એક સમયનો પટ્ટાવાળો આજે ફરે છે મર્સિડીઝમાં, આમ બદલાય ગઈ LIFE

તાજેતરમાં સ્ટેન્ડ અપ કોમેડિયન રાજીવ ઠાકુરે પોતાના નવા શો ‘તેરા બાપ મેરા બાપ’ના પ્રમોશન માટે લખનૌ પહોંચ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેણે મજાકમાં જ પોતાના સંઘર્ષ અંગેની વાતો કરી હતી.

પટ્ટાવાળો હતો રાજીવ, આમ હાંકી કાઢ્યો તો નોકરીમાંથી:

પોતાની સ્ટ્રગલ અંગે વાત કરતા રાજીવે કહે છે, “ઘરની હાલત જોઈને મેં 10 ધોરણ પાસ કરવા સાથે જ પાર્ટ ટાઈમ જોબ શોધવાની શરૂઆત કરી હતી. પહેલી જોબ મને પટ્ટાવાળા તરીકેની મળી હતી. જ્યાં મારો પગાર 6-7 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.”
“હું ખૂબ જ ખુશ હતો, લાગતું હતું કે સારા દિવસો આવશે. મારા ઘરે ફ્રીઝ નહોતું. મેં વિચાર્યું કે, ત્રણ મહીનાના પગારમાંથી ફ્રીઝ તો ખરીદી જ લઈશ. નસીબજોગે પહેલા વીકઓફમાં જ હું બીમાર પડી ગયો અને તેણે મારી જગ્યાએ કોઈ બીજાને રાખી લીધો. મારા સપનાઓ ત્યાં જ તૂટી ગયા.”  પહેલી જોબ છૂટ્યા બાદ રાજીવે પોતાના મામાનો બિઝનેસ પણ જોઈન કર્યો હતો. તેમણે કહ્યું, “મારા મામા કપડા પર મીનાકારીનો બિઝનેસ કરતા હતા. મેં તે કામ શીખી લીધું અને તેને ત્યાં મજુર બનીને મીનાકારી કરવા લાગ્યો હતો. પહેલા મહીને તેમણે મને પગાર તરીકે 600 રૂપિયા અને એક પેન્ટ આપ્યું હતું. આ મારી પહેલી કમાણી હતી. તે પૈસાથી પાપાએ મારું બેંક એકાઉન્ટ ખોલાવી દીધું હતું. હું ખૂબ ખુશ હતો. પરંતુ હવે તે એકાઉન્ટને જ લઈને હવે સીએ મને રોજ હેરાન કરે છે.”

પાપાએ ગિફ્ટ કરી હતી લેડીઝ સાયકલ, મિત્રો ઉડાવતા મજાક:     

પોતાની પહેલી ગાડીના સવાલ પર રાજીવ મજાક કરવાનું ચૂક્યો નહોતો. તેણે કહ્યું, “તમે મારી દુખતી રગ પર હાથ રાખ્યો છે. હું પહેલી કારથી નહીં, સાયકલથી શરૂઆત કરીશ.”  “સ્કૂલ ટાઈમમાં સાયકલનો શોખ ચઢ્યો હતો. મારો એક મિત્ર પોતાની નવી સાયકલ 200 રૂપિયામાં વેચી રહ્યો હતો. મેં પાપાને કહ્યું કે, હું ઘરનું તમામ કામ કરી દઈશ, પણ મને સાયકલ અપાવી દો.તેમણે અપાવી દીધી. કોલેજમાં એડમિશન લીધુ તો મેં રેન્જર સાયકલની જીદ્દ કરી. પાપાએ પૂછ્યું-કેવી લાગે છે તે, મેં કહ્યું હેન્ડલ સીધું હોય છે. તે મારી વાત માનીને સીધા હેન્ડલ વાળી સાયકલ લાવ્યા. પરંતુ તે એક લેડીઝ સાયકલ હતી” “પહેલા દિવસે પોતાની લેડીબર્ડ સાયકલથી કોલેજે પહોંચ્યો, તો મિત્રોએ ખૂબ મજાક ઉડાવી. ત્યાર બાદના દિવસ હું તે સાયકલ ઘરેથી નીકળ્યા બાદ એક સંબંધીને ત્યાં મુકીને આવતો અને બાદમાં કોલેજ જતો હતો.”

પત્નીએ કહ્યું બાઈક ખરીદો, મેં કહ્યું લિપસ્ટિક લગાવવાનું છોડી દે:

રાજીવ કહે છે, “સાયકલ કાંડ બાદ મેં મારી સેવિંગ્સથી અઢી હજાર રૂપિયામાં સેકન્ડ હેન્ડી હીરો-પુક ખરીદી હતી. આ આ સમયે હું થિયેટર કરવા લાગ્યો હતો. એક કોલેજમાં થિયેટર ક્લાસિસ આપવાની જોબ મળી. ત્રણ મહીનાનો કરાર હતો, જેમાં મને 15 હજાર રૂપિયા મળ્યા. તે પૈસાથી મેં પોતાના પૈસે વેસ્પા સ્કૂટર ખરીદ્યું.”  “પહેલી ગાડી તો ખરીદી લીધી, પણ તેના ત્રણ મહીના બાજ મારા લગ્ન થઈ ગયા. પત્નીએ બાઈકની ડીમાન્ડ કરવાનું શરૂ કર્યું. તે બોલતી-મને સ્કૂટર પસંદ નથી. મેં કહ્યું-ઠીક છે, બાઈક લઈ લઈશ, પણ પછી તને લિપસ્ટિક-પાવડરના પૈસા આપીશ નહીં. તે માની ગઈ અને મેં નવી બાઈક ખરીદી લીધી.”

હવે મર્સિડીઝથી ચાલે છે રાજીવ, આમ ચમક્યું નસીબ:

પોતાની કોમેડીથી ઓળખ બનાવનારા રાજીવ હવે મર્સિડીઝમાં ફરે છે. અહીં સુધી તેઓ પોતાની મહેનતથી પહોંચ્યા છે. તે કહે છે,”હું કોલેજના દિવસોથી મિત્રોની મજાક કરતો હતો. જોક્સ સંભળાવતો હતો. તે સમયે ખબર પણ નહોતી કે, આ એક કળા છે. જેને સ્ટેન્ડ અપ કોમેડી કહેવામાં આવે છે. મને લોકો ગેસ્ટ આઈટમ કહીને બોલાવતા હતા. “જ્યારે લાફ્ટર ચેલેન્જ-1 આવી, ત્યારે ખબર પડી કે કોમેડીથી પ્રસિદ્ધિ મળી શકે છે. અમૃતસરમાં થયેલા ઓડિશનમાં સામેલ થયો, પણ સિલેક્શન થઈ શક્યું નહીં. બીજા વર્ષે પણ ઓડિશન આપ્યું, પણ ફેઈલ થઈ ગયો. ત્રીજીવાર નસીબ ચમક્યું અને સિલેક્ટ થઈ ગયો.”

પત્ની સાથે રાજીવ ઠાકુર

ફેમિલી સાથે રાજીવ ઠાકુર

ભારતી સાથે રાજીવ ઠાકુર

બિગ બી સાથે રાજીવ ઠાકુર

ચંદન પ્રભાકર સાથે રાજીવ

કામ્યા પંજાબી સાથે રાજીવ

Courtesy: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!