એક સાધારણ ડીલીવરી બોયથી લાખો ડોલરના માલિક બનવા સુધીની અદ્દભુત કહાની તમને આજે Inspire કરી દેશે- વાંચો આર્ટિકલ

0

આ કોઈ એક સંયોગ હોય શકે કે પછી નસીબનો સાથ જેણે એક ડીલીવરી બોયને કરોડપતિમાં બદલાવી નાખ્યો હતો. એક છોકરો કે જેનો પગાર માત્ર 4 આંકડામાં જ હતો, જે આજ ભારતના સૌથી લોકપ્રિય ઈ-કોમર્સ કંપની ફ્લીપકાર્ટના બેશકીમતી હિસ્સેદાર છે. આ કહાની ઉદાહરણ છે એક ચમત્કારનો અને આ વાતનો ઉદ્દેશ્ય આપે છે કે જે વ્યક્તિ લગ્ન અને મહેનતની સાથે ચાલે છે સફળતા તેની સાથે જ હોય છે.         

‘અંબર અય્યપ્પા’ કે જે તમિલનાડુના વેલ્લોર ગામમાં એક સામાન્ય પરિવારમાં ભણ્યા અને મોટા થયા હતા. સ્કુલનો અભ્યાસ બાદ ડીપ્લોમાં કોર્સ માટે તેમણે હોસુરમાં એડમીશન લીધું હતું, જે તેના ઘરથી 25 કિમી દુર હતું. તેમણે એક વર્ષ અશોક લીલેંડની અપ્રેનટીસ ના રૂપમાં કામ કર્યું હતું. તેના બાદ તે બેન્ગ્લુરું આવી ગયા હતા. જ્યાં તેઓએ ફર્સ્ટ ફલાઈટ કુરીયર્સમાં ડીલીવરી બોયની નોકરી કરી હતી. ત્યાં રહેવાની સાથે તેઓએ પોતાના આવડતથી લોજીસ્ટીક્સ બીઝનેસને વિકસિત કર્યું અને તેનું પરિમાર્જન કર્યું. ચાર વર્ષના નાના સમયમાં તે એક મૈનેજર બની ગયો હતો.

અંબરને એ લાગવા લાગ્યું હતું કે આજ તે સાચો સમય છે કે જ્યાં પોતાની આવડતને વિકસિત કરી શકે. તેમને એક મહિનાનો એક કોર્સ પૂરો કર્યો. તેના માટે તેમણે કંપનીમાંથી અમુક દિવસોની રજા લીધી હતી પણ ત્યારે તેમને ખુબ મોટો જટકો લાગ્યો જયારે તેને ખબર પડી કે તેના માટે કંપનીમાં હવે કોઈ જગ્યા બચી નથી. તે તેની કિસ્મત હતી કે તે સમયે ફ્લીપકાર્ટને એક ડીલીવરી બોયની જરૂર હતી જે ઘરે-ઘરે જઈને ડીલીવરી કરી શકે. તે સમયે ફ્લીપકાર્ટ એક નાનું એવું ઓનલાઈન બુક-સેલર હતું જેને ખુબ ઓછા લોકો જાણતા હતા.

અંબર ફ્લીપકાર્ટના ઓફિસે જઈને આ નોકરી માટે સચિન બંસલ અને બિન્ની બંસલને મળ્યા. તે બન્ને તે સમયે ડીલીવરી સીસ્ટમમાં થતી સમસ્યાને લઈને પરેશાન હતા. અંબરે તેને ભરોસો અપાવ્યો કે તે આ સમસ્યાનું સમાધાન શોધી લાવશે. તે ફ્લીપકાર્ટ ના પહેલા કર્મચારી હતા જેની મહિનાનો પગાર માત્ર 8000 રૂપિયા હતો.

અંબર યાદ કરતા કહે છે કે તેને લગભગ એક વર્ષ સુધી જોઈનીંગ લેટર મળ્યો હતો કેમકે ત્યાં એચઆર ઓફીસ ન હતી. તેના પહેલા ના અમુક દિવસો ખુબ ભ્રમમાં પસાર થયા હતા. તેમને રોજ 10-12 પબ્લીશર્સની પાસે જવું પડતું હતું અને તેને લગભગ 100 ડીલીવરી કરવી પડતી હતી. પણ તેણે આ કામને એક મોટી ચુનૌતી માનીને કર્યું હતું.

તે દરેક સૂચનાઓ રાખતા હતા અને ગ્રાહકોને પણ સારી સૂચનાઓ કોમ્પ્યુટર જોયા વગરજ કહી દેતા હતા. તેમણે પોતાની જવાબદારીઓ સાથે લીધી હતી અને જરૂર પડ્યા પર કામની રીતમાં બદલાવ પણ લાવતો હતો. ઉદાહરણ માટે ડીલીવરી બોય પ્રિંટ આઉટ લેવા માટે ઓફીસ જતા હતા.

બંસલ તેના કામથી ખુબ ખુશ થયા હતા અને બોર્ડે તેમણે પોતાના સંગઠનમાં શેઈર નો ઓફર આપ્યો. તે તેન માટે એક સુનેહારો મૌકો હતો કેમ કે ફ્લીપકાર્ટ ખુબ જડપથી આગળ વધી રહ્યો હતો.એક વર્ષમાં તેનો પગાર 10 ગણો વધી ગયો હતો. અંબરે પોતાના શેઈર બે વાર વહેંચ્યા હતા, પહેલી વાર 2009-10 માં પોતાના લગ્નના ખર્ચા માટે બીજી વાર 2003 માં. આજ તેના ભાગના શેઈરની કિંમત લાખો ડોલરમાં છે અને આગળના દિવસોમાં પણ વધી રહ્યો છે.

‘ફ્લીપકાર્ટના ઈતિહાસમાં’ સમયને વિભિન્ન પડાવ પર લોકો તેની સાથે જોડતા ગયા છે જેને લીધે ફ્લીપકાર્ટનો પ્રોગ્રેસ ચાર્ટ સ્પસ્ટ રૂપથી ઉધર્વગામી બનતું ગયું, અંબર તે લોકોમાં પહેલો હતો. – ‘બિન્ની બંસલ’

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!