એક પિતા એ તેની દીકરી ના લગ્ન ના કાર્ડ માં છપાવ્યુ કાંઈ એવુ જેણે પણ જોયુ આશ્ચર્ય પામ્યા, ZOOM કરી ને જુઓ….

0

ભારત માં લગ્ન તહેવાર જેમ હોય છે જે ખૂબ ધૂમધામ થી છોકરા અને છોકરી ના પરિવાર દ્વારા માનાવામાં આવે છે. ભારતીય લગ્ન દરમ્યાન ઘણી બધી રશ્મો રિવાજ નિભાવાય છે ત્યારબાદ એક છોકરો અને એક છોકરી લગ્ન ના બંધન માં બંધાય જાય છે પરંતુ તે રશ્મો બાદ એક રશ્મ એવી છે જે ભારત માં એક અભિશાપ ના રૂપ માં લખાય છે. તે પ્રથા ને દહેજ ના નામ થી જાણવામાં આવે છે જે ભારત માં લગ્ન માં એક કલંક છે અને અભિશાપ છે. દહેજપ્રથા ના ચાલતા ઘણી દીકરીઓ ના પિતા દીકરી પેદા કરવાથી પણ ડરે છે અને દીકરી ને કલંક માને છે કેમકે તેના લગ્ન દરમ્યાન તેને ઘણી માત્રા માં દહેજ પણ આપવુ પડે છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે દહેજ ની વિરોધ એક મોટો કદમ ઉઠાવીને મિશાલ કાયમ કરી છે. આવો જાણીએ તેના વિશે-
મધ્યપ્રદેશ ના ગ્વાલિયર માં રહેવા વાળા ગુર્જર સમાજ ના એક પિતાએ તેની દીકરીના લગ્ન દરમ્યાન દહેજ ના દેવાની એક નવી મિસાલ કાયમ કરી છે અને સાથેજ લગ્ન નો બધો ખર્ચ લગ્ન ના કાર્ડ પર લખાવ્યો છે. તે ગુર્જર સમાજ ના પહેલા એવા વ્યક્તિ છે જેણે તેની દીકરી ના લગ્ન દરમ્યાન દહેજ ન આપવાની પ્રથા શરૂ કરી છે. તે તેના સમાજ ની સાથે-સાથે પૂરા ભારત ને એક નવો સંદેશ આપે છે કે તમારી દીકરી ને બોજ ના સમજો અને તમારી દીકરી ના લગ્ન માં દહેજ ન આપો.

કાર્ડ પર ખર્ચ નો બધો ઉલ્લેખ:ગુર્જર સમાજ ની અંદર ગુર્જર ની દીકરી ના લગ્ન 20 જૂન ના હતી અને તેમણે તેની દીકરી ના લગ્ન નુ કાર્ડ થોડુ અલગ રીતે છપાવ્યુ હતુ કે બધા માં મોં થી વાહ નીકળી. તેની દીકરી ના લગ્ન ના કાર્ડ પર લગ્ન માં થયેલ પૂરા ખર્ચ નો ઉલ્લેખ કર્યો. જેનો લેખિત ખર્ચ કાંઈ આવી રીતે હતો-વિવાહ કરાવવા વાળા પંડિતજી ને 1100 રૂપિયા દક્ષિણા રૂપ, તેના સિવાય થાળી માં 5100 રૂપિયા, સગુન ના 1100 રૂપિયા, દરવાજા રુકાઈ ના 1100 રૂપિયા, ભાત ના 5100 રૂપિયા, અંક માળા ના 10 રૂપિયા, ટીકા ના 50 રૂપિયા, પાન ના 1100 રૂપિયા અને 5 વાસણ, ફૂલ, કબાટ તથા પલંગ આપવામાં આવે છે. સાથે એ પણ લખ્યુ કે જાન માં ફક્ત સો જાનૈયા નુ જ સ્વાગત કરવામાં આવશે.

દારૂ પીને ન આવની કરી ગુજારીશજે રીતે સમાજ માં દારૂબંધી થઈ રહી છે તેવી જ રીતે તેણે પણ તેમણે તેના કાર્ડ માં દહેજબંધી નો ઉલ્લેખ કરવા ની સાથે એ પણ ઉલ્લેખ કર્યો છે કે લગ્ન માં આવવા વાળા બધા જાનૈયા અને ઘરાતીયાઓ ને વિનંતી છે કે કોઈ પણ દારૂ પી ને લગ્ન માં ના આવે જે રીતે સમાજ માં દારૂબંધી થઈ છે તે જ રિતે દહેજબંધી થવી જરૂરી છે. છોકરી ના કાકા ને પૂછવા પર તેમણે જણાવ્યુ કે જે રીતે સમાજ માં દારૂબંધી થઈ છે હવે મારા મોટા ભાઈએ દહેજબંધી માટે આ પગલુ ભર્યુ છે અને અમે સૌ તેની સાથે છીએ. તેણે કહ્યુકે જે રીતે સમાજ માં દારૂબંધી નુ પાલન લોકો દ્વારા કરવામાં આવ્યુ છે તેવી જ રીતે સંતજી ની કૃપા થી દહેજબંધી નુ પાલન પણ લોકો અવશ્ય કરશે. તે કાર્ડ માં એક એવુ સ્લોગન છપ્યુ છે જેની ચર્ચા આજુબાજુ ના બધા લોકો દ્વારા કરાઈ છે જે આ પ્રકારે છે.

मृत्यु भोज और माला छूटी, खाना छूटा मेज पे,बाजे छूटे दारु छूटी, अबकी चोट दहेज पे।

બેટી બચાવો ની અપીલસમાજ માં વારંવાર જોવામાં આવ્યુ છે કે દહેજપ્રથા ના ચાલતા ઘણા લોકો દીકરી પેદા થવાની પહેલા જ તેને ગર્ભ માં મારી નાખે છે. તેથીજ પૂજા ના લગ્ન ના કાર્ડ માં એક સ્લોગન બેટીબચાવો માટે પણ લખ્યુ છે અને બધાને એ આગ્રહ કર્યો છે કે ન દહેજ લો અને ના દો. તમારી દીકરી ને જેટલુ થઈ શકે તેટલુ દહેજપ્રથા અને ભ્રુણ હત્યા થી બચાવો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here