ચન એક એવી અભિનેત્રીઓમાં છે જેનું એકબીજા સાથે બિલકુલ પણ બનતું નથી. અમુક સમય પહેલા સોનમ અને ઐશ વચ્ચે કૈટફાઈટ થયાની ખબરો સામે આવી હતી. વર્ષ 2009 માં  L’Oreal કંપનીએ સોનમને કંપનીની ફેસ ઘોષિત કરી હતી, આ નિર્ણયથી ઐશ બિલકુલ પણ ખુશ ન હતી, જેના બાદ તેણે સોનમ સાથે રેડ કાર્પેટ પર જવા માટેનો ઇનકાર કરી દીધો હતો, તેના બાદ સોનમે ઐશને આંટી કહી દીધું હતું. સોનમ કપૂર 8 મૈ નાં રોજ પોતાના પ્રેમી આંનદ આહુજા સાથે લગ્ન કરવા જઈ રહી છે આ દિવસ પર લાગી રહ્યું છે કે સોનમ કપૂર, ઐશની જૂની કડવાહટ દુર કરી દેવા માગે છે. જાણકારી અનુસાર સોનમે ઐશને ખુદ ફોન કરીને પોતાના લગ્ન માટે આમંત્રિત કતી હતી.   જાણકારી અનુસાર અમુક સમય પહેલા ડિઝાઈનર સંદીપ ઘોંસલાની ભાંજી સુદામીની મટુટના લગ્નમાં ઐશ અને સોનમ કપૂરની માં ની મુલાકાત થઇ હતી. આજ સમયે સોનમની માં એ ઐશને લગ્ન માટે ઇન્વાઇટ કરી હતી. તેના અમુક દિવસો બાદ સોનમે ઐશને ફોન કરીને ઇન્વાઇટ કરી હતી. બંનેએ અમુક સમય સુધી વાતચીત પણ કરી હતી. ઐશ, અભિષેક અને શ્વેતાને ખુદ સોનમે ફોન કરીને આમંત્રિત કર્યા હતા. જ્યારે અમિતાબ અને જયા બચ્ચનને અનીલ કપૂરે ફોન કરીને આમંત્રિત કર્યા હતા.

જાણકારી અનુસાર સોનમના લગ્નમાં બોલીવુડના દરેક દિગ્ગજ અભિનેતાઓ શામિલ થશે. પરિવારના તરફથી કહેવામાં આવ્યું છે કે, ”કપૂર અને આહુજા પરિવાર માટે આ ખુબ જ ખુશીનો પલ છે કે સોનમ અને આનંદનાં લગ્નની ઘોષણા કરી રહ્યા છે. સોનમના લગ્ન 8 મૈ નાં રોજ થવાના છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!